ઉડ્ડિયાન બંધ (અંગ્રેજી: stomach lock) એ ભારતની પ્રાચીન યોગવિદ્યાનો એક ભાગ છે. ઉડ્ડિયાન બંધનો રોજ નિયમિત અભ્યાસ કરવામાં આવે તો લાંબા સમય સુધી યુવાન રહી શકાય છે અને વૃદ્ધ પણ પુન: યુવાન જેવી સ્ફુર્તિ પ્રાપ્ત કરી શકે છે.

વ્યૂત્પતિ ફેરફાર કરો

સંસ્કૃતમાં ઉડ્ડિયાન શબ્દનો અર્થ ઊડવું કે ઉર્ધ્વ ગમન એવો થાય છે. બંધની આ પ્રક્રિયામાં પેઢાંના સ્નાયુઓને એકસાથે અંદરની તરફ અને ઉપરની દિશામાં ખેંચવામાં આવે છે. એથી આ બંધને ઉડ્ડિયાન બંધ તરીકે ઓળખવામાં આવે છે.

રીત ફેરફાર કરો

સામાન્ય રીતે મોટા ભાગના અભ્યાસુઓ દ્વારા ઉભડક બેસીને આ બંધ કરવામાં આવે છે. જો કે સુતા સુતા કે શીર્ષાસન દરમ્યાન પણ આ બંધ કરી શકાય છે. ઊભા રહીને પણ થઈ શકે છે.

એક પ્રચલિત રીત મુજબ પ્રથમ બે પગની વચ્ચે એક ફૂટ જેટલી જગ્યા રહે એ રીતે ઊભા રહો. ત્યારબાદ સહેજ વાંકા નમીને ધુંટણમાંથી પગને વાળીને ખુરશી પર બેઠા હો ત્યારે જે સ્થિતિ હોય એ રીતે હવામાં (ખુરશીનો આધાર લીધા વગર) ઊભા રહો. બંને ખભા અને છાતી ટટ્ટાર, વિકસેલા અને આગળ તરફ રાખવા. હવે ઊંડો શ્વાસ લો અને તેને નાસિકા વાટે સહજ રીતે બહાર કાઢો. શ્વાસ બહાર કાઢ્યા બાદ ફરીથી શ્વાસ અંદર ભરવાના બદલે તેને બહાર જ રોકી રાખવો અને એ સ્થિતિમાં-શ્વાસ બહાર રોકી રાખીને-જ્યાં સુધી રહી શકાય ત્યાં સુધી રહેવા માટે પ્રયત્ન કરવો. સાથે સાથે નાભિના ઉપરના તથા નીચેના પેટના ભાગને બરડાને અડી જાય એવી રીતે સહેજ બળપૂર્વક અંદર અને ઉર્ધ્વ તરફ ખેંચો. ઉરોદરપટલના સ્નાયુઓ આ રીતે અંદર ખેંચવાથી અંતર્ગોળ ખાડા જેવું પેટ પર દેખાશે અને પેટ જાણે કરોડરજ્જુને અડી જવા અંદરની તરફ ગયું હોય એવું અનુભવાશે. આને ઉડ્ડિયાન બંધ કર્યો એમ કહેવાય છે.

ઉડ્ડિયાન બંધ કરતી વખતે મૂલ બંધ કરવો જરુરી છે એટલે પેટની સાથે ગુદાના સ્નાયુઓને પણ અંદરની તરફ સંકોચવા. જ્યાં સુધી શ્વાસને બહાર રોકી શકો તેટલો સમય આ બન્ને બંધ કરવા જોઇએ. શ્વાસ અંદર ભરો ત્યારે બંધ છોડી દેવા. આ રીતે રોજ ઓછામાં ઓછા પાંચ વખત આ બંધ કરવો જોઇએ.

આ બંધ કરનારે ખાસ યાદ રાખવું કે, આ બંધ ખાલી પેટે અને એ પણ શૌચ ક્રિયા કરી લીધા બાદ જ કરવો જોઇએ. તેથી સવારના સમયે શૌચ ગયા પછી જ એ કરવો અને એ પહેલા ચા કે પાણી પણ ન પીધા હોવા જોઇએ. અન્યથા નુકસાન થવા સંભાવના રહે છે.

ફાયદાઓ ફેરફાર કરો

  • ઉડ્ડિયાન બંધ દરમ્યાન પેટના સ્નાયુઓને કસરત મળે છે એથી પાચનતંત્ર વધુ કાર્યક્ષમ બને છે.
  • લાંબા કાળ સુધી ઉડ્ડિયાન બંધ કરવામાં આવે તો ચીર યૌવનની પ્રાપ્તિ થાય છે. વૃદ્ધ પણ તરુણ જેવો દેખાય છે. વૃદ્ધાવસ્થાની અસરોને ટાળી શકાય છે.
  • ઉરોદરપટલના સ્નાયુઓની કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય છે. જેને કારણે શ્વાસની ક્રિયા વધુ સારી રીતે કરી શકાય છે. અને શ્વસનતંત્રની ક્ષમતા સુધરતા લોહીના અભિસરણની પ્રક્રિયા પણ વધુ સારી રીતે થાય છે. જેથી કરીને, પેટ, યકૃત, બરોળ કીડની, સ્વાદુપિંડ તથા તેની આસપાસના અવયવો અને ગ્રંથિઓની કાર્યક્ષમતા સુધરે છે.
  • આ બંધ કરવાથી મનની શાંતિનો અનુભવ કરી શકાય છે.
  • નિયમિત આ બંધ કરવાથી લાંબુ આયુષ્ય ભોગવી શચાય છે.

આ પણ જૂઓ ફેરફાર કરો