આનંદી ગોપાલ જોષી
આનંદીબાઈ ગોપાલ જોષી (૩૧ માર્ચ ૧૮૬૫ - ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૭) પશ્ચિમી તબીબી શિક્ષણ લઇ સ્નાતક થનાર પ્રથમ ભારતીય મહિલા હતા. (કાદમ્બિની ગાંગુલી એજ વર્ષ ૧૮૮૬માં સ્નાતક થનાર બીજા ભારતીય મહિલા હતા). મહદઅંશે એવું માનવામાં આવે છે અમેરિકાની ધરતી પર પગ મૂકનાર તે પ્રથમ ભારતીય/હિંદુ મહિલા હતા.[૧]
ડૉ. આનંદીબાઈ જોષી | |
---|---|
आनंदीबाई गोपाळराव जोशी | |
![]() | |
જન્મની વિગત | યમુના 31 માર્ચ 1865 કલ્યાણ, ભારત |
મૃત્યુ | 26 February 1887 કલ્યાણ, મુંબઈ, ભારત | (aged 21)
અન્ય નામો | આનંદીબાઈ જોષી આનંદી ગોપાલ જોશી |
શિક્ષણ સંસ્થા | વુમેન્સ મેડિકલ કોલેજ પેન્સિલવેનિયા |
જીવન સાથી(ઓ) | ગોપાલરાવ જોશી |
પ્રારંભિક જીવનફેરફાર કરો
જન્મ સમયે યમુના નામથી ઓળખાતા આનંદીબાઈનો જન્મ મહારાષ્ટ્રના થાણા જીલ્લામાં કલ્યાણ ખાતે રૂઢિચુસ્ત અને સુખી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તત્કાલીન સમાજ વ્યવસ્થા અને પરિવારના દબાણ હેઠળ ફક્ત ૯ વર્ષની કુમળી વયે તેમના લગ્ન તેમનાથી ૨૦ વર્ષ મોટા અને વિધુર એવા ગોપાલરાવ જોષી સાથે કરવામાં આવ્યા.[૨] તેમના પતિએ લગ્ન બાદ તેમનું નામ આનંદી રાખ્યું.[૩]
ગોપાલરાવ કલ્યાણમાં ટપાલ (પોસ્ટ) ખાતામાં ક્લાર્ક તરીકે કામ કરતાં હતા. ત્યારબાદ તેમની બદલી અલીબાગ ખાતે અને છેલ્લે કલકત્તા ખાતે થઇ હતી. તેઓ સુધારાવાદી વિચારસરણી ધરાવતા હતા અને સ્ત્રી-શિક્ષણના હિમાયતી હતા[૪] જે તે દિવસો દરમ્યાન ભારતમાં ઉપલબ્ધ ન હતું. તે દિવસોમાં સંસ્કૃતમાં વિદ્વાન બ્રાહ્મણો ઘણાં હતા પણ લોકહિતવાદી શત પાત્રેથી પ્રભાવિત થઈને તેમણે અંગ્રેજીમાં પણ રસ લીધો. આનંદીબાઈના રસને ધ્યાનમાં રાખીને તેમણે તેને અંગ્રેજી શીખવામાં પૂરી સહાય કરી.
૧૩ વર્ષની વયે આનંદીબાઈ ગર્ભવતી થયા અને ૧૪મા વર્ષે તેમણે પુત્રને જન્મ આપ્યો. પૂરતી તબીબી સહાયના અભાવે બાળક માત્ર ૧૦ દિવસમાં મૃત્યુ પામ્યો. એ ઘડી આનંદીબાઈના જીવનની નિર્ણાયક ઘડી હતી અને તેમણે તબીબ/ડોક્ટર બનવાનો સંકલ્પ કર્યો.[૫] ગોપાલરાવે તેમને મિશનરી સ્કૂલમાં પ્રવેશ અપાવવા પ્રયાસો કર્યા પરંતુ સફળતા ન મળતાં તેઓ કલકત્તા ચાલ્યા ગયા. અહીં તેમણે સંસ્કૃત તેમજ અંગ્રેજી ભાષા શીખ્યા.
તબીબી શિક્ષણ તરફફેરફાર કરો
ગોપાલરાવે આનંદીબાઈને તબીબી અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા. ૧૮૮૦માં તેમણે અમેરિકાના એક પ્રસિદ્ધ મિશનરી તોયલ વાઈલ્ડરને એક પત્ર મોકલ્યો, જેમાં તેમણે પત્નીની સંયુક્ત રાજ્ય અમેરિકામાં ચિકિત્સાનો અભ્યાસ કરવાની રુચિ તથા પોતાના માટે અમેરિકામાં એક યોગ્ય પદ વિશે પૂછતાછ કરી.[૬] વાઇલ્ડરે તેની પ્રિન્સટનની મિશનરી સમીક્ષામાં પત્રવ્યવહાર પ્રકાશિત કર્યો. થિયોડિસીયા કારપેન્ટર કે જે ન્યુ જર્સીના રોઝેલની રહેવાસી હતી, તેના દંત ચિકિત્સકની રાહ જોતી વખતે તેણે આ પત્રવ્યવહાર વાંચ્યો. આનંદીબાઈની તબીબી અભ્યાસ કરવાની ઇચ્છા અને પત્ની માટે ગોપાલરાવના સમર્થન બંનેથી પ્રભાવિત, તેમણે આનંદીબાઈને પત્ર લખ્યો. કારપેન્ટર અને આનંદીબાઇએ ગાઢ મિત્રતા વિકસાવી અને એકબીજાને "કાકી" અને "ભત્રીજી" તરીકે સંબોધવા લાગ્યા. તેમણે આનંદીબાઈના અમેરિકાના વસવાટ દરમિયાન રહેવાની વ્યવસ્થા પણ કરી.[૭][૨]
જ્યારે જોશી દંપતી કલકત્તામાં હતા ત્યારે આનંદીબાઈનું સ્વાસ્થ્ય નબળું પડી રહ્યું હતું. તે નબળાઇ, સતત માથાનો દુખાવો, ક્યારેક તાવ અને ક્યારેક શ્વાસની તકલીફથી પીડાતા હતા. થિયોડિસિયાએ તેમના માટે અમેરિકાથી દવાઓ મોકલાવી. ૧૮૮૩માં ગોપાલરાવની બદલી સેરામપોર કરવામાં આવી. તેમણે પત્નીની તબિયત નાદુરસ્ત હોવા છતાં આનંદીબાઈને તેના તબીબી અભ્યાસ માટે અમેરિકા મોકલવાનું નક્કી કર્યું. ગોપાલરાવે તેમને ઉચ્ચ શિક્ષણ મેળવીને અન્ય મહિલાઓ માટે ઉદાહરણરૂપ બનવા માટે સમજાવ્યા.
થોરોન નામના ચિકિત્સક દંપતી આનંદીબાઈને પેન્સિલવેનિયાની વુમન મેડિકલ કોલેજમાં અરજી કરવા સૂચન કર્યું. પશ્ચિમમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેની આનંદીબાઈની યોજનાઓ વિશે જાણતાં રૂઢિચુસ્ત ભારતીય સમાજે તેમને ખૂબ જ વિરોધ કર્યો. આનંદીબાઈએ સેરમપોર કોલેજ હોલમાં સમુદાયને સંબોધન કરતાં પોતાના અમેરિકા જવા અને મેડિકલની ડિગ્રી મેળવવાનો નિર્ણય સમજાવ્યો.[૮] તેમણે અને તેમના પતિએ જે પીડા સહન કરી હતી તેની ચર્ચા કરી. તેમણે ભારતમાં સ્ત્રી ડોકટરોની જરૂરિયાત પર ભાર મૂક્યો તથા ભારપૂર્વક જણાવ્યું હતું કે હિન્દુ મહિલાઓ હિન્દુ મહિલાઓના ચિકિત્સક તરીકે વધુ સારી રીતે સેવા આપી શકે છે.[૭] તેમના ભાષણને પ્રસિદ્ધિ મળી, અને આખા ભારતમાંથી આર્થિક યોગદાન આવવાનું શરૂ થયું.
અમેરિકામાંફેરફાર કરો
આનંદીબાઈએ કલકત્તાથી જળમાર્ગે ન્યૂયોર્ક સુધીની મુસાફરી કરી. ન્યુ યોર્કમાં, થિયોડિસીયા કારપેન્ટરે જૂન ૧૮૮૩માં તેમનું સ્વાગત કર્યું. આનંદીબાઈએ પેન્સિલવેનિયાની વુમન મેડિકલ કોલેજને અગાઉથી જ પત્ર લખીને તેમના તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા અંગે જણાવ્યું હતું.[૯]
આનંદીબાઈએ ૧૯ વર્ષની ઉંમરે તબીબી તાલીમ શરૂ કરી. અમેરિકામાં ઠંડા વાતાવરણ અને અપરિચિત આહારને લીધે તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. તેમને ક્ષય રોગ થયો.[૫] તેમ છતાં, તેમણે માર્ચ ૧૮૮૬માં એમ.ડી. સાથે સ્નાતક થયા; તેમના શોધનિબંધનો વિષય હતો "આર્યન હિન્દુઓમાં પ્રસૂતિશાસ્ત્ર." શોધનિબંધમાં આયુર્વેદિક ગ્રંથો અને અમેરિકન તબીબી પાઠ્યપુસ્તકો બંનેનાં સંદર્ભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.[૭] આનંદીબાઈના અનુસ્નાતક થવા બદલ ક્વીન વિક્ટોરિયાએ તેમને અભિનંદન પત્ર મોકલ્યો હતો.[૫][૧૦]
ભારતમાં પુનરાગમનફેરફાર કરો
ઈ.સ. ૧૮૮૬ના અંતમાં તેઓ ભારત પરત ફર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.[૧૧] તે વખતના કોલ્હાપુરના રજવાડાએ તેમને આલ્બર્ટ એડવર્ડ હોસ્પીટલના સ્ત્રી-વિભાગના પ્રભારી ચિકિત્સક તરીકે નિયુક્ત કર્યા.[૧૨]
અવસાનફેરફાર કરો
કમનસીબે આનંદીબાઈ ક્ષયના રોગમાં સપડાયા અને ભારત પરત આવ્યાના વર્ષની અંદર જ ૨૬મી ફેબ્રુઆરી ૧૮૮૭ના ૨૨ વર્ષની ઉમરના થયા પહેલા અવસાન પામ્યા.[૧૧]
જીવન ચરિત્રફેરફાર કરો
કેરોલિન વેલ્સ હિલી ડોલે ૧૮૮૮માં આનંદીબાઇનું જીવનચરિત્ર લખ્યું હતું[૧૩]
દૂરદર્શન પર કમલકર સારંગ વડે દિગ્દર્શિત "આનંદી ગોપાલ" નામની હિંદી ધારાવાહિક પ્રસારિત થઇ હતી.
શ્રીકૃષ્ના જનાર્દન જોષી એ આનંદીબાઇના જીવન પરથી મરાઠી નવલકથા આનંદી ગોપાલ લખી છે. તેનું અંગ્રેજી ભાષાંતર આશા દામલે અને નાટ્ય રૂપાંતર રામ જોગલેકર દ્વારા કરવામાં આવ્યું છે.
સંદર્ભફેરફાર કરો
- ↑ "Historical Photos Depict Women Medical Pioneers". Public Radio International. ૧૨ જુલાઇ ૨૦૧૩. Retrieved ૨૯ ઓક્ટોબર ૨૦૧૩. Check date values in:
|accessdate=, |date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ "Who is Anandi Gopal Joshi?". The Indian Express (અંગ્રેજી માં). 31 March 2018. Retrieved 31 March 2018. Check date values in:
|access-date=, |date=
(મદદ) - ↑ "Anandibai Joshi". Streeshakti The Parallel Force. Streeshakti. Retrieved 23 March 2018. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ Rao, Mallika (8 April 2014). "Meet The Three Female Medical Students Who Destroyed Gender Norms A Century Ago". Huffington Post (અંગ્રેજી માં). Retrieved 13 October 2017. Check date values in:
|access-date=, |date=
(મદદ) - ↑ ૫.૦ ૫.૧ ૫.૨ Falcone, Alissa (27 March 2017). "Remembering the Pioneering Women From One of Drexel's Legacy Medical Colleges". DrexelNow (અંગ્રેજી માં). Retrieved 13 October 2017. Check date values in:
|access-date=, |date=
(મદદ) - ↑ "Some Women of Inspiration: A Glance on Women Empowerment & Development in India". Global Journal of HUMAN-SOCIAL SCIENCE: D History, Archaeology & Anthropology. 14 (5): 51. 2014. Unknown parameter
|first૧=
ignored (મદદ); Unknown parameter|last૧=
ignored (મદદ); Check date values in:|date=
(મદદ) - ↑ ૭.૦ ૭.૧ ૭.૨ Pripas-Kapit, Sarah. Educating Women Physicians of the World: International Students of the Woman's Medical College of Pennsylvania, 1883-1911 (PhD). University of California, Los Angeles.
- ↑ "Anandi Gopal Joshi: Google Doodle Celebrates India's First Female Doctor's 153rd Birthday". NDTV.com. Retrieved 31 March 2018. Check date values in:
|access-date=
(મદદ) - ↑ Scan of letter from Anandibai Joshi to Alfred Jones, 28 June 1883; DUCOM Archives
- ↑ Desk, The Hindu Net (31 March 2018). "Google Doodle celebrates Anandi Gopal Joshi, India's first woman physician". The Hindu (અંગ્રેજી માં). ISSN 0971-751X. Retrieved 31 March 2018. Check date values in:
|access-date=, |date=
(મદદ) - ↑ ૧૧.૦ ૧૧.૧ "Why is a Crater on Venus Named After India's Dr Anandibai Joshi?". The Quint (અંગ્રેજી માં). Retrieved 1 April 2018. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Who is Anandi Gopal Joshi to whom Google dedicated a Doodle?". India Today (અંગ્રેજી માં). Retrieved 31 March 2018. Check date values in:
|access-date=
(મદદ) - ↑ The Life of Dr. Anandabai Joshee: A Kinswoman of the Pundita Ramabai, જે રોબર્ટ બ્રધર્સ, બોસ્ટન વડે પ્રકાશિત થયું હતું.
પૂરક વાચનફેરફાર કરો
- Mrs. Caroline Healey Dall (૧૮૮૮). The Life of Dr. Anandabai Joshee. Roberts Brothers, Boston. Check date values in:
|year=
(મદદ) - Kosambi, Meera, "Caste and Outcast (review)". Journal of Colonialism and Colonial History – Volume 4, Number 1, Spring 2003, The Johns Hopkins University Press
- Anandibai Joshi: India’s first woman doctor (1865–1887)
- Between the Lines, an 18-minute English documentary on the life of Anandi Joshi
- Madhukar Vasudev Dhond, "Jalyatil Chandra" (Marathi) (Rajhans Prakashan, 1994)
- Documents at the Drexel University College of Medicine Archives and Special Collections on Women in Medicine and Homeopathy referencing Anandi Gopal Joshi
બાહ્ય કડીઓફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર આનંદીબાઇ ગોપાલ જોષી વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |