આઇપોડ

એપલ દ્વારા વિકસિત પોર્ટેબલ ડિજિટલ મીડિયા પ્લેયર

ઢાંચો:Infobox Information appliance October 23, 2001 (2001-10-23)આઇપોડ એપલ દ્વારા ડિઝાઇન થયેલી અને વેચાણ થતી પોર્ટેબલ મિડીયા પ્લેયરની બ્રાન્ડ છેOctober 23, 2001 (2001-10-23). તે શ્રેણીના ઉત્પાદનોમાં હાર્ડ ડ્રાઇવ આધારિત આઇપોડ ક્લાસિક, ટચસ્ક્રીન આઇપોડ ટચ, વિડીઓ કેપેબલ આઇપોડ નેનો અને કોમ્પેક્ટ આઇપોડ શફલનો સમાવેશ થાય છે. આઇફોન આઇપોડ તરીકે કામ કરે છે પરંતુ તેને એક અલગ પ્રોડકટ તરીકે ગણવામાં આવે છે. આઇપોડના જૂના મોડલોમાં આઇપોડ મિની અને સ્પિન-ઓફ આઇપોડ ફોટોનો સમાવેશ થાય છે. આઇપોડ ક્લાસિક મોડલ ઇન્ટર્નલ હાર્ડ ડ્રાઇવમાં મિડીયા સ્ટોર કરે છે અને જ્યારે અન્ય તમામ મોડલ ફ્લેશ મેમરીનો ઉપયોગ કરે છે જેથી કરીને તેનું કદ નાનુ થઇ શકે.(ઉત્પાદન બંધ કરાયેલા મિનિમાં માઇક્રોડ્રાઇવ મિનિએચર હાર્ડ ડ્રાઇવનો ઉપયોગ થતો હતો). અન્ય ઘણા ડિઝીટલ મ્યુઝિક પ્લેયરની જેમ આઇપોડ પણ બાહ્ય ડેટા સ્ટોરેજ ડિવાઇસ તરીકે કામ કરી શકે છે. અલગ અલગ મોડલમાં સ્ટોરેજની ક્ષમતા અલગ અલગ હોય છે.

એપલના આઇટ્યુન સોફ્ટવેરનો ઉપયોગ કરીને એપલ મેકિન્ટોશના ચોકક્સ વર્ઝન અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમવાળા કોમ્પ્યુટરમાંથી સંગીતને આઇપોડમાં ટ્રાન્સફર કરી શકાય છે.[] જે લોકોને એપલના સોફ્ટવેરનો ઉપયોગ કરવો નથી અથવા જેમના કોમ્પ્યુટર આઇટ્યુન સોફ્ટવેર રન કરી શકતા નથી તેઓ આઇટ્યુનના વિકલ્પે ઉપલબ્ધ કેટલાક ઓપન સોર્સનો ઉપયોગ કરી શકે છે.[] આઇટ્યુન અને તેને વૈકલ્પિક સોર્સ ફોટો, વિડીઓ, ગેમ્સ, કોન્ટેક્ટ ઇન્ફર્મેશન, ઇમેઇલ સેટિંગ, વેબ બૂકમાર્ક અને કેલેન્ડર પણ આઇપોડમાં ટ્રાન્સફર કરી શકે છે. વૈશ્વિક સ્તરે 9 સપ્ટેમ્બર 2009 સુધીમાં 220,000,000 કરોડથી વધુ આઇપોડ વેચાઇ ગયા છે. જેને પગલે તે ડિઝીટલ ઓડીઓ પ્લેયર સિરીઝના ઇતિહાસમાં બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ બની છે.[]


ઇતિહાસ અને ડિઝાઇન

ફેરફાર કરો
 
આઇપોડ ક્લાસિક 5G (જમણે) અને 6G (ડાબે) સુધારેલો આલ્બમ વ્યૂ દર્શાવે છે

આઇપોડ શ્રેણી એપલની ડિઝીટલ હબ કક્ષામાંથી આવી છે[] જ્યારે કંપનીએ પર્સનલ ડિઝીટલ ડિવાઇસના વધી રહેલા બજાર માટે સોફ્ટવેર બનાવવાનું શરૂ કર્યું હતું. બજારના મુખ્ય પ્રવાહમાં ડિઝીટલ કેમેરા, કેમકોર્ડર અને ઓર્ગેનાઇઝર સારી રીતે સ્થાપિત થયેલા હતા પરંતુ કંપનીને વર્તમાન ડિઝીટલ મ્યુઝિક પ્લેયર યુઝર ઇન્ટરફેસની દ્રષ્ટિએ અત્યંત મોટા અથવા અત્યંત નાના અને નકામા જણાયા હતા,[] માટે એપલે તેનું પોતાનું ડિઝીટલ મ્યુઝિક પ્લેયર વિકસાવવાનું નક્કી કર્યું. સીઇઓ સ્ટીવ જોબ્સના આદેશ મુજબ એપલના હાર્ડવેર એન્જિનિયરિંગ વડા જોન રુબિનસ્ટીનએ આઇપોડ શ્રેણી ડિઝાઇન કરવા એન્જિનિયરોની ટુકડી ઉભી કરી હતી જેમાં હાર્ડવેર એન્જિનિયર ટોની ફેડેલ અને માઇકલ ધુએ []અને ડિઝાઇન એન્જિનિયર જોનાથન ઇવનો સમાવેશ થતો હતો.[] પ્રોડક્ટ એક વર્ષથી પણ ઓછા સમયગાળામાં તૈયાર થઇ ગઇ હતી અને તે 2001ની 23 ઓક્ટોબરના રોજ રજૂ કરાઇ હતી. જોબ્સે તેને 5 જીબી હાર્ડ ડ્રાઇવ સાથેની મેક-કોમ્પેટિબલ પ્રોડક્ટ તરીકે જાહેર કરી હતી કે જે 1000 ગીતો તમારા ખીસ્સામાં રાખે છે.[]

એપલે તેનું આઇપોડ સોફ્ટવેર સંપૂર્ણપણે તેની કંપનીમાં જ નથી વિકસાવ્યું. તેના સ્થાને તેણે પોર્ટેબલ પ્લેયરના 2 ARM કોર્સ આધારિત રેફરન્સ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. આ પ્લેટફોર્મ પ્રાથમિક સોફ્ટવેર ધરાવતું હતું જે કોમર્શિયલ માઇક્રોકર્નેલ એમબેડેડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતું હતું. પોર્ટેબલ પ્લેયર અગાઉ બ્લૂટૂથ હેડપોન સાથે આઇબીએમ-બ્રાન્ડેડ એમપી3 (MP3) પ્લેયર પર કામ કરતું હતું.[] એપલે સ્ટીવની દેખરેખ હેઠળ યુઝર ઇન્ટરફેસ ડિઝાઇન કરવા અને તેનો અમલ કરવા માટે અન્ય કંપની પિક્સો સાથે કરાર કર્યો હતો.[] જેમ ડેવલપમેન્ટ આગળ વધતું ગયું તેમ એપલ સોફ્ટવેરના દેખાવમાં સુધારો કરતી ગઇ. આઇપોડ મિનીથી શરૂઆત કરતા, શિકાગો ફોન્ટના સ્થાને ઇસ્પાય સાન્સ ફોન્ટ આવ્યા. બાદમાં આઇપોડે ફરીથી ફોન્ટ બદલીને પોડિયમ સાન્સ કર્યા જે એપલના કોર્પોરેટ ફોન માયરિઆડ જેવા હતા. કલર ડિસપ્લેવાળા આઇપોડે બાદમાં એક્વા પ્રોગ્રેસ બાર અને કોમ્બિનેશન લોક ઉભું કરવા બ્રશ્ડ મેટલ જેવી કેટલીક મેક ઓએસ એક્સ થીમનો ઉપયોગ કર્યો. એપલે 2007માં ફોન્ટ બદલીને હેલ્વેટિકા કરીને સિક્સ્થ જનરેશન આઇપોડ ક્લાસિક અને થર્ડ જનરેશન આઇપોડ નેનો રજૂ કરીને આઇપોડના ઇન્ટરફેસમાં ફરી સુધારો કર્યો હતો. મોટા ભાગના કિસ્સામાં તેણે સ્ક્રીનને બે ભાગમાં વહેંચી દીધી હતી જેમાં ડાબી બાજુ અડધાભાગમાં મેનુ અને જમણી બાજુ અડધાભાગમાં આલ્બમ આર્ટવર્ક, ફોટો અથવા વિડીયો દેખાતા હતા.

સપ્ટેમ્બર 2007માં પેટન્ટ ધારક કંપની બર્સ્ટ ડોટ કોમ સામેના કાનૂની કેસમાં એપલે 1979માં તેના જેવી જ ડેવલપ કરાયેલી ડિવાઇસની પેટન્ટ પ્રત્યે ધ્યાન દોર્યું હતું. કેન ક્રેમરે 1979માં પ્લાસ્ટિક મ્યુઝિક બોક્સના વિચારની પેટન્ટ મેળવી હતી જેને તે આઇએક્સઆઇ કહેતો હતો.[] 1,20,000 અમેરિકન ડોલરની વર્લ્ડવાઇડ પેટન્ટ રિન્યુ કરાવવા માટે પુરતું ભંડોળ ન હતું.[]

ટ્રેડમાર્ક

ફેરફાર કરો

આઇપોડ નામ વિની ચીકો દ્વારા સૂચવવામાં આવ્યું હતું. તે એક ફ્રીલાન્સ કોપી રાઇટર હતો. નવા પ્લેયરને કેવી રીતે રજૂ કરવું તે નક્કી કરવા માટે એપલે તેને બોલાવ્યો હતો. પ્રોટોટાઇપ જોયા બાદ ચીકોએ ફિલ્મ 2001:એ સ્પેસ ઓડિસી અને શબ્દસમૂહ "ઓપન ધ પોડ બે ડોર, હેલ!" અંગે વિચાર કર્યો જેને ડિસ્કવરી વન સ્પેસશિપનું વ્હાઇટ ઇવીએ પોડ કહેવાય છે.[] એપલે ટ્રેડમાર્ક શોધ્યો હતો અને જાણવા મળ્યું હતું કે તે પહેલેથી ઉપયોગમાં છે. ન્યૂ જર્સીના જોસફ એન ગ્રાસોએ જુલાઇ 2000માં ઇન્ટરનેટ કિઓસ્ક માટે યુએસ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસમાં આઇપોડ ટ્રેડમાર્ક લિસ્ટ કરાવ્યો હતો. પ્રથમ આઇપોડ કિઓસ્ક માર્ચ 1998માં ન્યૂ જર્સીમાં લોકો સમક્ષ દર્શાવવામાં આવ્યું હતું અને વેપારી ધોરણે ઉપયોગ જાન્યુઆરી 2000માં શરૂ થયો હતો પરંતુ 2001 સુધીમાં તેનો ઉપયોગ બંધ થઇ ગયો હતો. નવેમ્બર 2003માં યુએસપીટીઓ દ્વારા ટ્રેડમાર્ક રજિસ્ટર કરાયો હતો અને ગ્રાસોએ 2005માં તે એપલ કોમ્પ્યુટર ઇન્કને એસાઇન કર્યો હતો.[]

