આર્કટિક મહાસાગર
પૃથ્વીના ઉત્તર ધ્રુવ વિસ્તાર પર પથરાયેલો વિશ્વનો નાનામાં નાનો મહાસાગર
આર્કટિક મહાસાગર પૃથ્વીના પાંચ મહાસાગરોમાં વિસ્તારમાં સૌથી નાનો અને છીછરો મહાસાગર છે. આ મહાસાગરનો કુલ વિસ્તાર ૧૪,૦૬૦,૦૦૦ ચોરસ કિ.મી છે અને તે બધા મહાસાગરોમાં સૌથી વધુ ઠંડો છે. આર્કટિક મહાસાગર ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવ પાસે યુરેશીયા અને ઉત્તર અમેરિકાથી ઘેરાયેલો છે. ઉતર ધ્રુવની પાસે હોવાને કારણે તે બારેય મહીના બરફથી ઢંકાયેલ હોય છે. બેફીનનો ઉપસાગર, બેરેન્ટસ સમુદ્ર, બ્યુફોર્ટ સમુદ્ર, ચુક્ચિ સમુદ્ર, પુર્વ સાઈબીરીયન સમુદ્ર, ગ્રિનલેન્ડનો સમુદ્ર, આઇસલેન્ડનો સમુદ્ર, નોર્વેજીયન સમુદ્ર અને હડસનનો ઉપસાગર આ મહાસાગરના ભાગ છે. આર્કટિક મહાસાગરને કિનારે કેનેડા, રશિયા, ગ્રિનલેન્ડ (ડેન્માર્ક) જેવા દેશો આવેલા છે. ઉત્વીગ્વિક, ચર્ચિલ અને મુર્મુન્સકુ જેવા મોટા બંદરો આ મહાસાગરને કાંઠે આવેલ છે.
સંદર્ભ
ફેરફાર કરોઆ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |