અલ્લાહ (English: /ˈælə/ or /ˈɑːlə/;[] Allāh) એ ઇશ્વર અથવા પરમાત્મા માટે વપરાતો અરેબીક શબ્દ છે. મુસ્લિમો દ્વારા ઇશ્વરનો ઉલ્લેખ કરવા આ શબ્દ મુખ્યત્વે વપરાય છે.[]

આ નામ ઘણું જૂનું છે. દક્ષિણ અરબસ્તાનના બે શિલાલેખોમાં એ નામ આવે છે. હિજરી સનનાં પાંચ સો વર્ષ પૂર્વે સર્ફા નામની જગ્યાના શિલાલેખમાં એ નામ 'હલ્લાહ' લખાયેલું છે; એવી જ રીતે ઉમ્મુલ જમીલ (સિરિયા)ના લેખમાં હિજરી સનનાં ૫૦૦ વર્ષ પૂર્વે આ શબ્દનો ઉપયોગ થયો છે. મક્કાવાસીઓ અને વિશેષત: કુરૈશ કબીલાના લોકો ઈસ્લામ પહેલાં અલાહને પૂજ્ય અને આદરણીય લેખતા હતા, તેવો કુરાનની સૂરતો (પ્રકરણો) ૩૧:૨૪, ૩૧, ૬:૧, ૩૭, ૧૦:૨૩ વગેરેમાં ઉલ્લેખ છે.[]

ઈસ્લામના મત પ્રમાણે અલાહ એક અને અદ્રિતીય છે. તેને કોઈ વસ્તુની લેશમાત્ર જરૂરત નથી. તે સ્વયંસંપૂર્ણ છે. એનામાંથી કોઈ જન્મ્યો નથી, કે એ કોઈમાંથી પેદા થયો નથી. તે અનુપમ છે, અને તેનો કોઈ સાથી નથી.[] ઇસ્લામી પરંપરામાં અલ્લાહના ૯૯ લાક્ષણિક નામો (અલ-અસ્મા'અલ હુસ્ના."શ્રેષ્ઠ નામો)નો ઉલ્લેખ મળે છે,જે એના ગુણો કે લાક્ષણિકતાઓ ને દર્શાવે છે.<ref Encyclopedia of the Modern Middle East and North Africa, Allah> આ ૯૯ નામોમાંથી સૌથી પ્રસિદ્ધ અને સૌથી વધારે વપરાતું નામ છે "અર-રહમાન" (કૃપાળુ) અને "અર-રહીમ"(દયાળુ).<ref Carolyn Fluehr-Lobban, Islamic Society in Practice, University Press of Florida, p. 24> અલ્લાહના નામથી કેટલાક શબ્દો ખૂબ પ્રચલિત છે મુસલમાનો એના સ્મરણ (ઝિક્ર) કરતી વખતે બોલે છે જેમકે "સુબ્હાન અલ્લાહ"(પવિત્રતા છે અલ્લાહને),"અલ-હમ્દુલીલ્લાહ" (પ્રશંસા છે અલ્લાહ માટે),"લા-ઇલાહા ઇલ્લલ્લાહ "(અલ્લાહ સિવાય કોઈ ઈશ્વર નથી),"અલ્લાહુ અકબર"(અલ્લાહ મહાન છે)," ઇન્શા અલ્લાહ" (અલ્લાહની ઇચ્છા હશે) અને " માશા અલ્લાહ " (અલ્લાહે એવું ઇચ્છ્યું).<ref M. Mukarram Ahmed, Muzaffar Husain Syed, Encyclopaedia of Islam, Anmol Publications PVT. LTD, p. 144>

  1. "Allah". Random House Webster's Unabridged Dictionary.
  2. Merriam-Webster. "Allah". Merriam-Webster. મૂળ સંગ્રહિત માંથી 2014-04-20 પર સંગ્રહિત. મેળવેલ 7 July 2015.
  3. ૩.૦ ૩.૧ બૉમ્બેવાલા, મોહિયુદ્દીન (૨૦૦૧). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧ (અ - આ) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૭૫.