સોફ્ટવેર

ફેરફાર કરો

આઇપોડ લાઇન કેટલાક ઓડિયો ફાઇલ ફોર્મેટ પ્લે કરી શકે છે જેમાં MP3, AAC/M4A, પ્રોટેક્ટેડ AAC, AIFF, WAV, ઓડિબલ ઓડિયો બુક અને એપલ લોસલેસ સામેલ છે. આઇપોડ ફોટોએ વિવિધ ફાઇલ ફોર્મેટ ડિસપ્લે કરવાની ક્ષમતા રજૂ કરી જેમાં JPEG, BMP, GIF, TIFF, અને PNG ઇમેજ ફાઇલનો સમાવેશ થાય છે. પાંચમી અને છઠ્ઠી પેઢીના આઇપોડ ક્લાસિક તથા ત્રીજી પેઢીના આઇપોડ નેનો તથા MPEG-4, (H.264/MPEG-4 AVC)અને ક્વિક ટાઇમ વિડીયો ફોર્મેટ પણ પ્લે કરી શકે છે જેમાં વિડીયો ડાયમેન્શન, એન્કોડિંગ ટેકનિક્સ તથા ડેટા રેટ્સને લગતી મર્યાદા હોય છે.[] અસલમાં આઇપોડ સોફ્ટવેર માત્ર માઇક્રોસોફ્ટ વિન્ડોઝના આઇપોડ સોફ્ટવેર મેક ઓએસ સાથે કામ કરતા હતા જે બીજી પેઢીના મોડલ સાથે લોન્ચ કરવામાં આવ્યા હતા.[૧૦] મોટા ભાગના અન્ય મિડીયા પ્લેયરથી વિરૂદ્ધ એપલ માઇક્રોસોફ્ટના WMA ઓડિયો ફોર્મેટને સપોર્ટ કરતું નથી. પરંતુ ડિઝીટલ રાઇટ્સ મેનેજમેન્ટ (ડીઆરએમ) વગરનું WMA ફાઇલ્સ માટેનું કન્વર્ટર આઇટ્યુન્સના વિન્ડોઝ વર્ઝન સાથે અપાય છે. મીડી ફાઇલ પણ પ્લે કરી શકાતી નથી, પરંતુ આઇટયુન્સમાં એડવાન્સ્ડ મેનુનો ઉપયોગ કરી તેને ઓડિયો ફાઇલમાં કન્વર્ટ કરી શકાય છે. ઓગ વોર્બિસ અને FLAC જેવી વૈકલ્પિક ઓપન સોર્સ ઓડિયો ફોર્મેટ આઇપોડ પર કસ્ટમ ફિલ્મવેર ઇન્સ્ટોલ કર્યા વગર સપોર્ટ કરી શકાતા નથી. (જેમકે રોકબોક્સ)

ઇન્સ્ટોલ કરતી વખતે આઇપોડ એક હોસ્ટ કોમ્પ્યુટર સાથે જોડાયેલ હોય છે. આઇપોડ જેટલી વખત તેના હોસ્ટ કોમ્પ્યુટર સાથે જોડાય તેટલી વાર આઇટ્યુન્સ સમગ્ર મ્યુઝિક લાઇબ્રેરી અથવા પ્લેલિસ્ટને ઓટોમેટિક અથવા મેન્યુઅલ રીતે સિન્ક્રોનાઇઝ કરે છે. આઇપોડ પર ગીતના રેટિંગ સેટ કરી શકાય છે અને આઇટ્યુન્સ લાઇબ્રેરી પર સિન્ક્રોનાઇઝ કરી શકાય છે તથા તેનાથી ઉલ્ટું કરી શકાય છે. આઇપોડને ઓટોમેટિકના બદલે મેન્યુઅલ સિન્કમાં સેટ કરેલું હોય તો યુઝર બીજા કોમ્પ્યુટર પર સંગીતને એક્સેસ, પ્લે અને ઉમેરી શકે છે. પરંતુ કંઇ પણ ઉમેરવામાં આવે અથવા એડિટ કરવામાં આવે તો મુખ્ય કોમ્પ્યુટર અને તેની લાઇબ્રેરી સાથે જોડીને અને સિન્કીંગ કરીને વિપરીત કામગીરી કરવી પડશે. જો કોઇ યુઝર અન્ય કોમ્પ્યુટર સાથે સંગીતને ઓટોમેટિક સિન્ક કરવા માંગે તો આઇપોડની લાઇબ્રેરી સંપૂર્ણપણે મીટાવી દઇને તેની જગ્યાએ અન્ય કોમ્પ્યુટરની લાઇબ્રેરી લાવવાની રહેશે.

યુઝર ઇન્ટરફેસ

ફેરફાર કરો
 
આઇપોડ લાઇનનું સિગ્નેચર ક્લિક વ્હીલ

કલર ડિસ્પ્લે સાથેનું આઇપોડ એન્ટી-એલાઇઝ્ડ ગ્રાફિક્સ અને ટેક્સ્ટનો ઉપયોગ સ્લાઇડિંગ એનિમેશન સાથે કરે છે. તમામ આઇપોડ (આઇપોડ શફલ અને આઇપોડ ટચ સિવાય) પાંચ બટન ધરાવે છે અને ત્યાર પછીની પેઢીના આઇપોડમાં ક્લિક વ્હીલમાં જ બટન સામેલ હોય છે-તેનાથી નિરંતર, ઓછામાં ઓછા પ્રયાસે ઇન્ટરફેસ મળે છે. આ બટન પાયાના ફંક્શન જેવા કે મેનુ, પ્લે, પોઝ, નેક્સ્ટ ટ્રેક અને પ્રિવિયસ ટ્રેક જેવા કામ કરે છે. મેનુ આઇટમ દ્વારા સ્ક્રોલિંગ અને વોલ્યુમને કન્ટ્રોલ કરવા જેવા કામ ક્લિક વ્હીલને ગોળ ગોળ ફેરવીને કરવામાં આવે છે. આઇપોડ શફલ વાસ્તવિક પ્લેયર પર કોઇ કન્ટ્રોલ ધરાવતું નથી. તેના બદલે તે ઇયરફોન કેબલ પર નાના કન્ટ્રોલ ધરાવે છે જેમાં વોલ્યુમ-અપ અને ડાઉન બટન અને પોઝ/પ્લે, નેક્સ્ટ માટે એક સિંગલ બટન હોય છે.આઇપોડ ટચમાં કોઇ ક્લિક વ્હીલ હોતું નથી, તેની જગ્યાએ 3.5 ઇંચનું ટચ સ્ક્રીન હોય છે જે હોમ બટન, સ્લીપ/ વેક બટન અને (બીજી અને ત્રીજી પેઢીના આઇપોડ ટચ) વોલ્યુમ-અપ અને ડાઉન બટન ઉપરાંત કામ કરે છે. આઇપોડ ટચ માટે યુઝર ઇન્ટરફેસ આઇફોન જેવું જ હોય છે. બંને ડિવાઇસમાં આઇફોન ઓએસનો ઉપયોગ થાય છે.

આઇટ્યુન્સ સ્ટોર

ફેરફાર કરો

આઇટ્યુન્સ સ્ટોર (29 એપ્રિલ 2003થી શરૂ) એક ઓનલાઇન મિડીયા સ્ટોર છે જે એપલ દ્વારા સંચાલિત છે અને આઇટ્યુન્સ મારફત એક્સેસ કરી શકાય છે. કોઇ અન્ય પોર્ટેબલ પ્લેયર ડીઆરએમને સપોર્ટ કરતું નથી તેથી માત્ર આઇપોડ જ આઇટ્યુન્સ સ્ટોરની સંરક્ષિત સામગ્રીનો ઉપયોગ કરી શકે છે. તેને લોન્ચ કરવામાં આવ્યા બાદ સ્ટોર તુરંત માર્કેટમાં અગ્રણી બન્યું હતું[૧૧] અને એપલે 12 ઓક્ટોબર 2005ના રોજ સ્ટોર દ્વારા વિડીયોના વેચાણની જાહેરાત કરી હતી. પૂર્ણ લંબાઇની ફિલ્મો 12 સપ્ટેમ્બર 2006થી ઉપલબ્ધ બની હતી.[૧૨]

ખરીદાયેલી ઓડિયો ફાઇલમાં વધારાના એન્ક્રિપ્શન સાથે AAC ફોર્મેટનો ઉપયોગ થાય છે. એન્ક્રિપ્શન ફેરપ્લે ડીઆરએમ સિસ્ટમ પર આધારિત છે. પાંચ ઓથોરાઇઝ્ડ કોમ્પ્યુટર્સ અને અમર્યાદિત સંખ્યામાં આઇપોડ આ ફાઇલને પ્લે કરી શકે છે. ફાઇલને ઓડિયો સીડી પર બર્ન કરીને અને પછી રિ-કોમ્પ્રેસ કરીને ડીઆરએમ વગર મ્યુઝિક ફાઇલ રચી શકાય છે, જોકે તેનાથી ગુણવત્તા નબળી પડે છે. થર્ડ પાર્ટી સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડીઆરએમને દૂર કરી શકાય છે. જોકે, એપલ સાથેના સોદામાં ઇએમઆઇએ ડીઆરએમને મફતમાં વેચવાનું, આઇટ્યુન્સ સ્ટોર પર ઉચ્ચ ગુણવત્તાના ગીતો આઇટ્યુન્સ પ્લસ કેટેગરીમાં આપવાનું શરૂ કર્યું હતું. સ્વતંત્ર ગીતો 1.29 અમેરિકન ડોલરના ભાવે ઉપલબ્ધ હતા જે રેગ્યુલર ડીઆરએમ ગીતની કિંમત કરતા 30 સેન્ટ વધુ હતા. ત્યારે આખા આલ્બમ એ જ ભાવે ડીઆરએમ એન્કોડેડ આલ્બમ તરીકે 9.99 અમેરિકન ડોલરમાં ઉપલબ્ધ હતા. 17 ઓક્ટોબર 2007ના રોજ એપલે વ્યક્તિગત આઇટ્યુન્સ પ્લસના ગીતનો ભાવ ઘટાડીને 0.99 ડોલર પ્રતિ ગીત કર્યો હતો જે ડીઆરએમ એન્કોડેડ ટ્રેક્સની સમાન હતો. 6 જાન્યુઆરી, 2009ના રોજ એપલે જાહેરાત કરી હતી કે 80 ટકા જેટલા મ્યુઝિક કેટેલોગમાંથી ડીઆરએમ દૂર કરવામાં આવ્યું છે અને એપ્રિલ 2009થી તે દરેક મ્યુઝિકમાંથી દૂર કરવામાં આવશે.

આઇપોડ હરીફ મ્યુઝિક સ્ટોર્સની મ્યુઝિક ફાઇલ પ્લે કરી શકતા નથી જે હરીફ ડીઆરએમ ટેકનોલોજી જેમ કે માઇક્રોસોફ્ટની સંરક્ષિત WMA અથવા રિયલનેટવર્ક્સના હેલિક્સ ડીઆરએમનો ઉપયોગ કરે છે. ઉદાહરણરૂપ સ્ટોર્સમાં નેપસ્ટર અને એમએસએન મ્યુઝિકનો સમાવેશ થાય છે. રિયલનેટવર્કસનો દાવો છે કે એપલ ફેરપ્લે દ્વારા વપરાશકર્તાને આઇટ્યુન્સ સ્ટોરનો ઉપયોગ કરવામાં બાંધી રાખીને પોતાના માટે [૧૩]સમસ્યા પેદા કરી રહ્યું છે. સ્ટીવ જોબ્સે જણાવ્યું છે કે ગીતોના વેચાણથી એપલને બહુ ઓછો નફો થાય છે, જોકે એપલ સ્ટોરનો ઉપયોગ આઇપોડના વેચાણને વધારવા માટે કરે છે.[૧૪] જોકે આઇપોડ ઇમ્યુઝિક અથવા એમી સ્ટ્રીટ જેવા ડીઆરએમનો ઉપયોગ ન કરતા મ્યુઝિક સ્ટોર્સ પરથી પણ મ્યુઝિક ફાઇલ પ્લે કરી શકે છે.

યુનિવર્સલ મ્યુઝિક ગ્રૂપે 3 જુલાઇ 2007ના રોજ આઇટ્યુન્સ મ્યુઝિક સ્ટોર્સ સાથેનો તેને કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરવાનો નિર્ણય લીધો હતો. યુનિવર્સલ હવે ઇચ્છા મુજબની ક્ષમતાએ આઇટ્યુન્સ પૂરી પાડશે.[૧૫]એપલે 5 સપ્ટેમ્બર 2007ના રોજ ધ બીટ ગોઝ ઓન નામે તેની મિડીયા ઇવેન્ટમાં આઇટ્યુન્સ વાઇ-ફાઇ મ્યુઝિક સ્ટોર્સની શરૂઆત કરી હતી. આ સર્વિસથી યુઝર્સ આઇફોન અથવા આઇપોડ ટચ દ્વારા મ્યુઝિક સ્ટોર એક્સેસ કરીને ડિવાઇસ પર સીધા ગીત ડાઉનલોડ કરી શકે છે જે યુઝર્સની આઇટ્યુન્સ લાઇબ્રેરી પર સિન્ક કરી શકાય છે.

આઇપોડના વિવિધ વર્ઝન પર વિડીયો ગેમ્સ રમી શકાય છે. ઓરિજીનલ આઇપોડમાં બ્રિક (અસલમાં એપલના સહ-સ્થાપક સ્ટીવ વોઝનેઇક દ્વારા શોધાયેલ) ગેમ હતી જેમાં ઇસ્ટર એગના છુપા ફિચર્સ હતા. ત્યાર બાદ ફર્મવેર વર્ઝનમાં તેને મેનુ વિકલ્પ તરીકે ઉમેરવામાં આવ્યું હતું. આઇપોડના ત્યાર પછીના વર્ઝનમાં બ્રિક સાથે વધુ ત્રણ ગેમનો ઉમેરો કરવામાં આવ્યો. આ ગેમ હતી પેરાશુટ , સોલિટેર અને મ્યુઝિક ક્વિઝ .

સપ્ટેમ્બર 2006માં આઇટ્યુન્સ સ્ટોરે આઇટ્યુન્સ 7 લોન્ચ કરીને ખરીદવા માટે વધારે ગેમની ઓફર શરૂ કરી. તે આઇપોડ સોફ્ટવેર 1.2 અથવા તે પછીના સોફ્ટવેર માટે પાંચમી પેઢીના આઇપોડ સાથે સુસંગત હતા. આ ગેમ્સ હતી બિજ્વેલ્ડ , ક્યુબિસ 2, માહજોંગ , મિની ગોલ્ફ, પેક-મેન , ટેટ્રિસ , ટેક્સાસ હોલ્ડ ધેમ , વોર્ટેક્સ અને ઝુમા. ત્યાર પછી નવી ગેમ્સ ઉમેરાઇ છે. આ ગેમ્સ વર્તમાન અને તત્કાળ ભૂતકાળની આઇપોડ નેનો અને આઇપોડ ક્લાસિકની પેઢી પર કામ કરે છે.

નેમ્કો, સ્કવેર એનિક્સ, ઇલેક્ટ્રોનિક આર્ટ્સ, સેગા અને હડસન સોફ્ટ જેવી થર્ડ પાર્ટી પણ આઇપોડ માટે ગેમ્સ બનાવતી હોવાથી એપલના MP3 પ્લેયરે વિડીઓ ગેમ હેન્ડહેલ્ડ કોન્સોલ માર્કેટમાં પ્રવેશ માટે વિરાટ કદમ ઉઠાવ્યા છે.ઢાંચો:POV-statement ગેમપ્રો અને ઇજીએમ જેવા વિડીયોગેમ મેગેઝિને પણ કેટલાક સમયથી તેની મોટા ભાગની ગેમ્સનો રિવ્યૂ કરીને તેને રેટિંગ આપ્યું છે.[૧૬]

ગેમ્સ જેપીજી ફાઇલના ફોર્મેટમાં હોય છે જે હકીકતમાં છુપાયેલી ઝિપ આર્કાઇવ્સ હોય છે. જ્યારે અનઝિપ કરવામાં આવે ત્યારે કોમન ઓડિયો અને ઇમેજ ફાઇલ્સ સાથે વગાડવા લાયક ફાઇલ બને છે જેનાથી થર્ડ પાર્ટી ગેમ્સની શક્યતા પેદા થાય છે. એપલે ખાસ આઇપોડને લગતા વિકાસ માટે જાહેરમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ (એસડીકે) રિલીઝ કરી નથી.[૧૭] આઇફોન એસડીકે સાથે બનાવાયેલા એપ્લિકેશન્સ આઇપોડ ટચ અને આઇફોન પર માત્ર આઇફોન ઓએસ સાથે સુસંગત છે જે ક્લિકવ્હીલ આધારીત ગેમ્સ ચલાવી શકતા નથી.

ફાઇલ સ્ટોરેજ અને ટ્રાન્સફર

ફેરફાર કરો

આઇપોડ ટચ સિવાયના તમામ આઇપોડ ડિસ્ક મોડ પર માસ સ્ટોરેજ ડિવાઇસ તરીકે ડેટા ફાઇલ સ્ટોર કરવા માટે કામ કરે છે.[૧૮] જો કોઇ આઇપોડને મેક ઓએસ એક્સ કોમ્પ્યુટર પર ફોર્મેટ કરવામાં આવ્યું હોય તો તે HFS+ ફાઇલ સિસ્ટમ ફોર્મેટનો ઉપયોગ કરે છે. જે મેક કોમ્પ્યુટર માટે બુટ ડિસ્ક તરીકે કામ કરવા દે છે.[૧૯] જો તે વિન્ડોઝ પર ફોર્મેટ કરવામાં આવ્યું હોય તો FAT32 ફોર્મેટનો ઉપયોગ થાય છે. વિન્ડોઝ સુસંગત આઇપોડના આગમન સાથે આઇપોડ લાઇન પર વપરાતી ડિફોલ્ટ ફાઇલ સિસ્ટમ HFS+થી FAT32 થઇ ગઇ. જોકે તેને કોઇ પણ સિસ્ટમમાં રિફોર્મેટ કરી શકાય છે. (આઇફોડ શફલ સિવાય જે સંપૂર્ણપણે FAT32 છે.) સામાન્ય રીતે જો નવું આઇપોડ (આઇપોડ શફલ સિવાય) વિન્ડોઝ પર ચાલતા કોમ્પ્યુટર સાથે જોડવામાં આવે તો તે FAT32 સાથે ફોર્મેટ થશે અને શરૂઆતમાં જો મેક ઓએસ એક્સ પર ચાલતા મેક સાથે જોડવામાં આવે તો તે HFS+ સાથે ફોર્મેટ થશે.[૨૦]

અન્ય ઘણા MP3 પ્લેયર્સથી વિપરીત સામાન્ય ફાઇલ મેનેજમેન્ટ એપ્લિકેશનથી ડ્રાઇવ પર ઓડિયો કે વિડીયો ફાઇલ કોપી કરવાથી આઇપોડ તેને યોગ્ય રીતે એક્સેસ નહીં કરી શકે. યુઝરે ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો પડશે જે મિડીયા ફાઇલને આઇપોડ પર ટ્રાન્સફર કરવા માટે બનાવાયેલા છે જેથી તે ફાઇલ પ્લે કરી શકાય અને જોઇ શકાય. સામાન્ય રીતે આઇપોડ પર મિડીયા ટ્રાન્સફર કરવા માટે આઇટ્યુન્સનો ઉપયોગ થાય છે. જોકે કેટલાક વૈકલ્પિક થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ પણ વિવિધ પ્લેટફોર્મ પર હાજર છે.

આઇટ્યુન્સ 7 અને તેનાથી ઉપરની આવૃતિ આઇટ્યુન્સ સ્ટોર પરથી ખરીદાયેલા મિડીયાને આઇપોડ પરથી કોમ્પ્યુટર પર ટ્રાન્સફર કરી શકે છે. જોકે, તેમાં ડીઆરએમ સંરક્ષિત કમ્પ્યુટર તેને પ્લે કરવા માટે અધિકૃત હોવું જોઇએ. આઇપોડ પર મિડીયા ફાઇલ્સને છુપા ફોલ્ડરમાં રાખવામાં આવે છે જેની સાથે પ્રોપરાઇટરી ડેટાબેઝ ફાઇલ હોય છે. છુપી ફાઇલને ખુલ્લી કરીને હોસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા છુપી સામગ્રીને એક્સેસ કરી શકાય છે. ત્યાર બાદ ફાઇલ અથવા ફોલ્ડરને આઇપોડ પરથી કોપી કરીને મિડીયા ફાઇલ્સને મેન્યુઅલી રિકવર કરી શકાય છે. ઘણા થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ પણ આઇપોડ પરથી મિડીયા ફાઇલને સરળતાથી કોપી કરવાની છૂટ આપે છે.

હાર્ડવેર

ફેરફાર કરો
ચિપસેટ અને ઇલેક્ટ્રોનિક્સ
ચિપસેટ અથવા ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ ક્મ્પોનન્ટ્સ
માઇક્રોકન્ટ્રોલર આઇપોડ ક્લાસિક પ્રથમથી ત્રીજી પેઢી બે ARM 7TDMI આધારિત સીપીયુ 90 MHz પર સંચાલિત
આઇપોડ ક્લાસિક ચોથી અને પાંચમી પેઢી, આઇપોડ મિની, આઇપોડ નેનો પ્રથમ પેઢી વેરિયેબલ સ્પીડ ARM 7TDMI સીપીયુ, બેટરી બચાવવા માટે મહત્તમ 80 MHz પર સંચાલિત
આઇપોડ નેનો બીજી પેઢી એઆરએમ પ્રોસેસર આધારિત ચિપ આધારિત સેમસંગ સિસ્ટમ[૨૧][૨૨]
આઇપોડ શફલ પ્રથમ પેઢી સિગ્મા ટેલ ચિપ જે મ્યુઝિક અને સર્કીટરી પર ચાલે છે.[૨૩]
ઓડિઓ ચિપ તમામ આઇપોડ (આઇપોડ શફલ, 6G ક્લાસિક અને 2G ટચ સિવાય)[૨૪] વુલ્ફસન માઇક્રોઇલેક્ટ્રોનિક્સ દ્વારા વિકસીત ઓડિયો કોડેક્સ
છઠ્ઠી પેઢીનું આઇપોડ ક્લાસિક સાઇરસ લોજિક ઓડિયો કોડેક ચિપ
સ્ટોરેજ મિડીયમ આઇપોડ ક્લાસિક 45.7 એમએમ હાર્ડ ડ્રાઈવ્સ (એટીએ-૬, 4200 આરપીએમ, ટોશિબા દ્વારા ઉત્પાદિત પ્રોપરાઇટરી કનેક્ટર્સ સાથે)
આઇપોડ મિની 25.4 એમએમ (૧ ઇંચ) માઇક્રોડ્રાઇવ હિટાચી અથવા સિગેટની
આઇપોડ નેનો સેમસંગ, તોશિબા અને અન્ય કંપનીની ફલેશ મેમરી
આઇપોડ શફલ અને ટચ ફ્લેશ મેમરી
બેટરી પ્રથમ અને બીજી પેઢીનું આઇપોડ ક્લાસિક, શફલ ઇન્ટરનલ લિથિયમ પોલીમર બેટરી
આઇપોડ ક્લાસિક 3Gથી આગળ, આઇપોડ મિની, આઇપોડ નેનો, આઇપોડ ટચ ઇન્ટરનલ લિથીયમ આયોન બેટરી
ડિસ્પ્લે આઇપોડ નેનો
આઇપોડ ક્લાસિક
આઇપોડ ટચ
 
ચાર આઇપોડ વોલ ચાર્જ, ફાયરવાયર (ડાબે) અને યુએસબી કનેક્ટટર (જમણે)ની સાથે, જે આઇપોડને કોમ્પ્યુટર વગર પણ ચાર્જ થવાની સુવિધા આપે છે.

અસલમાં હોસ્ટ કોમ્પ્યુટર સાથે ફાયરવાયર કનેક્શનનો ઉપયોગ ગીતને અપડેટ કરવા અથવા બેટરી રિચાર્જ કરવા માટે થતો હતો. બેટરીને પાવર એડેપ્ટરની મદદથી પણ ચાર્જ કરી શકાતી હતી જે પ્રથમ ચાર પેઢીના આઇપોડ સાથે આપવામાં આવતું હતું. ત્રીજી પેઢીમાં 30 પિન ડોક કનેક્ટરનો સમાવેશ થવા લાગ્યો હતો તેનાથી ફાયરવાયર અથવા યુએસબી કનેક્ટિવીટી મળવા લાગી. તેનાથી નોન-એપલ મશીન સાથે વધુ સારી સુસંગતતા ઉપલબ્ધ થઇ કારણ કે મોટા ભાગના મશીનમાં તે સમયે ફાયરવાયર પોર્ટ ન હતા. અંતમાં એપલે ફાયરવાયરના બદલે યુએસબી સાથેના આઇપોડ બહાર પાડવાનું શરૂ કર્યું, જોકે ફાયરવાયર અલગથી ઉપલબ્ધ હતા. પ્રથમ પેઢીના આઇપોડ નેનો અને પાંચમી પેઢીના આઇપોડ ક્લાસિકની જેમ એપલે ખર્ચ અને ફોર્મ ફેક્ટર ધટાડવા માટે ડેટા ટ્રાન્સફર માટે ફાયરવાયરનો ઉપયોગ કરવાનું બંધ કર્યું. (ડિવાઇસને ચાર્જ કરવા માટે ફાયરવાયરનો ઉપયોગ કરવાની છૂટ ચાલુ હતી.) બીજી પેઢીના આઇપોડ ટચ અને ચોથી પેઢીના આઇપોડ નેનોમાં ફાયરવાયરની ચાર્જિંગ સુવિધા દૂર કરવામાં આવી છે. બીજી અને ત્રીજી પેઢીના આઇપોડ શફલમાં સિંગલ 3.5 એમએમના જેકનો ઉપયોગ થાય છે જે હેડફોન જેક તથા ડોક માટે ડેટા પોર્ટ તરીકે કામ કરે છે.

ડોક કનેક્ટરની મદદથી આઇપોડ એક્સેસરીઝ સાથે જોડાઇ શકતા હતા જે ઘણી વખત આઇપોડના મ્યુઝિક, વિડીયો અને ફોટો પ્લેબેક માટે પૂરક બનતા હતા. એપલ કેટલીક એક્સેસરીઝ, જેમ કે હવે બંધ કરવામાં આવેલું આઇપોડ હાઇ-ફાઇ વેચે છે, પરંતુ મોટા ભાગના થર્ડ પાર્ટી જેવી કે બેલ્કિન અને ગ્રિફીન દ્વારા ઉત્પાદિત છે. કેટલીક સામગ્રી તેનું પોતાનું ઇન્ટરફેસ વાપરે છે જ્યારે બીજા અમુક આઇપોડની પોતાની સ્ક્રિનનો ઉપયોગ કરે છે. ડોક કનેક્ટર પ્રોપરાઇટરી ઇન્ટરફેસ હોવાથી ઇન્ટરફેસનો અમલ કરવા માટે એપલને રોયલ્ટી ચુકવવી પડે છે.[૨૫]

એકસેસરીઝ

ફેરફાર કરો

આઇપોડ લાઇન માટે ઘણી એક્સેસરીઝ બનાવવામાં આવી છે. મોટા ભાગનું ઉત્પાદન થર્ડ પાર્ટી કંપનીઓ દ્વારા થાય છે જોકે તાજેતરના આઇપોડ હાઇ-ફાઇનું ઉત્પાદન એપલ દ્વારા થાય છે. આ માર્કેટને ઘણી વખત આઇપોડ ઇકોસિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે.[48] કેટલીક એક્સેસરીઝમાં વધારાના ફિચર્સ ઉમેરવામાં આવે છે જે અન્ય મ્યુઝિક પ્લેયરમાં હોય છે જેમ કે સાઉન્ડ રેકોર્ડર્સ, એફએમ રેડિયો ટ્યુનર્સ, વાયર્ડ રિમોટ કન્ટ્રોલ અને ટીવી કનેક્શન માટે ઓડિયો-વિડીયો કેબલ વગેરે. અન્ય એક્સેસરીઝમાં વિશિષ્ટ ફિચર્સ જેમ કે નાઇકી આઇપોડ + પીડોમીટર અને આઇપોડ કેમેરા કનેક્ટરનો સમાવેશ થાય છે. અન્ય નોંધપાત્ર એક્સેસરીઝમાં એક્સટર્નલ સ્પીકર્સ, વાયરલેસ રિમોટ કન્ટ્રોલ, રક્ષણાત્મક કેસીસ / ફિલ્મસ અને વાયરલેસ ઇયરફોન્સનો સમાવેશ થાય છે.[૨૬] પ્રથમ એક્સેસરીઝ ઉત્પાદકોમાં ગ્રિફીન ટેકનોલોજી, બેલ્કિન, જેબીએલ, બોસ, મોનસ્ટર કેબલ અને સેન્ડસ્ટેશન સામેલ છે.

 
આઇપોડ ઇયરફોનની બે ડિઝાઇનવર્તમાન વર્ઝન જમણી બાજુ દર્શાવવામાં આવ્યું છે

બીએમડબલ્યુએ પ્રથમ આઇપોડ ઓટોમોબાઇલ ઇન્ટરફેસ [૨૭] રજૂ કર્યું હતું જેનાથી નવા બીએમડબલ્યુ વાહનોના ચાલકો બિલ્ટ ઇન સ્ટિયરીંગ વ્હીલ કન્ટ્રોલ અથવા રેડિયો હેડ યુનિટ બટનનો ઉપયોગ કરીને આઇપોડને કન્ટ્રોલ કરી શકતા હતા. એપલે 2005માં જાહેરાત કરી હતી કે અન્ય વ્હીકલ બ્રાન્ડ માટે પણ આવી સિસ્ટમ ઉપલબ્ધ હશે. તેમાં મર્સિડીઝ-બેન્ઝ,[૨૮]વોલ્વો,[૨૯] નિસાન, ટોયોટા,[૩૦] આલ્ફા રોમિયો, ફેરારી,[૩૧] એક્યુરા, ઓડી, હોન્ડા,[૩૨] રેનો, ઇન્ફીનીટી [૩૩] અને ફોક્સવેગન[૩૪]નો સમાવેશ થાય છે. સ્કિયોન તેની તમામ કાર માટે સ્ટાન્ડર્ડ આઇપોડ કનેક્ટિવીટી ઓફર કરે છે.

જેવીસી, પાયોનિયર, કેનવૂડ, એલ્પાઇન, સોની અને હર્મન કાર્ડોન જેવા કેટલાક સ્વતંત્ર સ્ટીરીયો ઉત્પાદકો ખાસ આઇપોડલક્ષી ઇન્ટીગ્રેશન સોલ્યુશન્સ ધરાવે છે. વૈકલ્પિક કનેક્શન મેથડમાં એડેપ્ટર કિટ્સ (જે કેસેટ ડેક અથવા સીડી ચેન્જર પોર્ટનો ઉપયોગ કરે છે) ઓડિયો ઇનપુટ જેક અને એફએમ ટ્રાન્સમિટર્સ જેમ કે આઇટ્રીપનો ઉપયોગ કરે છે. જોકે, અમુક દેશમાં અંગત એફએમ ટ્રાન્સમિટર્સ ગેરકાયદે છે. ઘણા કાર ઉત્પાદકોએ ઓડિયો ઇનપુટ જેકને સ્ટાન્ડર્ડ તરીકે સમાવ્યા છે.[૩૫]

2007ના મધ્યથી શરૂઆતમાં ચાર મોટી એરલાઇન્સ, યુનાઇટેડ, કોન્ટિનેન્ટલ, ડેલ્ટા અને એમિરાતે આઇપોડ સિટ કનેક્શન માટે કરાર કર્યા હતા. ફ્રી સર્વિસના કારણે પ્રવાસીઓ આઇપોડને પાવર અને ચાર્જ કરી શકશે તથા વ્યકિતગત સીટ બેલ્ટ ડિસ્પ્લે પર વિડીયો અને મ્યુઝિક લાઇબ્રેરી જોઇ શકશે.[59] [૩૬]અસલમાં કેએલએમ અને એરફ્રાન્સ, એપલ સાતેના સોદાનો હિસ્સો હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ ત્યાર બાદ તેણે સ્પષ્ટતા કરી હતી કે તે માત્ર આવી સિસ્ટમ સમાવવાની શક્યતા વિશે વિચારણા કરી રહ્યા હતા.[૩૭]

ઓડિયો કામગીરી

ફેરફાર કરો

ત્રીજી પેઢીના આઇપોડમાં બાસ રિસ્પોન્સ નબળો હતો જે ઓડિયો ટેસ્ટમાં સાબિત થયું હતું.[૩૮][૩૯] નાના કદના ડીસી-બ્લોકિંગ કેપેસિટર્સ અને મોટા ભાગના કન્ઝ્યુમર હેડફોન્સમાં હાઇ પાસ ફિલ્ટર માટે નીચા ઇમ્પિડન્સના સંયોજનના કારણે નીચી આવૃતિ પર બાસ આઉટપુટને અસર થતી હતી. ચોથી પેઢીના આઇપોડમાં પણ એવા જ કેપસિટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.[૪૦] હાઇ ઇમ્પિડન્સ હેડફોનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે સમસ્યા દૂર થતી હતી. બાહ્ય હેડફોન એમ્પલિફાયર જેવા હાઇ-ઇમ્પિડન્સ (લાઇન લેવલ) લોડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આ ખામી સાવ ઢંકાઇ જાય છે. પ્રથમ પેઢીના આઇપોડ શફલમાં સિંગલ કેપેસિટર કપલ્ડ આઉટપુટની જગ્યાએ ડ્યુઅલ ટ્રાન્ઝિસ્ટર આઉટપુટ સ્ટેજનો ઉપયોગ થાય છે[૩૮] જે કોઇ લોડથી નબળા બાસ રિસ્પોન્સ આપતો નથી.

પાંચમી પેઢીના આઇપોડ પછી એપલે નબળી અવાજ ગુણવત્તાની સમસ્યાના ઉકેલ માટે યુઝર-કન્ફીગરેબલ વોલ્યુમ લિમીટ આપવાનું શરૂ કર્યું હતું.[૪૧] યુઝર્સના અહેવાલ પ્રમાણે છઠ્ઠી પેઢીના આઇપોડમાં મહત્તમ વોલ્યુમ આઉટપુટ લેવલ ઇયુ માર્કેટ માટે 100dB સુધી મર્યાદિત છે. એપલે અગાઉ ફ્રાન્સમાં આઇપોડને વેચાણમાંથી પાછા ખેંચી લીધા હતા.[૪૨]

પેટન્ટના વિવાદ

ફેરફાર કરો

2005માં એપલ સામે આઇપોડ લાઇન અને તેની સાથે જોડાયેલી ટેકનોલોજી દ્વારા પેટન્ટનો ભંગ કરવાના બે કેસ દાખલ થયા હતા.[૪૩] એડવાન્સ્ડ ઓડિયો ડિવાઇસીસે દાવો કર્યો હતો કે આઇપોડ લાઇને મ્યુઝિક જ્યુકબોક્સની તેની પેટન્ટનો ભંગ કર્યો છે.[૪૪] જ્યારે હોંગ કોંગ સ્થિત આઇપી પોર્ટફોલિયો કંપની પેટ રાઇટ્સે એક કેસ દાખલ કરીને દાવો કર્યો હતો કે એપલની ફેરપ્લે ટેકનોલોજીએ સંશોધનકાર હો કિઊંગ ત્સેને અપાયેલી પેટન્ટનો ભંગ કરે છે.[૪૫] આ કેસમાં સોની, રિયલનેટવર્ક્સ, નેપસ્ટર અને મ્યુઝિકમેચના ઓનલાઇન સ્ટોર્સને બચાવ પક્ષમાં સામેલ કરવામાં આવ્યા છે.[૪૬]

યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસમાં એપલે રોટેશનલ યુઝર ઇનપુટ્સ[૪૭] માટે અરજી કરી હતી જે આઇપોડના ઇન્ટરફેસ તરીકે ઉપયોગમાં લેવાય છે. 2005માં તેને ત્રીજી વખત નોન-ફાઇનલ રિજેક્શન (એનએફઆર) મળ્યું હતું. ઓગસ્ટ 2005માં જ એમપીથ્રી પ્લેયર માર્કેટમાં એશિયાની મુખ્ય હરીફ કંપની ક્રિએટિવ ટેકનોલોજીએ જાહેરાત કરી હતી કે તે આઇપોડ લાઇનમાં મ્યુઝિક સિલેક્શન ઇન્ટરફેસમાં વપરાતી ટેકનોલોજી માટે પેટન્ટ[૪૮] ધરાવે છે જેને તેણે ઝેન પેટન્ટ ગણાવી હતી જે તેને 9 ઓગસ્ટ, 2005ના રોજ મળી હતી.[૪૯] 15 મે, 2006ના રોજ ક્રિએટિવે એપલ સામે યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રીક્ટ કોર્ટ ફોર ધ નધર્ન ડિસ્ટ્રીક્ટ ઓફ કેલિફોર્નિયામાં કેસ દાખલ કર્યો હતો. ક્રિએટિવે યુનાઇડેટ સ્ટેટ્સ ઇન્ટરનેશન ટ્રેડ કમિશનને એ બાબતની તપાસ કરવા પણ જણાવ્યું હતું કે અમેરિકામાં આઇપોડની આયાત કરીને એપલ અમેરિકાના વ્યાપારી કાયદાનો ભંગ કરે છે કે કેમ.[૫૦]

24 ઓગસ્ટ 2006ના દિવસે એપલ અને ક્રિએટિવે તેના વૈશ્વિક વિવાદોનો અંત લાવવા માટે સમધાનની યોજના જાહેર કરી હતી. તે મુજબ એપલ ક્રિએટિવને પેઇડ અપ લાઇસન્સ માટે 10 કરોડ અમેરિકન ડોલર ચુકવશે અને એપલની તમામ પ્રોડક્ટમાં ક્રિએટિવને અપાયેલી પેટન્ટનો ઉપયોગ કરશે. કરાર પ્રમાણે ક્રિએટિવ પેટન્ટના લાઇસન્સિંગમાં સફળ રહેશે તો એપલ ચુકવણીનો અમુક હિસ્સો પાછો મેળવશે. ક્રિએટિવે ત્યાર બાદ મેઇડ ફોર આઇપોડ કાર્યક્રમમાં જોડાઇને આઇપોડ એક્સેસરિઝના ઉત્પાદનની યોજના જાહેર કરી હતી.[૫૧]

 
આઇપોડનું ત્રિમાસિક વેચાણડેટા અને સોર્સના ટેબલ માટે ક્લિક કરો.ઉલ્લેખનીય છે કે Q1 અગાઉના વર્ષનો ઓક્ટોબરથી ડિસેમ્બરનો સમયગાળો છે જે હોલીડે સીઝન હતી

ઓક્ટોબર 2004થી આઇપોડ લાઇન અમેરિકામાં ડિઝીટલ મ્યુઝિક પ્લેયરના વેચાણમાં છવાયેલી રહી છે જેણે હાર્ડ ડ્રાઇવ આધારિત પ્લેયર્સનું 90 ટકા માર્કેટ અને તમામ પ્રકારના પ્લેયર્સનું 70 ટકા માર્કેટ મેળવ્યું છે.[૫૨] જાન્યુઆરી 2004થી જાન્યુઆરી 2005 સુધીના વર્ષ દરમિયાન વેચાણના ઊંચા દરના કારણે અમેરિકન માર્કેટ હિસ્સો 31 ટકાથી વધીને 65 ટકા થયો હતો. જુલાઇ 2005માં આ બજાર હિસ્સો 74 ટકા હોવાનો અંદાજ હતો. બ્લૂમબર્ગ ઓનલાઇનના અહેવાલ પ્રમાણે જાન્યુઆરી 2007માં આઇપોડનો બજાર હિસ્સો 72.7 ટકા હતો.

આઇપોડ મિની રિલીઝ કરવાના કારણે આ સફળતાને સુદ્રઢ બનાવવામાં મદદ મળી જે એવા સમયે થઇ હતી જ્યારે એક સમયે ફ્લેશ આધારિત મ્યુઝિક પ્લેયર્સ પ્રભુત્વ ધરાવતા હતા.[81] 8 જાન્યુઆરી 2004ના રોજ હ્યુલેટ-પેકાર્ડ (એચપી)એ જાહેરાત કરી હતી કે તેઓ એપલ સાથે લાઇસન્સના કરાર હેઠળ એચપી બ્રાન્ડના આઇપોડનું વેચાણ કરશે. વોલ-માર્ટ સહિત કેટલીક નવી રિટેલ ચેઇન વિકસાવવામાં આવી હતી અને આ આઇપોડ અંતે તમામ આઇપોડના કુલ વેચાણમાં 5 ટકા હિસ્સો ધરાવતા હતા. જુલાઇ 2005માં એચપીએ એપલ દ્વારા લાગુ પાડવામાં આવેલી મુશ્કેલ શરતોના કારણે આઇપોડ્સનું વેચાણ કરવાનું બંધ કરી દીધું હતું.[૫૩]

જાન્યુઆરી 2007માં એપલે 7.1 અબજ ડોલરની વિક્રમ ત્રિમાસિક આવક નોંધાવી હતી જેમાંથી 48 ટકા આવક આઇપોડના વેચાણને આભારી હતી.[૫૪]

9 એપ્રિલ 2007ના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે એપલે 10 કરોડ આઇપોડના વેચાણનો આંક પાર પાડ્યો છે જે સાથે તે અત્યાર સુધીમાં સૌથી વધુ વેચાયેલું મ્યુઝિક પ્લેયર બન્યું હતું. એપ્રિલ 2007માં એપલે બીજા ત્રિમાસિક ગાળા માટે 5.2 અબજ ડોલરની આવક નોંધાવી હતી જેમાં આઇપોડના વેચાણથી મળેલી આવકનો હિસ્સો 32 ટકા હતો.[૫૫] એપલ અને ઉદ્યોગના કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આઇપોડના યુઝર્સ એપલની અન્ય પ્રોડક્ટ્સ જેમ કે મેક કોમ્પ્યુટર્સ ખરીદે તેવી શક્યતા છે.[૫૬]

5 સપ્ટેમ્બર 2007ના રોજ બીટ ગોઝ ઓન કાર્યક્રમ દરમિયાન એપલે જાહેરાત કરી હતી કે તેની આઇપોડ લાઇનનું વેચાણ 11 કરોડ યુનિટનો આંકડો વટાવી ગયું છે.

22 ઓક્ટોબર 2007ના દિવસે એપલે 5.22 અબજ અમેરિકન ડોલરની ત્રિમાસિક આવક નોંધાવી હતી જેમાંથી 30.69 ટકા હિસ્સો એપલ નોટબુકના વેચાણનો હતો, 19.22 ટકા હિસ્સો ડેસ્કટોપના વેચાણનો અને 26 ટકા હિસ્સો આઇપોડના વેચાણનો હતો. એપલની વર્ષ 2007ની આવક વધીને 24.01 અબજ અમેરિકન ડોલર થઇ હતી જેમાં 3.5 અબજ ડોલરનો નફો હતો. 2007ના વર્ષના અંતે એપલ પાસે 15.4 અબજ ડોલરની રોકડ હતી અને કોઇ દેવું ન હતું.[૫૭]

22 જાન્યુઆરી 2008ના રોજ એપલે તેના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ ત્રિમાસિક આવક અને અર્નિંગ દર્શાવી હતી. એપલે 9.6 અબજ ડોલરની આવક અને 1.58 અબજ ડોલરનો ચોખ્ખો ત્રિમાસિક નફો નોંધાવ્યો હતો. 2008ના પ્રથમ રાજકોષીય ત્રિમાસિક ગાળામાં એપલની 42 ટકા આવક આઇપોડના વેચાણ મારફત મળી હતી, 21 ટકા આવક નોટબુકના વેચાણથી અને 16 ટકા આવક ડેસ્કટોપના વેચાણથી મળી હતી.[૫૮]

21 ઓક્ટોબર 2008ના રોજ એપલે જાહેરાત કરી હતી કે 2008ના ચોથા ત્રિમાસિક ગાળાની કુલ આવકનો માત્ર 14.21 ટકા હિસ્સો આઇપોડમાંથી આવ્યો હતો.[૫૯]. 9 સપ્ટેમ્બર, 2009ના એપલ ઇવન્ટ ખાતે મુખ્ય પ્રવચન આપતા ફિલ સ્કીલરે જાહેરાત કરી હતી કે આઇપોડનું અત્યાર સુધીનું કુલ વેચાણ 22 કરોડનો આંક વટાવી ગયું છે.[૬૦]

ઉદ્યોગ પર અસર

ફેરફાર કરો

આઇપોડને કેટલાક એવોર્ડ મળ્યા છે જેમાં ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ[૬૧]થી લઇને સૌથી વૈવિધ્ય ધરાવતી ઓડિયો પ્રોડક્ટ[૬૨] અને 2006ની ચાર શ્રેષ્ઠ કોમ્પ્યુટર પ્રોડક્ટ[૬૩]નો સમાવેશ થાય છે. આઇપોડને ઘણી વખત તેની તરફેણમાં રિવ્યુ મળ્યા છે. લૂકના વખાણ થયા છે, સારી ડિઝાઇન અને સરળ ઉપયોગ બદલ વખાણવામાં આવ્યું છે. પીસી વર્લ્ડના જણાવ્યા પ્રમાણે આઇપોડ લાઇને પોર્ટેબલ ઓડિયો પ્લેયર્સના ક્ષેત્રનું ચિત્ર બદલી નાખ્યું છે.[૬૨] કેટલાક ઉદ્યોગ આઇપોડ લાઇન તથા એએસી ઓડિયો ફોર્મેટ સાથે વધુ સારી રીતે કામ કરવા માટે તેમની પ્રોડક્ટ લાઇનમાં સુધારા કરી રહ્યા છે. તેના ઉદાહરણમાં સીડી કોપી પ્રોટેક્શન સ્કીમ[૬૪] અને મોબાઇલ ફોન સામેલ છે જેમ કે સોની એરિક્સન અને નોકિયાના મોબાઇલ ફોન જે ડબલ્યુએમએની સરખામણીમાં એએસી ફાઇલ પ્લે કરે છે.

મનોરંજનના સન્માનજનક ઉપકરણની પ્રતિષ્ઠા મેળવવા ઉપરાંત આઇપોડને બિઝનેસ ડિવાઇસ તરીકે પણ સ્વીકૃતિ મળી છે. સરકારી વિભાગો, મોટી સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આઇપોડને બિઝનેસ કમ્યુનિકેશન અને તાલીમ માટેના ડિલીવરી મિકેનિઝમમાં ફેરવી નાખ્યું છે જેમાં ગ્લાસગ્લો, સ્કોટલેન્ડની રોયલ અને વેસ્ટર્ન ઇન્ફર્મરીઝનો સમાવેશ થાય છે જયાં આઇપોડનો ઉપયોગ નવા સ્ટાફને તાલીમ આપવા માટે થાય છે.[૬૫]

આઇપોડે શિક્ષણમાં ઉપયોગ માટે પણ પ્રતિષ્ઠા મેળવી છે. એપલ તેની વેબસાઇટ પર આઇપોડના શૈક્ષણિક ઉપયોગ વિશે વધારે માહિતી આપે છે.[98] તેમાં લેસન પ્લાન શામેલ હોય છે. નર્સીંગ શિક્ષણના[૬૬] ક્ષેત્રમાં થતા સંશોધન અને કે-16 શિક્ષણમાં તેનો વધુ ઉપયોગ થાય છે.[૬૭] ડ્યુક યુનિવર્સિટીએ 2004ની પાનખરમાં તમામ નવા લોકોને આઇપોડ આપ્યા હતા અને અમુક સુધારા સાથે આજે પણ આઇપોડ પ્રોગ્રામ ચાલુ છે.[૬૮]

બેટરીની સમસ્યા

ફેરફાર કરો

આઇપોડની જાહેરખબરમાં દાવો કરવામાં આવતા બેટરીના આયુષ્ટ કરતા વાસ્તવિક આયુષ્ય ઓછું હોય છે. દાખલા તરીકે પાંચમી પેઢીના આઇપોડ 30 જીબીના આઇપોડમાં 14 કલાકના મ્યુઝિક પ્લેબેકનો દાવો જાહેરખબરમાં કરવામાં આવે છે. પરંતુ MP3.comના અહેવાલ પ્રમાણે વાસ્તવમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તે અશક્ય છે. MP3.comના લેખકે જણાવ્યું છે કે આઇપોડ પર તે સરેરાશ 8 કલાક કરતા ઓછા સમય સુધી પ્લેબેક મેળવી શકે છે.[૬૯] 2003માં એપલ સામે ક્લાસ એક્શન કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ફરિયાદ કરવામાં આવી હતી કે દાવાની સરખામણીમાં બેટરી ઓછા સમય સુધી ચાર્જ રહે છે અને સમયાંતરે બેટરી ઉતરવા લાગે છે.[૭૦] વ્યકિતગત ગ્રાહકોને 50 ડોલરની સ્ટોર ક્રેડિટ આપીને અથવા બેટરી બદલાવી આપીને કેસનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.[૭૧]

આઇપોડની બેટરી એવી રીતે ડિઝાઇન કરવામાં નથી આવી જેને યુઝર દ્વારા દૂર કરી શકાય અથવા બદલી શકાય. જોકે, આઇપોડની બેટરી બદલવા માટેના થર્ડ પાર્ટી વેન્ડર્સ દ્વારા અપાયેલી સૂચનાનો ઉપયોગ કરીને કેટલાક યુઝર્સ પોતાની જાતે કેસ ખોલવામાં સફળ રહ્યા છે. આ સમસ્યા વધારતા એપલે શરૂઆતમાં વપરાયેલી બેટરી બદલી આપવાનો ઇનકાર કર્યો હતો. સત્તાવાર નીતિ પ્રમાણે ગ્રાહકે સુધારેલું રિપ્લેસમેન્ટ આઇપોડ ખરીદી લેવું જોઇએ જેનો ખર્ચ નવા આઇપોડ જેટલો જ હતો. લિથીયમ આયોન બેટરી તેના જીવનકાળ દરમિયાન તેની ક્ષમતા ગુમાવતી હતી[૭૨](બેટરીના લાંબા આયુષ્ય માટે માર્ગદર્શિકા આપવામાં આવી હતી.) જેના કારણે થર્ડ પાર્ટી બેટરી રિપ્લેસમેન્ટ કિટ માટે માર્કેટ સર્જાયું હતું.

એપલે 14 નવેમ્બર 2003ના રોજ બેટરી રિપ્લેસમેન્ટ કાર્યક્રમની જાહેરાત કરી હતી.[૭૩] જે નિસ્ટેટ બ્રધર્સના હાઇ પબ્લિસીટી સ્ટંટ અને વેબસાઇટના એક સપ્તાહ અગાઉ કરવામાં આવી હતી.[૭૪] પ્રારંભિક ખર્ચ 99 ડોલર હતો.[૭૫] જે 2005માં ઘટાડીને 59 ડોલર કરવામાં આવ્યો હતો. એક સપ્તાહ પછી એપલે 59 ડોલરના બદલામાં વધારાની આઇપોડ વોરંટી ઓફર કરવાનું શરૂ કર્યું હતું.[૭૬] આઇપોડ નેનો માટે સોલ્ડરિંગ ટૂલ્સની જરૂર પડે છે કારણ કે બેટરીને મેઇન બોર્ડ સાથે સોલ્ડર કરવામાં આવી હોય છે. પાંચમી પેઢીના આઇપોડમાં બેટરીને એધેસિવ દ્વારા બેકપ્લેટ સાથે જોડવામાં આવી હોય છે.[૭૭][૭૮]

વિશ્વસનીયતા અને ટકાઉપણું

ફેરફાર કરો

ટૂંકા આયુષ્ય અને તુરંત નુકસાન પામે તેવી હાર્ડ ડ્રાઇવના કારણે આઇપોડની ટીકા થઇ છે. 2005માં મેકઇનટચ વેબસાઇટ દ્વારા કરવામાં આવેલા સરવેમાં જાણવા મળ્યું હતું કે આઇપોડ લાઇનમાં એવરેજ નિષ્ફળતાનો દર 13.7 ટકા જેટલો છે. (જોકે, તેમણે નોંધ મૂકી હતી કે પ્રતિભાવકોની ટીપ્પણી દર્શાવે છે કે આઇપોડ ફેલ્યોરનો વાસ્તવિક દર ધારણા કરતા નીચો હોઇ શકે છે). તેમાં એવો નિષ્કર્ષ નીકળ્યો હતો કે કેટલાક મોડલ બીજા મોડલની સરખામણીમાં વધારે ટકાઉ છે.[૭૯] ખાસ કરીને હાર્ડ ડ્રાઇવના કારણે આઇપોડ ખરાબ થઇ જવાનો દર 20 ટકા કરતા ઊંચો હતો જ્યારે ફ્લેશ મેમરી ખરાબ થઇ જવાનું પ્રમાણ 10 ટકા કરતા ઓછું હતું. તે દર્શાવે છે કે હાર્ડ ડ્રાઇવ એટલી ટકાઉ ન હતી. 2005ના અંતમાં પ્રથમ પેઢીના આઇપોડ નેનનોના ઇન્ટરફેસ પર સરળતાથી ઘસરકા પડી શકે છે તેથી થોડા જ સમયમાં સ્ક્રિન બીન ઉપયોગી બની જાય છે.[૮૦][૮૧] આ વિશે ક્લાસ એક્શન કેસ પણ દાખલ કરાયો હતો.[૮૨] એપલે શરૂઆતમાં આ મુદ્દાને ઓછા મહત્વનો ગણાવ્યો હતો, પરંતુ પછી ઇન્ટરફેસને રક્ષણ આપતા સ્લીવ્સ સાથે તેનું વેચાણ શરૂ કર્યું હતું.

કામદારોના શોષણનો આરોપ

ફેરફાર કરો

11 જૂન 2006ના રોજ બ્રિટીશ ટેબ્લોઇડ ધ મેઇલ ઓન સન્ડે એ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે આઇપોડનું ઉત્પાદન મુખ્યત્વે એવા કામદારો દ્વારા કરવામાં આવે છે જેમને દર મહિને 50 ડોલરથી વધુ મળતા નથી અને તેઓ 15 કલાકની શિફ્ટમાં કામ કરે છે.[૮૩] એપલે સ્વતંત્ર ઓડિટર્સ પાસે કેસની તપાસ કરાવી અને જાણવા મળ્યું કે કામદારોને લગતા કેટલાક મુદ્દા એપલની આચાર સંહિતાનું પાલન કરે છે. પરંતુ બીજા કેટલાકમાં તેનું પાલન થતું નથી. 35 ટકા કિસ્સામાં કર્મચારીઓ સપ્તાહમાં 60 કલાક કરતા વધુ કામ કરતા હતા જ્યારે 25 ટકા કિસ્સામાં તેઓ સતત છ દિવસ કરતા વધુ સમય સુધી કામ કરતા હતા.[૮૪]

એપલના ઉત્પાદક ફોક્સકોને કર્મચારીના શોષણની વાત શરૂઆતમાં નકારી કાઢી હતી.[૮૫] પરંતુ એપલની એક ઓડિટર ટીમને જાણવા મળ્યું કે ચાઇનીઝ કાયદા હેઠળ અપાતી મંજૂરી કરતા કામદારો વધુ કલાકો સુધી કામ કરે છે ત્યારે તેમણે આચારસંહિતા કરતા વધુ સમય સુધી કર્મચારીને કામ કરતા અટકાવવાનું વચન આપ્યું હતું. એપલે વર્કપ્લેસ ધોરણોને લગતી ઓડિટીંગ કંપની વેરાઇટને હાયર કરી અને કામકાજનું નિરીક્ષણ કરવા માટે ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી કોડ ઓફ કન્ડક્ટ ઇમ્પ્લિમેન્ટેશન ગ્રૂપમાં જોડાયું હતું. 31 ડિસેમ્બર 2006ના રોજ લોંગુઆ શેનઝેન ફેક્ટરી (ફોક્સકોનની માલીકી હેઠળની)ના કર્મચારીઓએ યુનિયનની રચના કરી હતી. આ યુનિયન વિશ્વના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી કામદાર યુનિયનના સંઘ ઓલ ચાઇના ફેડરેશન ઓફ ટ્રેડ યુનિયન્સ સાથે જોડાયેલું છે.[૮૬]

