ઈન્દ્રાવતી બંધ

નાબરંગપુરથી 30 કિ.મી.,ઓડિશા

ઈન્દ્રાવતી બંધ Indravati Dam એક માટીયાર બંધ છે, જે ઈન્દ્રાવતી નદી પર ભવાનીપટના ખાતેથી લગભગ ૯૦ કિ. મી. જેટલા અંતરે ભારત દેશના ઑડિશા રાજ્યમાં આવેલ છે. આ બંધ મુખ્ય ઇન્દ્રાવતી જળાશય સાથે (૪.૩૨ કિ. મી. લાંબી અને ૭ મીટર પહોળી) નહેર વડે સાથે જોડાયેલ છે, જેની વહન-ક્ષમતા ૨૧૦ ઘનમીટર પ્રતિ સેકન્ડ જેટલી છે અને તે બંધના વીજ ઉત્પાદન કરતા એકમ ખાતેથી બહાર નીકળે છે. હાલમાં તે પૂર્વીય ભારતમાં સૌથી વધુ વીજશક્તિ ઉત્પન્ન કરતો બંધ છે, જેની ક્ષમતા ૬૦૦ મેગાવોટ જેટલી છે.

ઈન્દ્રાવતી બંધ
ଇନ୍ଦ୍ରାବତୀ ଜଳବନ୍ଧ
Indravati Dam
મુખીગુડા ખાતે પાવર સ્ટેશન
ઈન્દ્રાવતી બંધ is located in ભારત
ઈન્દ્રાવતી બંધ
ઈન્દ્રાવતી બંધ
ଇନ୍ଦ୍ରାବତୀ ଜଳବନ୍ଧ
Indravati Damનું ભારતમાં સ્થાન
અધિકૃત નામઅપર ઈન્દ્રાવતી પાવર સ્ટેશન
સ્થળનેબરંગપુર, ઑડિશા ખાથી ૩૦ કિલોમીટર અંતરે
અક્ષાંશ-રેખાંશ19°16′34.8″N 082°49′42.4″E / 19.276333°N 82.828444°E / 19.276333; 82.828444Coordinates: 19°16′34.8″N 082°49′42.4″E / 19.276333°N 82.828444°E / 19.276333; 82.828444
બાંધકામ શરુઆત૧૯૭૮
ઉદ્ઘાટન તારીખ૨૦૦૧
બંધ અને સ્પિલવે
બંધનો પ્રકારમાટીયાર, ચણતર
નદીઇન્દ્રાવતી નદી
ઊંચાઇ45 m (148 ft)
લંબાઈ539 m (1,768 ft)
સરોવર
નામઈન્દ્રાવતી નદી ઉપરવાસ
કુલ ક્ષમતા2,300,000,000 m3 (1,900,000 acre⋅ft)[૧]
સ્ત્રાવ વિસ્તાર2,630 km2 (1,020 sq mi)
સપાટી વિસ્તાર110 km2 (42 sq mi)
અપર ઈન્દ્રાવતી પાવર સ્ટેશન
અક્ષાંશ-રેખાંશ19°25′37.2″N 082°51′22.7″E / 19.427000°N 82.856306°E / 19.427000; 82.856306
સંચાલકોOHPC
શરૂઆત તારીખ૧૯૯૯
ટર્બાઇન4 x 150 ફ્રાન્સીસ-ટાઇપ
સ્થાપિત ક્ષમતા૬૦૦ મેગાવૉટ (MW)

ઉપલી ઈન્દ્રાવતી પરિયોજના તેના પાણીનું માર્ગાન્તર કરીને મહા નદીના ઉપરી વિસ્તારમાં પહોંચાડી જળવીજ ઉત્પન્ન કરવા તેમ જ સિંચાઈના હેતુ માટે વાપરવાની વિચારણા કરી બનાવવામાં આવ્યો હતો. બંધના પાવર હાઉસ માટે આ યોજના અંતર્ગત સમગ્ર ઈન્દ્રાવતી નદી અને તેની ઉપનદીઓ પર ૪ (ચાર) જેટલા બંધો , ૮ (આઠ) જેટલા આડબંધો અને બે એકબીજા સાથે જોડતી નહેરોનું નિર્માણ કરી ૧,૪૩૫.૫ લાખ ઘનમીટર ક્ષમતાવાળું એક જળાશય બનાવવામાં આવેલ છે. આ સાથે એક હાતી નદી (મહાનદીની ઉપનદી) પર પણ એક આડબંધ બાંધવામાં આવેલ છે.[૨]

સંદર્ભો ફેરફાર કરો

  1. "Upper Indravati Multi Purpose Project JI02388". India WRIS. મૂળ માંથી 26 મે 2016 પર સંગ્રહિત. મેળવેલ 11 February 2016.
  2. "Indrawati Dam D01012". India WRIS. મૂળ માંથી 18 નવેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 11 February 2016.

બાહ્ય કડીઓ ફેરફાર કરો