મરાઠી ભાષા
મરાઠી એ એક ઇન્ડો-આર્યન ભાષા છે જે મુખ્યત્વે ભારતના મહારાષ્ટ્રના ૮.૩૧ કરોડ મરાઠી લોકો દ્વારા બોલાય છે. તે પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોમાં અનુક્રમે સત્તાવાર ભાષા અને સહ-સત્તાવાર ભાષા છે અને તે ભારતની 22 અનુસૂચિત ભાષાઓમાંની એક છે. ૨૦૧૯ માં ૮.૩૧ કરોડ લોકો દ્વારા બોલાતી મરાઠી ભાષા, વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓની સૂચિમાં ૧૦મા ક્રમે છે. હિન્દી અને બંગાળી પછી ભારતમાં મરાઠીમાં ત્રીજા ક્રમાંકની પ્રચલિત ભાષા છે. [૫] સર્વે આધુનિક ભારતીય ભાષાઓમાં મરાઠી ભાષા કેટલુંક અતિ પ્રાચીન સાહિત્ય ધરાવે છે, જે લગભગ ઈ. સ. ૬૦૦ સુધીનું છે. [૬] મરાઠીની મુખ્ય બોલીઓ સામાન્ય મરાઠી અને વરાહદી બોલી છે . [૭] કોળી અને માલવાણી કોંકણી મરાઠી ભાષાથી ભારે પ્રભાવિત છે.
મરાઠી | |
---|---|
मराठी | |
મરાઠી | |
"મરાઠી" દેવનાગરી લિપીમાં | |
મૂળ ભાષા | ભારત |
વિસ્તાર | મહારાષ્ટ્ર |
વંશ | મરાઠી |
સ્થાનિક વક્તાઓ | દ્વિતીય ભાષા તરીકે વાપરનારા ૧.૨૦ કરોડ લોકો |
ભાષા કુળ | ઇન્ડો યુરોપિયન
|
પ્રારંભિક સ્વરૂપ | મહારાષ્ટ્રી પ્રાકૃત
|
બોલીઓ |
|
લિપિ | દેવનાગરી (બાળબોધ)[૧] દેવનાગરી બ્રેઈલ મોડી લિપી (historical/traditional)[૨] |
અધિકૃત સ્થિતિ | |
અધિકૃત ભાષા | ભારત – મહારાષ્ટ્ર, [[ગોવા], દમણ અને દીવ,[૩] અને દાદરા અને નગર હવેલી[૪] |
Regulated by | મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ અને અન્ય સંસ્થાઓ |
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-1 | mr |
ISO 639-2 | mar |
ISO 639-3 | Either:mar – આધુનિક મરાઠીomr – પ્રાચીન મરાઠી |
ભાષાનિષ્ણાતોની યાદી | omr Old Marathi |
Linguasphere | 59-AAF-o |
મરાઠી 'અમે' ના સમાવિષ્ટ અને વિશિષ્ટ સ્વરૂપોને જુદા પાડે છે અને તેમાં ત્રણ-લિંગ હોય છે જે પુરૂષવાચી અને સ્ત્રીની ઉપરાંત નાન્યતરને પણ માન્યતા આપે છે. [૮]
ભૌગોલિક ફેલાવો
ફેરફાર કરોમરાઠી મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગુજરાત, મધ્ય પ્રદેશ, ગોવા, કર્ણાટક (ખાસ કરીને બેલગામ, બીડર, ગુલબર્ગ અને ઉત્તર કન્નડના સરહદ જિલ્લાઓ), તેલંગાણા, દમણ અને દીવ અને દાદરા અને નગરહવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બોલાય છે. ભૂતપૂર્વ મરાઠા શાસિત વડોદરા, ઈંદોર, ગ્વાલિયર, જબલપુર અને તાંજોર (તંજાવુર) શહેરોમાં પણ સદીઓથી મરાઠી ભાષા વપરાય છે. ભારતના અન્ય ભાગોમાં અને વિદેશોમાં પણ મરાઠી લોકોના સ્થળાંતર દ્વારા મરાઠી ભાષા પહોંચી છે. [૯]
૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં ૮.૩૦કરોડ મૂળ મરાઠી ભાષીઓ હતા, જે તેને હિન્દી અને બંગાળી પછી ત્રીજી સૌથી વધુ બોલાતી માતૃભાષા બનાવે છે. મૂળ મરાઠી ભાષીઓ ભારતની વસ્તીના ૬.૮૬% છે. કુલ મરાઠી ભાષાના મૂળ વક્તાઓ મહારાષ્ટ્રમાં ૬૮.૯૩%, ગોવામાં ૧૦.૮૯%, દાદરા અને નગર હવેલીમાં ૭.૦૧%, દમણ અને દીવમાં ૪.૫૩%, કર્ણાટકમાં ૩.૩૮%, મધ્યપ્રદેશમાં ૧.૭૦% અને ગુજરાતમાં ૧.૫૨% છે. [૧૦]
સ્થિતિ
ફેરફાર કરોમરાઠી મહારાષ્ટ્રની સત્તાવાર ભાષા છે અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દમણ અને દીવ [૩] અને દાદરા અને નગરહવેલી માં સહ-સત્તાવાર ભાષા.છે [૪] ગોવામાં, કોંકણી એકમાત્ર સત્તાવાર ભાષા છે; જોકે, મરાઠીનો ઉપયોગ કેટલાક કિસ્સામાં કેટલાક સત્તાવાર હેતુ માટે પણ થઈ શકે છે. મરાઠીને ભારતના બંધારણની આઠમી સારિણીમાં શામેલ કરવામાં આવી છે, આમ તેને "અનુસૂચિત ભાષા" નો દરજ્જો મળ્યો છે. [૧૧] મહારાષ્ટ્ર સરકારે મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા સંસ્કૃતિ મંત્રાલયને આવેદનપત્ર પાઠવ્યું છે. [૧૨] મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ દ્વારા વર્ણવેલ સમકાલીન વ્યાકરણના નિયમોને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સમર્થન આપવામાં આવે છે. મરાઠી ભાષાના વિદ્વાનોની પરંપરાઓ અને ઉપરોક્ત નિયમો તત્સમને (સંસ્કૃતમાંથી સ્વીકૃત શબ્દોને) વિશેષ દરજ્જો આપે છે. આ વિશેષ દરજ્જા ને કારણે કે સંસ્કૃતની જેમ તત્સમ નિયમોનું પાલન થાય એવી અપેક્ષા હોય છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે નવા તકનીકી શબ્દોની માંગનો સામનો કરવા માટે સંસ્કૃતનો આશરો લેવાની આ પ્રથા મરાઠીને સંસ્કૃત શબ્દોનો મોટો સંગ્રહ આપે છે
મહારાષ્ટ્રમાં તમામ યુનિવર્સિટીઓ ઉપરાંત, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા વડોદરામાં,[૧૩] ઓસ્માનિયા યુનિવર્સિટી દ્વારા હૈદરાબાદમાં, [૧૪] કર્ણાટક યુનિવર્સિટી દ્વારા ધારવાડમાં, [૧૫] ગુલબર્ગ યુનિવર્સિટી માં કાલબુરગીમાં, [૧૬] દેવી અહલ્યા યુનિવર્સિટી દ્વારા ઈંદોરમાં [૧૭] અને ગોવા યુનિવર્સિટી દ્વારા ગોવામાં [૧૮] મરાઠી ભાષાશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસ માટે ખાસ વિભાગો છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (નવી દિલ્હી) એ મરાઠી માટે વિશેષ વિભાગ સ્થાપવાની યોજના જાહેર કરી છે. [૧૯]
૨૭ ફેબ્રુઆરીએ કવિ કુસુમાગ્રજ (વિષ્ણુ વામન શિરવડકર) નો જન્મદિવસને મરાઠી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. [૨૦]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Campbell, George L. (1999). Concise compendium of the world's languages ([Paperback ed., reprinted]. આવૃત્તિ). London: Routledge. ISBN 978-0415160490. મેળવેલ 8 January 2017.
- ↑ "Proposal" (PDF). www.unicode.org.
- ↑ ૩.૦ ૩.૧ The Goa, Daman, and Diu Official Language Act, 1987 makes Konkani the official language but provides that Marathi may also be used "for all or any of the official purposes". The Government also has a policy of replying in Marathi to correspondence received in Marathi. Commissioner Linguistic Minorities,, pp. para 11.3 "આર્કાઇવ ક .પિ". મૂળમાંથી અહીં સંગ્રહિત 19 સપ્ટેમ્બર 2009. મેળવેલ 9 નવેમ્બર 2019.CS1 maint: bot: original URL status unknown (link)
- ↑ ૪.૦ ૪.૧ [૧] સંગ્રહિત ૭ નવેમ્બર ૨૦૧૨ ના રોજ વેબેક મશિન
- ↑ "Abstract of Language Strength in India: 2011 Census" (PDF). Censusindia.gov.in.
- ↑ arts, South Asian." Encyclopædia Britannica. Encyclopædia Britannica 2007 Ultimate Reference Suite.
- ↑ Dhoṅgaḍe, Rameśa; Wali, Kashi (2009). "Marathi". London Oriental and African Language Library. John Benjamins Publishing Company. 13: 101, 139. ISBN 9789027238139.
- ↑ Dhongde & Wali 2009.
- ↑ "Marathi". ethnologue.com.
- ↑ "Abstract of Language Strength in India: 2011 Census" (PDF). Censusindia.gov.in.
- ↑ "SCHEDULE". constitution.org. મૂળ માંથી 2019-11-09 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-09.
- ↑ "Marathi may become the sixth classical language". Indian Express. મેળવેલ 25 June 2017.
- ↑ "Dept. of Marathi, M.S. University of Baroda". Msubaroda.ac.in. મૂળ માંથી 4 November 2012 પર સંગ્રહિત. મેળવેલ 9 May 2013.
- ↑ "University College of Arts and Social Sciences". osmania.ac.in.
- ↑ kudadmin. "Departments and Faculty". kudacademics.org. મૂળ માંથી 27 June 2014 પર સંગ્રહિત.
- ↑ "Department of P.G. Studies and Research in Marathi". kar.nic.in. મૂળ માંથી 2017-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-09.
- ↑ "List of statutes (Devi Ahilya University of Indore)". મૂળ માંથી 2017-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-09.
- ↑ "Dept.of Marathi, Goa University". Unigoa.ac.in. 27 April 2012. મૂળ માંથી 17 મે 2013 પર સંગ્રહિત. મેળવેલ 9 May 2013.
- ↑ "01 May 1960..." www.unitedstatesofindia.com. મૂળ માંથી 11 ઑક્ટોબર 2017 પર સંગ્રહિત. મેળવેલ 9 નવેમ્બર 2019. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "मराठी भाषा दिवस - २७ फेब्रुवारी". www.marathimati.com. મૂળ માંથી 2018-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-09.