સામાજિક એકલવાયાપણુ

ફેરફાર કરો

યુનિવર્સિટી ઓફ બ્રાઇટોન ખાતે મિડીયા સ્ટડીઝના પ્રોફેસર ટારા બ્રેબાઝોને જણાવ્યું હતું કે આઇપોડના કારણે સામાજિક એકલવાયાપણું રચાશે તેવી તેમને ચિંતા છે.[૮૭] ઓસ્ટ્રેલિયામાં સિડનીની એક શાળાએ MP3 પ્લેયર્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો જેથી વિદ્યાર્થીઓ બીજા સાથે સંવાદ વધારે અને તેઓ સામાજિક એકલવાયાપણાથી દૂર રહે.[૮૮]

સંદર્ભો

ફેરફાર કરો
  1. Apple Inc. "iTunes system requirements. Apple iTunes software currently runs on Macintosh OS X 10.3.9 or OS X 10.4.9 or later and on Microsoft Windows XP (Service Pack 2) or Vista". મેળવેલ 2008-05-28.
  2. Ross McKillop, simplehelp.net. "Alternatives to iTunes for managing your iPod". મેળવેલ 2008-05-28.
  3. "Liveblog: "Rock and Roll" Apple iPod Event". Ars Technica. 9 September 2009. મેળવેલ 2009-09-09.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ કાહની, લીએન્ડર.સ્ટ્રેઇટ ડોપ ઓન ધ આઇપોડ બર્થ, વાયર્ડ ન્યૂઝ , 2006-10-17. 2006-10-30ના રોજ કરેલો સુધારો
  5. "2007 એન્જિનિનયર ઓફ ધ યર ફાઇનલિસ્ટ માઇકલ ધ્યુનું હાર્ડવેર જ્ઞાન આઇપોડમાં જીવ પુરવા મદદ કરે છે, ટેલીપ્રેસન્સ સંગ્રહિત ૨૦૦૭-૧૦-૧૨ ના રોજ વેબેક મશિન", ડિઝાઇન ન્યૂઝ , 24 સપ્ટેમ્બ 2007.
  6. આઇપોડનો ઇતિહાસ: 2000 થી 2004
  7. ૭.૦ ૭.૧ બોફી ડેનીયલ એપલે સ્વીકાર્યું કે બ્રિટને આઇપોડની શોધ કરી હતી પરંતુ તે તેમાંથી નાણા કમાતો નથી ડેઇલી મેઇલ , 2008-09-08. 2008-09-08ના રોજ સુધારો.
  8. સિરીયલ નંબર. 78018061, રજિસ્ટ્રેશન નંબર. 2781793, અમેરિકન પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસના રેકોર્ડ. આઇપબ, એલએલસીએ કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર માટે ૧ જૂન 1999ના રોજ આઇપોડ ટ્રેડમાર્કની અરજી કરી હતી. આ ટ્રેડમાર્ક તેના વેપારી હેતુસર ઉપયોગ વગર 18 મે 2000ના રોજ ત્યજી દેવાયો હતો.
  9. આઇપોડ ક્લાસિક ટેકનિકલ સ્પેક્સ
  10. આઇટ્યુન ડાઉનલોડ્સ
  11. આઇટ્યુન મ્યુઝિક સ્ટોર કેટલોગ ટોપ્સ વન મિલિનયન સોંગ્સ, એપલ ઇન્ક. , 2004-08-10. 28-12-2006ના રોજ કરાયેલો સુધારો
  12. સ્કોટ-જોયન્ટ, જેર્મી. એપલ ટીવી અને ફિલ્મ માર્કેટને નિશાન બનાવી રહી છે, બીબીસી ન્યૂઝ , 2006-09-12. 2006-09-12ના રોજ કરાયેલો સુધારો
  13. કેનિલોસ, માઇકલ. રીયલ્સ ગ્લેસર એક્સહોર્ટ્સ એપલ ટુ ઓપન આઇપોડ, સીનેટ ન્યૂઝ , 2004-03-23. 2006-06-20ના રોજ કરાયેલો સુધારો
  14. ઓર્લોસ્કી, એન્ડ્રૂ. તમારા 99c RIAA પાસે છે– સ્ટીવ જોબ્સ, ધ રજિસ્ટર , 2003-11-07. 2006-06-20ના રોજ કરાયેલો સુધારો
  15. ઇવન્સ, જોની. યુનિવર્સલે આઇટ્યુન કોન્ટ્રાક્ટમાં ફેરફારને પુષ્ટિ આપી સંગ્રહિત ૨૦૦૯-૦૯-૧૬ ના રોજ વેબેક મશિન, મેકવર્લડ યુકે , 2007-07-04. 2007-07-05ના રોજ કરાયેલો સુધારો
  16. "આઇપોડ ગેમ્સ રીવ્યુ રાઉન્ડઅપ". મૂળ માંથી 2011-06-07 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-21.
  17. "આઇપોડ ગેમમાં શું છે?" સંગ્રહિત ૨૦૦૮-૦૯-૦૭ ના રોજ વેબેક મશિન bensinclair.com, સપ્ટેમ્બર 14, 2006.
  18. "આઇપોડ ટચ: આઇટ્યુમાં દેખાય છે પરંતુ ફાઇન્ડર અને વિન્ડો ડેસ્કટોપમાં દેખાતું નથી". મૂળ માંથી 2008-04-18 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-21.
  19. "તમારા મેકને આઇપોડમાંથી કેવી રીતે બૂટ અપ કરવું". મૂળ માંથી 2009-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-21.
  20. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-01-08 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-21.
  21. કેસેલ, જોનાથન. આઇપોડ નેનો સાથે એપલ ઓછા નાણાએ વધુ વસ્તુ આપે છે, આઇસપ્લાઇ કોર્પોરેશન, 2006-09-20. 28-12-2006ના રોજ કરાયેલો સુધારો
  22. "mobile SoC". Samsung Group. મેળવેલ 04 Aug 2009. Check date values in: |access-date= (મદદ)
  23. વિલિયમ્સ, માર્ટિન. આઇપોટ શફલની શું કિંમત હોવી જોઇએ? સંગ્રહિત ૨૦૦૯-૦૩-૦૩ ના રોજ વેબેક મશિન, પીસી વર્લ્ડ , 2005-02-24. 2006-08-14ના રોજ કરાયેલો સુધારો
  24. મેકવર્લડ વોલ્ફસને એપલ આઇપોડ બિઝનેસ ગુમાવ્યો સંગ્રહિત ૨૦૧૧-૦૬-૧૦ ના રોજ વેબેક મશિન
  25. Johnson, Joel (2008-07-10). "How the "Apple Tax" Boosts Prices on iPod & iPhone Accessories". Popular Mechanics. મૂળ માંથી 2008-08-17 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-09. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  26. ઇન-ધ-ઇયર બ્લ્યૂટૂથ ઇયરફોન્સ સંગ્રહિત ૨૦૦૯-૦૨-૨૦ ના રોજ વેબેક મશિન. સુધારો 2007-11-22.
  27. iPod તમારી BMW સંગ્રહિત ૨૦૦૭-૦૪-૨૩ ના રોજ વેબેક મશિન. સુધારો 2007-02-17.
  28. એપલ અને મર્સિડિસ બેન્ઝે આઇપોડ ઇન્ટિગ્રેશન કિટ રજૂ કરી, એપલ ઇન્ક. , 2005-01-11. 2006-06-20ના રોજ કરાયેલો સુધારો
  29. એપલ અને વોલ્વોએ સમગ્ર ૨૦૦૫ અમેરિકન મોડલ લાઇન માટે આઇપોડ કનેક્ટિવિટીની જાહેરાત કરી, એપલ ઇન્ક. , 2005-01-11. 2006-06-20ના રોજ કરાયેલો સુધારો
  30. http://www.gizmag.com/go/7945/
  31. 2005માં આઇપોડ ઇન્ટિગ્રેશન ડિલીવર કરવા એપલ અને અગ્રણી કાર કંપનીઓનું જોડાણ, એપલ ઇન્ક. , 2005-01-11. 2006-06-20ના રોજ કરાયેલો સુધારો
  32. આઇપોડ માટે હોન્ડા મ્યુઝિક લિન્ક[હંમેશ માટે મૃત કડી], હોન્ડા . સુધારો 2007-02-17.
  33. એપલ કાર ઇન્ટિગ્રેશન પેજ
  34. સીમલેસ આઇપોડ અનુભવ રજૂ કરવા એપલે એક્યુરા, ઓડી, હોન્ડા અને ફોક્સવેગન સાથે જોડાણ કર્યું, એપલ ઇન્ક. , 2005-09-07. 2006-06-20ના રોજ કરાયેલો સુધારો
  35. કાર ઇન્ટિગ્રેશન: આઇપોડ યોર કાર, એપલ ઇન્ક. . સુધારો 2007-02-17.
  36. માર્સલ, કેટી. છમાંથી બે એલાઇન્સે જણાવ્યું હતું કે આઇપોડ સોદા પર કોઇ હસ્તાક્ષર થયા નથી[હંમેશ માટે મૃત કડી], એપલઇનસાઇડર , 2006-11-15. 2006-12-07ના રોજ કરાયેલો સુધારો
  37. માર્સલ, કેટી. છમાંથી બે એલાઇન્સે જણાવ્યું હતું કે આઇપોડ સોદા પર કોઇ હસ્તાક્ષર થયા નથી[હંમેશ માટે મૃત કડી], એપલઇનસાઇડર , 2006-11-15. 2006-12-07ના રોજ કરાયેલો સુધારો
  38. ૩૮.૦ ૩૮.૧ મેકરોન, બિલ. આઇપોડ ઓડિયો મેઝરમેન્ટ સંગ્રહિત ૨૦૧૨-૧૨-૨૦ ના રોજ archive.today, પીસી મેગેઝિન , 2005. સુધારો 2007-02-17.
  39. હીજ્લીગર્સ માર્કઆઇપોડ ઓડિયો મેઝરમેન્ટ સંગ્રહિત ૨૦૦૯-૦૨-૨૫ ના રોજ વેબેક મશિન. 2007-02-17ના રોજ કરાયેલો સુધારો
  40. હીજ્લીગર્સ માર્ક. આઇપોડ સર્કિટ ડિઝાઇન એન્જિનિયરિંગ, મે 2006. સુધારો 2007-02-17.
  41. કોહન, પિટર. આઇપોડ અપડેટે આઇપોડ વોલ્યૂમ સેટિંગ મર્યાદિત કર્યું સંગ્રહિત ૨૦૧૦-૦૩-૩૦ ના રોજ વેબેક મશિન, મેકવર્લ્ડ, 2006. 2008-11-07ના રોજ સુધારો
  42. ફ્રાઇડ, ઇયાન. એપલ પલ્સ આઇપોડ ઇન ફ્રાન્સ. 2008-11-07ના રોજ સુધારો
  43. એપલ સામે તેના આઇપોડ મુદ્દે પેટન્ટ કેસ, ચેનલરજિસ્ટર , 2005-03-10. 2009-03-17ના રોજ સુધારો
