આર્યશૂર
આર્યશૂર એ ભારતીય ઉપખંડની પ્રાચિન ભાષા સંસ્કૃતના પ્રખ્યાત બૌદ્ધ કવિ હતા. સામાન્ય રીતે તેમને અશ્વઘોષ કરતાં અભિન્ન માનવામાં આવે છે, પરંતુ આ બંન્નેની રચનાઓમાં રહેલી ભિન્નતાના કારણે આર્યશૂરને અશ્વઘોષ કરતાં ભિન્ન તથા પશ્ચાદ્વર્તી માનવું એ યુક્તિસંગત લાગે છે. એમના પ્રસિદ્ધ ગ્રંથ 'જાતકમાલા' ને મળેલી ખ્યાતિ ભારત દેશ કરતાં પણ ભારત દેશની બહાર બૌદ્ધજગતમાં કમ નથી. એમના આ ગ્રંથનો ચીની ભાષામાં અનુવાદ ૧૦મી શતાબ્દીમાં કરવામાં આવ્યો હતો.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |