અવયવ
ગુજરાતી ભાષામાં અવયવ એટલે કોઇપણ એક વસ્તુનો ભાગ. જેમ કે હાથ એ આપણા શરીરનો અવયવ છે. સુંઢ એ હાથીના શરીરનો અવયવ છે. સ્થાયી અને અંતરા એ ગીતના અવયવો છે.
ગણિતની પરિભાષામાં અવયવ શબ્દનો વપરાશ બહોળો છે.
- વ્યાખ્યા: જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિ:શેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. દા.ત. ૧૦ને ૨ વડે અને ૫ વડે નિ:શેષ ભાગી શકાય છે, તેથી ૨ અને ૫ એ ૧૦ના અવયવ છે.
સમજો:
- ૧૦ = ૧ X ૧૦, ૧૦ = ૨ X ૫
આથી '૧ X ૧૦' અને '૨ X ૫' એ ૧૦ના અવયવોની જોડ કહેવાય છે.
તેમ જ ૧૦ના બધા અવયવો ૧, ૨, ૫, ૧૦ છે.
- ૧ એ દરેક સંખ્યાનો અવયવ છે અને તે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ છે.
- દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે, અને મોટામાં મોટો અવયવ છે.
- સંખ્યાને તેના દરેક અવયવ વડે નિ:શેષ ભાગી શકાય છે.
- સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતાં નાનો અથવા તે સંખ્યાની બરાબર હોય છે.
- અવયવની સંખ્યા ચૉકકસ હૉય છેઃ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |