ઇ-મેઇલ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ઇ-મેઇલ કે વિજાણુ પત્ર એક પત્ર વ્યવહારની આધુનિક અને ઝડપી પધ્ધતી છે. જેમાં કોમ્પ્યુટર દ્વારા દુનિયાના કોઇ પણ ભાગમાં ક્ષણોમાં જ સંદેશો, ચિત્ર કે અન્ય કોઇ પણ પ્રકારનો દસ્તાવેજ મોકલી શકાય છે. આ પધ્ધતિમાં દરેક વપરાશકર્તાનું આપણાં હાલનાં ટપાલ સરનામાં જેવું એક અનન્ય સરનામું હોય છે જે (abc@xyz.com) એ પ્રકારનું હોય છે. જેમાં પ્રથમ ભાગ (abc) વપરાશકર્તાની અનન્ય ઓળખ આપે છે ત્યાર પછી "@" જે 'એટ' તરીકે ઉચ્ચારીત થાય છે અને ઇ-મેઇલ સરનામામાં ફરજિયાત પણે વપરાય છે, અને ત્યાર બાદનો (xyz.com) ભાગ આ સેવા આપનાર વેબસાઇટનો ઉલ્લેખ કરે છે.
આ સેવા મેળવવા માટે સેવા આપનારા કોઇ જાળસ્ટથળ (વેબસાઇટ) પર નોંધણી કરાવીને પોતાનું ઇ-મેઇલ સરનામું મેળવવાનું રહે છે.
હાલમાં ઘણા વેબસાઇટ આ સેવા ઉપલબ્ધ કરાવે છે. અમુક બહુ જાણીતા વેબસાઇટ જોઇએ તો:
- જીમેઇલ
- હોટમેઇલ
- યાહુ મેઇલ
- રેડીફ મેઇલ વગેરે ગણી શકાય.