આદુ એ ભારતીય ઉપખંડમાં જોવા મળતી વનસ્પતિ છે, જેનાં મૃળમાં થતી ગાંઠનો ઉપયોગ આહારમાં મસાલા તરીકે કરવામાં આવે છે. સૌથી વધુ આદુની ખેતી ભારતમાં થાય છે.

આદુ

જગતમાં આદુની ખેતીમાં મળતા ઉત્પાદનમાં ભારતનો ૩૦% ભાગ જેટલો છે. ત્યાર બાદ ચીન, ઇન્ડોનેસિયા, નેપાળ, નાઇજેરિયા, બાંગ્લાદેશ, જાપાન , થાઈલેન્ડ , ફીલીપૈન્સ અને શ્રીલંકા ખાતે આદુની ખેતી કરવામાં આવે છે.

આદુનાં વિવિધ પ્રદેશો અને ભાષાઓમાં જુદાં જુદાં નામો છે, સંસ્કૃતમાં વિશ્વોષધ, અંગ્રેજીમાં જીંજર, ઇન્ડોનેસિયામાં જાહે, નેપાળમાં અદુવા અને ફીલીપીનસમાં લુયા કહેવામાં આવે છે.

દરરોજ જમ્યા પેહલા આદુનો રસ કે આદુનું કચુંબર ખાવાથી વાયુનો નાશ થાય છે , તે કફ ને દુર કરે છે, શરદી-સળેખમ ને મૂળમાંથી ઉખેડી નાખે છે, હદયના વિકારોને હણે છે . આદુનો રસ સોજા, પેશાબની તકલીફો, કમળો, હરસ, દમ, ખાંસી, જલંદર વગેરે રોગોમાં લાભકર્તા છે .

ઘણા આયુર્વેદ નિષ્ણાતો નું એવો મત છે કે આદુના નિયમિત સેવન થી જીભ અને ગળાનું કેન્સર થતું નથી, આદુના રસના ટીપાં નાકમાં નાખવાથી માથાના દુખાવામાં ચોક્કસ રાહત મળે છે દુખતા દાંત પર આદુનો તુકો ઘસવાથી વેદના ઓછી થાય છે શહેરની ના સમયે અડું લાભકર્તા છે .એના રસ થી ભૂખમાં વધારો અને પંચાન શક્તિ સુધરે છે.

તમે આદુંનો છોડ તમારા ઘરમા પણ ઉગાડી શકો છો એક કુંડાની અંદર કાળી માટી લઇ તેમાં આદુનો ટુકડો વાવીદો રોજ થોડું થોડું પાણી નાખતા રહો થોડાજ સમયમાં આદુનો છોડ ઉપર બતાવેલા ફોટા જેવું દેખાશે મહત્વની વાત એ છેકે આદું એક મુણ છે એટલે થોડા સમય સુંધી છોડ મોટો થવા દેવો , આદું થોડું થોડું કાપીને કાઢવું. પૂરે પૂરો છોડ કાઢી ન લેવો.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો