આઇવરી કોસ્ટનો રાષ્ટ્રધ્વજ
આઇવરી કોસ્ટનો રાષ્ટ્રધ્વજ કેસરી, સફેદ અને લીલા રંગના ત્રણ ઉભા પટ્ટા ધરાવે છે. તેમાં કેસરી રંગ ધ્વજદંડ તરફ રહે છે.
પ્રમાણમાપ | ૨:૩ |
---|---|
અપનાવ્યો | ડિસેમ્બર ૩, ૧૯૫૯ |
રચના | કેસરી, સફેદ અને લીલા રંગના ત્રણ ઉભા પટ્ટા |
આઇવરી કોસ્ટએ આઝાદી પછી પશ્ચિમી આફ્રિકી રાષ્ટ્રોનું એક સંગઠન બનાવ્યું. આ રાષ્ટ્રોના ધ્વજ આફ્રિકાના ઘાના દ્વારા સૌપ્રથમ વપરાયેલ અને સમગ્ર આફ્રિકાના રંગના નામથી પ્રચલિત એવા રંગોથી પ્રેરિત હતા. તે ફ્રાન્સના ત્રિરંગા ધ્વજથી પણ પ્રેરિત હતા. આઇવરી કોસ્ટના ધ્વજના રંગો નાઇજર દ્વારા પણ વપરાતા હતા જેની જોડે આઇવરી કોસ્ટને જોડાણ હતું. તેમાં કેસરી રંગ જમીનનું, દેશના ઉત્તર પ્રદેશમાં આવેલા સવાના પ્રદેશનું અને ફળદ્રુપતાનું, સફેદ રંગ શાંતિનું, લીલો રંગ આશાનું અને દેશના દક્ષિણમાં આવેલ જંગલનું પ્રતિનિધિત્વ કરે છે.[૧] ધ્વજને સત્તાવાર રીતે ૧૯૫૯માં આઝાદી પહેલાં જ સ્વીકારવામાં આવ્યો.
અન્ય ધ્વજ સાથે સરખામણી
ફેરફાર કરોઆ ધ્વજ આયરલેંડનું ગણતંત્રનો રાષ્ટ્રધ્વજ સાથે સમાનતા ધરાવે છે. પરંતુ તે રંગો ઉલટા ક્રમમાં છે અને લીલો રંગ ધ્વજદંડ તરફ હોય છે. તેના રંગો ભારત, ઈટલી અને નાઇજર સાથે સમાનતા ધરાવે છે.
સંદર્ભ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- Côte d'Ivoire at Flags of the World