કલ્પ સૂત્ર
કલ્પ સૂત્ર (સંસ્કૃત: कल्पसूत्र) એ એક જૈન ગ્રંથ છે જે જૈન તીર્થંકરોની, ખાસ કરીને પાર્શ્વનાથ અને મહાવીર જીવનચરિત્ર ધરાવે છે. [૧] પરંપરાગત માન્યતા અનુસાર તેની રચના ભદ્રબાહુએ કરી હોવાનું માનવામાં આવે છે, તે પરથી તેની રચના ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં થઈ હોવાનો અંદાજ છે. [૨] મહાવીરના નિર્વાણ કે મોક્ષ ગમન પછી પછી લગભગ ૯૮૦ અથવા ૯૯૩ વર્ષ પછી લખવામાં આવી હતી.
કલ્પ સૂત્ર | |
---|---|
માહિતી | |
ધર્મ | જૈન ધર્મ |
લેખક | ભદ્રબાહુ |
ઇતિહાસ
ફેરફાર કરોજૈન ધર્મના શ્વેતાંબર ફિરકા પાસે ઉપલબ્ધ છ સાહિત્ય ભંડોળના છેદ સૂત્રો પૈકીનું આ એક સૂત્ર છે. આ સૂત્રમાં વિગતવાર જીવન ચરિત્રો આપેલા છે અને ૧૫ સદીની મધ્યથી તેમાં લઘુ ચિત્રો પણ મુકવામાં આવ્યા છે. તેની ઉપલબ્ધ સૌથી જુની પ્રત ૧૪મી સદીમાં પશ્ચિમી ભારતમાં કાગળ પર લખાયલી પ્રત છે.
કલ્પસૂત્ર ભદ્રબાહુ દ્વારા લખાયલી માનવામાં આવે છે, પરંપરાગત રીતે તે મહાવીરના નિર્વાણ (મૃત્યુ) પછીના ૧૫૦ વર્ષ બાદ રચાયેલી હોવાનું કહેવાય છે. [૨] તે મોટે ભાગે મહાવીરના મિર્વાણ પછી ૯૮૦ કે ૯૯૩ વર્ષો બાદ ધ્રુવસેનાના શાસન દરમિયાન લખાયેલી હોવાની સંભાવના છે. [૩]
મહત્વ
ફેરફાર કરોજૈનોના આઠ દિવસીય પર્યુષણ પર્વ દરમ્યાન મહોત્સવમાં જૈન સાધુઓ લોકો સમક્ષ આ પુસ્તકનું વાંચન અને વર્ણન કરે છે. આ ધર્મગ્રંથો ફક્ત સાધુઓ જ વાંચી શકે છે, આ પુસ્તક ખૂબ ઊંચા આધ્યાત્મિક મૂલ્યો ધરાવે છે.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરોટાંકણ
ફેરફાર કરો- ↑ Jacobi, Hermann; Ed. F. Max Müller (1884). Kalpa Sutra, Jain Sutras Part I, Sacred Books of the East, Vol. 22. Oxford: The Clarendon Press.
- ↑ ૨.૦ ૨.૧ "Mahavira." Britannica Concise Encyclopedia. Encyclopædia Britannica, Inc., 2006. Answers.com 28 Nov. 2009. http://www.answers.com/topic/mahavira
- ↑ Kailash Chand Jain 1991.
સ્ત્રોતો
ફેરફાર કરો- Dundas, Paul (2002) [1992], જૈન (બીજું સંપાદન), રાઉટલેજ, આઈએસબીએન Dundas, Paul
- Jain, Kailash Chand (1991), લોર્ડ મહાવરા અને હિઝ ટાઇમ્સ, મોતીલાલ બનારસિદાસ, આઈએસબીએન Jain, Kailash Chand
- હર્મન જેકોબી દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત "ધ કલ્પ સત્ર" દિલ્હીમાં મોતીલાલ બનારસિદાસ પબ્લિશર્સ દ્વારા "ધ સેક્રેડ બુક્સ theફ ઇસ્ટ " (ભાગ 22) (1989) માં પ્રકાશિત કરાઈ ISBN 81-208-0123-7