ઈસ્ટોનિયાનો રાષ્ટ્રધ્વજ

ઈસ્ટોનિયાનો રાષ્ટ્રધ્વજ છેલ્લા સો વર્ષમાં અનેક વખત બદલાયો છે. રશિયા, જર્મની અને બાદમાં ફરીથી રશિયાનું શાસન અને અંતે આઝાદી મળતાં આમ બન્યું છે.

ઈસ્ટોનિયા
Flag of Estonia.svg
નામભૂરો-કાળો-સફેદ
પ્રમાણમાપ૭:૧૧
અપનાવ્યોનવેમ્બર ૨૧, ૧૯૧૮
રચનાભૂરો, કાળો અને સફેદ રંગના ત્રણ આડા પટ્ટા

ધ્વજ ભાવનાફેરફાર કરો

આમ તો ધ્વજના પ્રતિક વિશે અનેક માન્યતાઓ પ્રવર્તે છે પરંતુ ઐતિહાસિક રીતે ભૂરો રંગ દેશની ઉપરના ચોખ્ખા ભૂરા આકાશનું, કાળો રંગ દેશની ખોવાયેલી આઝાદીનું અને સફેદ રંગ ઉજ્જવળ ભવિષ્યની ખાતરીનું પ્રતિનિધિત્વ કરે છે.