આરે મિલ્ક કોલોની

દૂધ-ઉત્પાદક સંઘ

આરે મિલ્ક કોલોની (સ્થાપના: ૧૯૪૯) એ મુંબઈના પરાં ગોરેગાંવ પૂર્વમાં આવેલ છે. તેમાં બગીચાઓ, તળાવો, નિરક્ષણ સ્થળ, પર્યટન સુવિધાઓ અને દૂધની ડેરીઓ આવેલી છે. ૧,૨૮૭ હેક્ટર જેટલી જગ્યામાં અહીં ૧૬,૦૦૦ પશુઓ અને ૩૨ તબેલાંઓ રહેલાં છે.[સંદર્ભ આપો]

આરે મિલ્ક કોલોની

आरे मिल्क कॉलोनी
શહેર નજીકનો વિસ્તાર
આરે કોલોનીમાં ચરતી ભેંસો
આરે કોલોનીમાં ચરતી ભેંસો
આરે મિલ્ક કોલોની is located in મુંબઈ
આરે મિલ્ક કોલોની
આરે મિલ્ક કોલોની
અક્ષાંશ-રેખાંશ: 19°08′55″N 72°52′54″E / 19.148493°N 72.881756°E / 19.148493; 72.881756
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોમુંબઈ શહેર
મેટ્રોમુંબઈ
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિનકોડ
૪૦૦૦૬૫[]
વાહન નોંધણીMH 01

આ કોલોની ૧૬ ચોરસ કિમી (૪,૦૦૦ એકર્સ) જેટલો વિસ્તાર ધરાવે છે અને પશ્ચિમ દ્રુતગતિ માર્ગની બાજુમાં ફેલાયેલી છે. તેનાં આર્કષણોમાં તળાવ સાથેનાં પર્યટન સ્થળ છોટા કાશ્મીરનો સમાવેશ થાય છે.[] કોલોનીમાં ભોજનાલયો અને બગીચાઓ આવેલા છે. આ જગ્યાનો ચલચિત્ર શૂટિંગ દરમિયાન પણ ઉપયોગ થાય છે. દર બે વર્ષે આ બધાનું સંચાલન અંગત કંપનીઓ પર સોંપી દેવાય છે.[] બિમલ રોયનાં ચલચિત્ર મધુમતી (૧૯૫૮)નું મોટાભાગનું શૂટિંગ આ વિસ્તારમાં થયું હતું, જે અગાઉ થયેલ નૈનિતાલના શૂટિંગ સાથે બરાબર ગોઠવવા કરવામાં આવ્યું હતું.[]

કોલોનીમાં મહારાષ્ટ્ર પબ્લિક વર્કસ વિભાગ દ્વારા માર્ગ બાંધવામાં આવ્યો છે જે પશ્ચિમ દ્રુતગતિ માર્ગને પવઈ સાથે જોડે છે. અગાઉ આરે કોલોની સંચાલન દ્વારા આ રસ્તા પર માર્ગ જકાત ઉઘરાવવામાં આવતી હતી.[] ૨૦૧૪માં, MCGM એ માર્ગની સાર-સંભાળ તેના હાથમાં લઇ લીધી અને જકાતની ઉઘરાણી બંધ કરવામાં આવી.[]

૨૦૧૦માં આરે કોલોની અને સંજય ગાંધી નેશનલ પાર્કમાંથી જમીન લઈને ભાયખલ્લા પ્રાણી સંગ્રહાલયનું વિસ્તરણ કરવાની યોજના બનાવવામાં આવી હતી.[]

કોલોનીમાં ૩૦ તબેલાંઓ બાંધવામાં આવ્યા છે, જે દરેક ૫૦૦થી ૫૫૦ પશુઓનો સમાવેશ કરે છે.

આરે કોલોની કુલ મળીને ૬૪૦ કર્મચારીઓ ધરાવે છે, જેનું સંચાલન ચીફ એક્ઝ્યુકેટિવ ઓફિસર, આરે કોલોની દ્વારા કરવામાં આવે છે.

મુંબઈ મેટ્રો લાઇન ૩ના બાંધકામ માટે મેટ્રો કાર શેડ આરે કોલોનીમાં બાંધવાના પ્રસ્તાવ પર પર્યાવરણ હિતરક્ષકોએ ચિંતા પ્રગટ કરી છે.[][]

  1. "Pin code : Aarey Milk Colony, Mumbai". pincode.org.in. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૫.
  2. Nunes, Averil (૨ ઓગસ્ટ ૨૦૧૩). "How many of these 20 Picnic Hotspots have you visited?". Mumbai: Daily News and Analysis. મેળવેલ ૮ ઓગસ્ટ ૨૦૧૪.
  3. Pathak, Manish (૪ ફેબ્રુઆરી ૨૦૧૧). "ACB traps officer of Aarey Milk Colony in Mumbai". Mumbai: Daily News and Analysis. મેળવેલ ૯ ઓગસ્ટ ૨૦૧૪.
  4. "It's 50 years since Madhumati captured the hearts and minds of a nation". MiD DAY. ૧૯ જાન્યુઆરી ૨૦૦૮. મૂળ માંથી 2018-01-30 પર સંગ્રહિત. મેળવેલ ૭ સપ્ટેમ્બર ૨૦૧૪.
  5. "PWD wakes up to Mumbai Aarey Road's pitfalls". Mumbai: DNA (newspaper). DNA. ૨૩ નવેમ્બર ૨૦૧૧. મેળવેલ ૮ ઓગસ્ટ ૨૦૧૪.
  6. "Civic body to end toll collection, begin repair work on Aarey Colony road". Mid-Day. ૧૯ ઓગસ્ટ ૨૦૧૪. મેળવેલ ૨૮ ઓગસ્ટ ૨૦૧૪.
  7. Ashar, Sandeep (૩૧ માર્ચ ૨૦૧૧). "Plan for zoo at Aarey Colony gets a fillip". Mumbai: Times of India. મેળવેલ ૯ ઓગસ્ટ ૨૦૧૪.
  8. "Mumbaikars hug Aarey trees over Metro car shed". The Times of India (Times Internet આવૃત્તિ). Mumbai: The Times Group. ૧૫ ઓક્ટોબર ૨૦૧૭. મેળવેલ ૨૪ નવેમ્બર ૨૦૧૭.
  9. Korde, Kailash (૨૨ નવેમ્બર ૨૦૧૭). "After Metro, motor vehicle department wants Mumbai's Aarey Colony land for RTO". Hindustan Times. Mumbai. મેળવેલ ૨૪ નવેમ્બર ૨૦૧૭.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો