ઇન્કલાબ ઝિંદાબાદ

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રચલિત નારો

ઇન્કલાબ ઝિંદાબાદ (ઉર્દૂ: اِنقلاب زِنده باد; હિંદી: इंक़लाब ज़िन्दाबाद) એક ઉર્દૂ-હિંદી નારો[૧][૨][૩] છે, જેનું ભાષાંતર "ક્રાંતિ અમર રહો!" એવું થાય છે.

આ નારો ઉર્દૂ કવિ અને ભારતીય સ્વાતંત્ર્ય સેનાની મૌલાના હસરત મોહાની દ્વારા ૧૯૨૧માં રચવામાં આવ્યો હતો.[૪][૫][૬] તે ભગત સિંહ (૧૯૦૭ - ૧૯૩૧) દ્વારા ૧૯૨૦ના દાયકામાં તેમના ભાષણો અને લખાણો દ્વારા લોકપ્રિય બન્યો હતો. તે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશનનો સત્તાવાર નારો હતો.[૭] એપ્રિલ ૧૯૨૯માં આ નારો ભગત સિંહ અને તેમના સાથી બી. કે. દત્ત વડે સંસદમાં બોમ્બ ફોડ્યા પછી પોકારવામાં આવ્યો હતો.[૮] પછીથી, જૂન ૧૯૨૯માં પ્રથમ વખત દિલ્હી હાઇકોર્ટમાં જાહેરમાં તેમના સંયુક્ત નિવેદનમાં પણ તેનો સમાવેશ થયો હતો.[૯][૧૦] ત્યારથી, આ નારો ભારતીય સ્વતંત્રતા ચળવળના આંદોલનોમાં વારંવાર પોકારવામાં આવતો હતો. સ્વતંત્રતા સંગ્રામ પર આધારિત ભારતીય રાજકીય નવલકથાઓમાં આ નારો ઘણી વખત વિવિધ પાત્રો દ્વારા પોકારાતો જોવા મળે છે.[૧૧]

આ નારો હવે સમાજવાદીઓ અને સામ્યવાદીઓ, ખાસ કરીને CPI (M), CPI અને ડાબેરી રાજકીય પક્ષો દ્વારા વારંવાર વપરાય છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "inqalab | A Practical Hindi-English Dictionary". DSAL |.[હંમેશ માટે મૃત કડી]
  2. "inquilab | Definition of inquilab in English by Oxford Dictionaries". Oxford Dictionaries | English. મૂળ માંથી 2018-08-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ માર્ચ ૨૦૧૮.
  3. "इंकलाब जिंदाबाद का नारा किसने दिया ? - Azab Gazab {{!}} DailyHunt". DailyHunt (અંગ્રેજીમાં). મેળવેલ 2018-08-04.
  4. Pandya, Prashant H. (૧ માર્ચ ૨૦૧૪). Indian Philately Digest (અંગ્રેજીમાં). Indian Philatelists' Forum.
  5. "LITERACY NOTES: Hasrat Mohani – a unique poet & politician". Business Recorder. ૧૮ જૂન ૨૦૦૫. મૂળ માંથી ૬ એપ્રિલ ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૮.
  6. "India remembers Maulana Hasrat Mohani who gave the revolutionary slogan 'Inquilab Zindabad'". Zee News (અંગ્રેજીમાં). ૨ જાન્યુઆરી ૨૦૧૭. મૂળ માંથી 2018-11-19 પર સંગ્રહિત. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૮.
  7. "Inquilab Zindabad: A War Cry for Change". મૂળ માંથી 2018-01-10 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-06.
  8. Habib, S. Irfan (૨૦૦૭). "Shaheed Bhagat Singh and his Revolutionary Inheritance". Indian Historical Review. 34.2: ૭૯-૯૪ – sagepub વડે.
  9. Singh, Bhagat. "Full Text of Statement of S. Bhagat Singh and B.K. Dutt in the Assembly Bomb Case". www.marxists.org. મેળવેલ 2018-04-06.
  10. "Bhagat Singh: Select Speeches And Writings, Edited by D. N. Gupta". archive.org. મેળવેલ 2018-04-06.
  11. Bhatnagar, O.P. (૨૦૦૭). Indian Political Novel in English. Delhi: Saruk and Sons. પૃષ્ઠ ૪૨. ISBN 9788176257992.

બાહ્ય કડીઓ ફેરફાર કરો