આરોહણ માર્ગ
આરોહણ માર્ગ અથવા આરોહણ પથ અથવા ચઢાણવાળો રસ્તો એ એવા પ્રકારનો રસ્તો હોય છે જેના દ્વારા કોઇપણ પર્વતારોહી કોઇક પહાડ, વિશાળ કદની શિલા (ચટ્ટાન) અથવા બર્ફ શિલાની ટોચ સુધી પહોંચી શકે છે. વિભિન્ન માર્ગ નાટકીય રૂપમાં મુશ્કેલીભર્યા તથા ભિન્ન હોય શકે છે. આ ઉપરાંત એક વાર અગર કોઈ ટોચ પર પહોંચી પણ જાય તો ત્યાં રોકાણ કરી થોભવાનું અને અવરોહણ (ઉતરવાનું) મુશ્કેલીભર્યું થઇ શકે છે. માર્ગના વિકલ્પ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. નિર્દેશક પુસ્તિકા, જો ઉપલબ્ધ હોય તો એમાં બતાવવામાં આવેલા માર્ગોંનાં વિસ્તૃત ચિત્ર તેમજ તસ્વીરો અત્યંત સહાયક સિદ્ધ થઇ શકે છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |