ભારતીય સ્વતંત્રતા સંગ્રામ રાષ્ટ્રીય તથા ક્ષેત્રીય આહવાનો, ઉત્તેજનાઓ તેમજ પ્રયત્નો વડે પ્રેરિત, ભારતીય રાજનૈતિક સંગઠનો દ્વારા સંચાલિત અહિંસાવાદી અને સૈન્યવાદી આંદોલન હતું, જેનો એક સમાન ઉદ્દેશ્ય, અંગ્રેજી શાસનને ભારતીય ઉપમહાદ્વીપમાંથી જડમૂળમાંથી ઉખાડી ફેંકવાનો હતો. આ આંદોલનની શરુઆત ઈ. સ. ૧૮૫૭માં થયેલા સિપાહી વિદ્રોહને માનવામાં આવે છે. સ્વાધીનતા મેળવવા માટે હજારો લોકોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ૧૯૩૦ કોંગ્રેસ અધિવેશનમાં અંગ્રેજો પાસેથી પૂર્ણ સ્વરાજ મેળવવા માટે માંગ કરવામાં આવી હતી.

આ પણ જુઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો