આવસ્સય-સુત્ત

(આવશ્યક સૂત્ર થી અહીં વાળેલું)

આવસ્સય-સુત્ત (સંસ્કૃત: આવશ્યક સૂત્ર) જૈન ધર્મના શ્રાવકના નિત્યક્રમમાં આવેલ છ આવશ્યક ક્રિયાનુષ્ઠાનોનું નિરૂપણ કરતો પ્રાચીન ગ્રંથ છે.[]

પૃષ્ઠભૂમિ

ફેરફાર કરો

આ ગ્રંથના છ અધ્યાય છે: સામાયિક, ચતુર્વિંશતિસ્તવ (ચોવીસ તીર્થંકરોની સ્તુતિ), વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન.[]

આ ગ્રંથ પર ભદ્રબાહુએ આવસ્સય-નિજ્જુત્તિ નામે નિર્યુક્તિ (પૃથક્કરણ) લખી છે.[] હરિભદ્રસૂરિએ 'શિષ્યહિતા' નામે આ ગ્રંથની ટીકા કરી છે જેમાં ૩૫ અધ્યાયોમાં ૬ આવશ્યકનું વર્ણન અનેક પ્રાકૃત અને સંસ્કૃત કથાઓ સાથે કર્યું છે.[] અન્ય ટીકાઓમાં મલયગિરિની પણ એક ટીકા અને તિલકાચાર્યની લઘુવૃત્તિ છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ મહેતા, ગીતા. "આવસ્સય-સુત્ત – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2024-10-21.