આઈના મહેલ
ભુજ, ગુજરાત, ભારતમાં ૧૮મી સદીનો મહેલ
(આયના મહેલ થી અહીં વાળેલું)
આઈના મહેલ એ ભારતના પશ્ચિમ ભાગના એક રાજ્ય ગુજરાતના સૌથી મોટા કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૮મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આ મહેલ પ્રાગ મહેલની બાજુમાં આવેલો છે. આ મહેલ ૧૭૬૧માં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો.[૧] આના મુખ્ય વાસ્તુકાર કચ્છી મિસ્ત્રી રામ સિંહ માલમ હતા.[૨][૩]મહેલની દિવાલો સફેદ આરસની છે જેમાં અરીસાઓ લગાવવામાં આવ્યા છે.[૪]
૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં આ મહેલ પૂર્ણ રીતે નાશ પામ્યો હતો. પણ આ મહેલનો એક ભાગ ને તેટલું નુકશાન થયું ન હતું. તેનું સમારકામ કરીને તેને પુનઃ સ્થાપિત કરરવામાં આવ્યો છે. આ ભાગમાં એક શયન ખંડ, સંગીત ખંડ, દરબાર ખંડ, અમુક પુરાતન વસ્તુઓ, ચિત્રો, શસ્ત્રો અને સિંહાસન આદિ સાચવીને મુકવામાં આવ્યાં છે.
સંદર્ભ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર Aina Mahal સંબંધિત માધ્યમો છે.
- "આઈના મહેલ" સંગ્રહિત ૨૦૧૪-૧૦-૨૭ ના રોજ વેબેક મશિન. ગુજરાત ટુરિઝમ.