અલાસ્કા (અંગ્રેજી: Alaska) ઉત્તર અમેરિકા ખંડના ઉત્તર-પશ્ચિમી ભાગને અંતે સ્થિત યુ.એસ.એ.નું એક રાજ્ય છે. તેની પૂર્વમાં કેનેડા, ઉત્તરમાં આર્કટિક મહાસાગર, દક્ષિણ-પશ્ચિમ પ્રશાંત મહાસાગર માં તેમ જ પશ્ચિમમાં રશિયા સ્થિત છે. વિસ્તાર મુજબ મૂળ યુનાઇટેડ સ્ટેટ્સનાં ૫૦ રાજ્યોમાં સૌથી મોટું રાજ્ય છે. રાજ્યની લગભગ અડધી વસ્તી (૬,૮૩,૪૭૮) એન્કોરેજ (Anchorage) નામના મહાનગર ખાતે રહે છે. ૨૦૦૯ના વર્ષ સુધી અલાસ્કા યુનાઇટેડ સ્ટેટ્સનું સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે.

૪૨મો અલાસ્કા લોક મહોત્સવ

૦ માર્ચ ૧૮૬૭ના દિવસે યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટ દ્વારા અલાસ્કાને રશિયન સામ્રાજ્ય પાસેથી ખરીદી લીધું હતું, તે માટે રશિયા ને ૭૭૨ મિલિયન (૪૫ કરોડ ૮૧ લાખ) જેટલી રકમ ચૂકવવામાં આવી હતી, એટલે કે દરેક એકર દીઠ ૪.૭૪ ડોલર (૩૧૫ રૂપિયા) આપવામાં આવ્યા હતા.<.[] આ પછી આ જમીન ઘણા સત્તાવાર ફેરફારોમાંથી પસાર થઈ હતી, ત્યાર પછી ૧૧ મે, ૧૯૧૨ના દિવસથી તેને સંગઠિત ક્ષેત્ર માનવામાં આવે છે અને ૪૯મા યુએસએના રાજ્ય તરીકે અલાસ્કાને ૩ જાન્યુઆરી, ૧૯૫૩ના રોજ સામેલ કરવામાં આવ્યું છે. અલાસ્કા નામ મૂળ રશિયન સામ્રાજ્યના સમયથી ઉપયોગ લેવામાં આવતું હતું, જેનો અર્થ થાય છે મુખ્ય જમીન અથવા માતૃભૂમિ અને જે "અલયૂત"ના શબ્દ "અલાક્સ્સ્ક્સાક"માંથી લેવામાં આવ્યો હતો.