  44. યુએસ પેટન્ટ 6,587,403 સંગ્રહિત ૨૦૧૧-૧૨-૦૫ ના રોજ વેબેક મશિન — એડવાન્સ્ડ ઓડિયો ડિવાઇસ' "મ્યુઝિક જ્યુકબોક્સ" પેટન્ટ.
  45. યુએસ પેટન્ટ 6,665,797 સંગ્રહિત ૨૦૧૧-૧૨-૦૫ ના રોજ વેબેક મશિન — "બિન અધિકૃત ઉપયોગ સામે સોફ્ટવેરનું રક્ષણ" (સુધારીને કરાયું "કોમ્પ્યુટર એપરટસ/સોફ્ટવેર એક્સેસ કન્ટ્રોલ").
  46. નવા ડીઆરએમ કેસમાં એપલ, સોનીનો સમાવેશ સંગ્રહિત ૨૦૦૭-૦૩-૧૧ ના રોજ વેબેક મશિન, એપલઇનસાઇડર , 2005-08-16. 2007-02-17ના રોજ સુધારો
  47. યુએસ પેટન્ટ એપ્લિકેશન 20030095096 સંગ્રહિત ૨૦૧૩-૦૭-૧૩ ના રોજ વેબેક મશિન એપલ ઇન્ક.ની અરજી "રોટેશનલ યુઝર ઇનપુટ્સ" પર.
  48. યુએસ પેટન્ટ 6,928,433 સંગ્રહિત ૨૦૧૧-૧૨-૦૫ ના રોજ વેબેક મશિન ક્રિએટિવ ટેકનોલોજી'ની "ઝેન" પેટન્ટ.
  49. ક્રિએટિવ MP3 પ્લેયર પેટન્ટ જીતી ગઇ, બીબીસી ન્યૂઝ , 2005-08-30. 2007-02-17ના રોજ કરાયેલો સુધારો
  50. ક્રિએટિવનો પેટન્ટ મુદ્દે એપલ સામે કેસ સંગ્રહિત ૨૦૦૯-૦૯-૧૬ ના રોજ વેબેક મશિન, મેકવર્લ્ડ યુકે , 2006-05-16. 2007-03-20ના રોજ કરાયેલો સુધારો
  51. એપલ અને ક્રિએટિવે સમાધાનની જાહેરાત કરી..., , એપલ ઇન્ક. . 2007-02-17ના રોજ કરાયેલો સુધારો
  52. માર્સલ, કેટી. આપોડ: હાઉ બિગ કેન ઇટ ગેટ? સંગ્રહિત ૨૦૦૬-૧૨-૦૭ ના રોજ વેબેક મશિન, એપલઇનસાઇડર , 2006-05-24. 2007-02-17ના રોજ કરાયેલો સુધારો
  53. એચપીએ એપલના આઇપોડ વેચવાનું બંધ કર્યું , એપલઇનસાઇડર , 2005-07-29. 2007-08-06ના રોજ કરાયેલો સુધારો
  54. એપલે પ્રથમ ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર કર્યા, એપલ ઇન્ક. , 2007-01-17. 2007-02-17ના રોજ કરાયેલો સુધારો
  55. એપલે બીજા ત્રિમાસિકગળાના પરિણામ જાહેર કર્યા , એપલ ઇન્ક. . 2007-04-25ના રોજ કરાયેલો સુધારો
  56. ઓર્લોસ્કિ, એન્ડ્રૂ. એપલ માટે હેલો ઇફેક્ટનું ઓસબોર્ન ઇફેક્ટનું ગ્રહણ, ધ રજિસ્ટર , 2005-10-11. 2006-07-13ના રોજ કરાયેલો સુધારો
  57. એપલે ચોથા ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર કર્યા, એપલ ઇન્ક. , 2007-10-22. 2007-10-22ના રોજ કરાયેલો સુધારો
  58. એપલ ઇન્ક (22 જાન્યુઆરી 2008). એપલે પ્રથમ ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર કર્યા. એક અખબારી નિવેદન. 2008-1-23ના રોજ સુધારો.
  59. એપલઇનસાઇડર (27 ઓક્ટોબર 2008). [૧] 2008-10-27ના રોજ કરાયેલો સુધારો
  60. વર્લ્ડ ઓફ એપલ. (9 સપ્ટેમ્બર 2009). એપલની ઇટ્સ ઓન્લી રોક એન રોલ ઇવેન્ટમાંથી લાઇવ કવરેજ સંગ્રહિત ૨૦૦૭-૧૨-૨૭ ના રોજ વેબેક મશિન. અખબારી નિવેદન 2009-9-9ના રોજ કરાયેલો સુધારો
  61. આઇપોડ અને બ્લ્યૂટૂથ ઇનામ મેળવવાની દિશામાં, બીબીસી ન્યૂઝ , 2005-06-03. 2007-03-20ના રોજ કરાયેલો સુધારો
  62. ૬૨.૦ ૬૨.૧ "The 25 Most Innovative Products of the Year". PC World. 2007-08-03. મૂળ માંથી 2007-01-29 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-17. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  63. એપલે 5 'વર્લ્ડ ક્લાસ' એવોર્ડ જીત્યા, મેકએનએન . 2007-02-17ના રોજ કરાયેલો સુધારો
  64. એપલ, આઇપોડ અને CD કોપી પ્રોટેક્શન, મેકર્યુમર્સ . સુધારો 2007-11-22.
  65. હોસ્પિટલોએ આઇપોડ સાથે સ્ટાફને તાલીમ આપી, બીબીસી ન્યૂઝ , 2006-03-29. 2007-06-16ના રોજ કરાયેલો સુધારો
  66. Maag, M.E.D. (2006). "Podcasting and MP3 Players: Emerging Education Technologies". CIN: Computers, Informatics, Nursing. 24 (1): 9–13. doi:10.1186/1742-5581-3-1. મેળવેલ 2008-02-08.
  67. Slykhuis, D. (2006). "Have an iPod? Then you need to know this about how to use it in your classroom". મેળવેલ 2008-02-08. Cite journal requires |journal= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  68. "ડ્યુક્સ એવર ઇવોલ્વિંગ આઇપોડ ઇનિશિયેટિવ". મૂળ માંથી 2009-02-15 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-21.
  69. MP3 ઇનસાઇડર: તમારી બેટરીના જીવન અંગેની હકીકતો સંગ્રહિત ૨૦૦૬-૦૬-૦૪ ના રોજ વેબેક મશિન, mp3.com , 2006-03-13. 2006-07-10ના રોજ કરાયેલો સુધારો
  70. એપલે આઇપોડ બેટરીની તપાસ કરી, બીબીસી ન્યૂઝ , 2004-02-10. 2007-03-20ના રોજ કરાયેલો સુધારો
  71. હોવિત્ઝ, જેરેમી. એપલની આઇપોડ બેટરના સેટલમેન્ટ વિશે સ્પષ્ટતા સંગ્રહિત ૨૦૦૯-૦૧-૧૩ ના રોજ વેબેક મશિન, આઇલાઉન્જ , 2005-06-10. 2006-08-27ના રોજ કરાયેલો સુધારો
  72. ધ કર્સ ઓફ લિથિયમ આયન બેટરી સંગ્રહિત ૨૦૦૯-૦૩-૦૮ ના રોજ વેબેક મશિન, MP3 ન્યૂઝવાયર , 2006-01-06. 2006-11-30ના રોજ કરાયેલો સુધારો
  73. આઇપોડ બેટરી FAQ સંગ્રહિત ૨૦૦૯-૦૩-૦૩ ના રોજ વેબેક મશિન. 2006-11-26ના રોજ કરાયેલો સુધારો
  74. નીસ્ટેટ, કેસી. નીસ્ટેટ બ્રધર્સનો સંદેશ સંગ્રહિત ૨૦૦૯-૦૩-૦૩ ના રોજ વેબેક મશિન, 2003-11-20. 2007-02-17ના રોજ કરાયેલો સુધારો
  75. એપલે આઇપોડ બેટરી રિપ્લેસમેન્ટ સર્વિસ ઓફર કરી સંગ્રહિત ૨૦૦૪-૧૦-૨૨ ના રોજ વેબેક મશિન, {2મેકમિનટ{/2}, 2003-11-14. 2006-11-26ના રોજ કરાયેલો સુધારો
  76. હવે આઇપડો માટે એપલકેર ઉપલબ્ધ સંગ્રહિત ૨૦૦૪-૧૦-૨૨ ના રોજ વેબેક મશિન, મેકમિનટ , 2003-11-21. 2006-11-30ના રોજ કરાયેલો સુધારો
  77. એકર, ક્લિન્ટ. વિડીયો આઇપોડનું વીવીસેક્શન, આર્સ ટેકનિકા , 2005-10-19. 2006-11-30ના રોજ કરાયેલો સુધારો
  78. વિડીયો આઇપોડ માટે ડિસએસેમ્બલ ગાઇડ સંગ્રહિત ૨૦૦૭-૧૧-૧૬ ના રોજ વેબેક મશિન. 2006-11-30ના રોજ કરાયેલો સુધારો
  79. આઇપોડ રિલાયબિલિટી સરવે સંગ્રહિત ૨૦૦૯-૦૨-૧૯ ના રોજ વેબેક મશિન, મેકઇનટચ , 2005-11-28. 2006-10-29ના રોજ કરાયેલો સુધારો
  80. એપલે આઇપોડ નેનો સ્ક્રિન અંગેની ચિંતા પર પ્રતિભાવ આપ્યો સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૭ ના રોજ વેબેક મશિન, મેકવર્લ્ડ , 2005-09-27. 2007-02-17ના રોજ કરાયેલો સુધારો
  81. આર્થર, ચાર્લ્સ. આઇપોડ નેનોના માલિકો સ્ક્રિન સ્ક્રેચ ટ્રોમામાં, ધ રજિસ્ટર , 2005-09-25. 2007-02-17ના રોજ કરાયેલો સુધારો
  82. ફ્રાઇડ, ઇના. નેનો સ્ક્રેચમુદ્દે કેસ કરાયો , સીનેટ ન્યૂઝ , 2005-10-21. 2007-02-17ના રોજ કરાયેલો સુધારો
  83. ઇનસાઇડ એપલની આઇપોડ ફેક્ટરી, મેકવર્લ્ડ યુકે , 2006-06-12. 2007-02-17ના રોજ કરાયેલો સુધારો
  84. મિલાર્ડ, એલિઝાબેથ. આઇપોડ ખરીદવું નૈતિક છે? સંગ્રહિત ૨૦૦૯-૦૯-૧૬ ના રોજ વેબેક મશિન. સુધારો 2007-11-22.
  85. ફોક્સકોને આઇપોડ સ્વીટશોપના દાવાને નકાર્યો, મેકએનએમ , 2006-06-19. 2007-02-17ના રોજ કરાયેલો સુધારો
  86. બોડીન, ક્રિસ્ટોફર. તાઇવાની પ્લાન્ટ ખાતે સત્તાવાર યુનિયન ફોર્મ[હંમેશ માટે મૃત કડી], ફોર્બસ , 2007-01-17. 2007-02-17ના રોજ કરાયેલો સુધારો
  87. http://www.timeshighereducation.co.uk/story.asp?storyCode=401340&sectioncode=26
  88. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2008-06-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-21.

બાહ્ય લિન્ક્સ

ફેરફાર કરો