આઇ એસ ઓ ૯૦૦૧
આઇ એસ ઓ એ ગુણવત્તા નિયમન પ્રાપ્ત કરવા માટેની માર્ગદશીકા છે, જે આન્તરરાષ્ટીય માનાંક પરિષદ (આઇ એસ ઓ) દ્વારા સંચાલિત છે જેના વ્યવસ્થાપનની જવાબદારી અધિકાર પત્ર અને પ્રામાણતા સંસ્થાઓ ની છે. સમયાંતરે જેમ જેમ જરૂરિયાત પડે તેમ તેમ માનાંકમાં ફેરેફાર કરવામાં આવે છે.
આઇ એસ ઓ ૯૦૦૨: ૨૦૦૮ માનાંક મેળવવાની મૂળબૂત જરુરિયાતો આ મુજબ છેઃ
- એક લેખન પત્રનો સ્મૂહ જેમાં ધંધા કે ઉત્પાદનની દરેક મુખ્ય પ્રક્રીયાનું વિવરણ હોય;
- દેખરેખ-નિયંત્રણ પ્રક્રીયાઓ જે મુખ્ય ઉત્પાદન પ્રક્રીયાની કાર્યક્ષમતા જાળવે તેમનું વિવરણ પત્ર;
- પૂરતા પ્રમાણમાં સચવાતા ખાતા અને નોંધ;
- ઉત્પાદીત માલમાં રહી ગયેલ ખામીની ચકાસણી, અને તે મળત લેવાયેલ અનુકુળ અને સુધારા માટે લેવાયેલ પગલાંની તવારીખ;
- દરેક પ્રક્રિયાની નિયમિત ચકાસણી અને ગુણવત્તા નિયમનની અસરકારીતતાની નોંધ અને
- સતત સુધારા તરફ લેવાયેલા પગલાં
કોઈ કંપની કે સંગઠન જેના હિસાબોની ચકાસણી સ્વતંત્ર રીતે થતી હોય અને તેવું પ્રમાણપત્ર તેની પાસે હોય અને જો તે આઇ એસ ઓ ૯૦૦૧ માનાંક ના પ્રમાણમાં હોય તો તે પોતે આઇ એસ ઓ ૯૦૦૧ માન્ય છે તેમ જાહેર કરી શકે છે. આઇ એસ ઓ ૯૦૦૧ આ માનાંક અંત્ય ઉત્પાદનૢ સેવા વિષે કોઈ ખાત્રી આપનારું માનાંક નથી પણ તે પ્રમાણિત કરે છે કે વિધિગત વ્યાવસાયિક પ્રક્રિયાઓ કે પદ્ધતિઓ અહીં ઉપયોગમાં લેવાય છે.
ભલે મૂળતઃ આ ઉત્પાદન ક્ષેત્રનું માનાંક છે, પણ હવે તે સિવાયના વિવિધ ક્ષેત્રોમાં વાપરવામાં આવે છે. આઇ એસ ઓ ની પરિભાષા પ્રમાણે ઉત્પાદ દ્રશ્ય પદાર્થૢ સેવા કે સોફ્ટવેર કાંઈ પણ હોઈ શકે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |