જાલંધર બંધ
જાલંધર બંધ (અંગ્રેજી: thorat lock) એ ભારતની પ્રાચીન યોગવિદ્યાનો એક પ્રકાર છે. યોગની વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે આ બંધનું ઘણું જ મહત્વ છે.
વ્યૂત્પતિ
ફેરફાર કરોસંસ્કૃતમાં જાલ શબ્દનો ગુંચળું કે જાળું એવો અર્થ થાય છે અને ધરનો અર્થ ધારણ કરવું કે ટેકો આપવો એવો થાય છે. જાલંધર બંધ નાડીઓના સમૂહ કે ગુંચળાને ઊર્ધ્વ કરવામાં કે ઉપર ઊઠાવવામાં સહાય કરે છે તેથી તેને જાલંધર બંધ તરીકે ઓળખવામાં આવે છે.
રીત
ફેરફાર કરોજાલંધર બંધ યોગની વિવિધ ક્રિયાઓ દરમ્યાન કરવામાં આવે છે અને પદ્માસન, સિદ્ધાસન કે કોઇપણ અનુકૂળ આસનમાં કરી શકાય છે.
પ્રથમ સ્વચ્છ આસન પર કોઇપણ અનુકૂળ આસનમાં બેસો. ટટ્ટાર બેસીને માથુ સહેજ આગળની તરફ નમાવો અને દાઢીને છાતી પર ત્રિકોણ આકારનો ભાગ છે ત્યાં સુધી અડાડી દો અને બન્ને ખભાને ઉપરની તરફ ખેંચો. આમ કરવાથી કરોડરજ્જુ સીધી થશે અને ઉપરની તરફ ખેંચાશે. આ સમયે શ્વાસ બહાર કાઢીને કુંભક કરો એટલે કે શ્વાસને બહાર જ રોકી રાખો. આ ક્રિયાની સાથે જીભને અંદરની તરફ વાળી તાળવાની ઉપરના ભાગમાં ઉંધી લગાવો જેથી ગળાની શરૂઆતમાં આવેલ શ્વસનમાર્ગના છિદ્રો અવરોધાય. આંતરિક રીતે જીભથી જીહ્વાબંધ દ્વારા અને બાહ્ય રીતે હડપચીને પ્રાણને રોકો.
જ્યાં સુધી શ્વાસને બહાર રોકી શકો તેટલો સમય આ બન્ને ક્રિયાઓ કરવી. જ્યારે એમ લાગે કે હવે વધુ વખત સુધી શ્વાસને બહાર રોકી શકાશે નહીં, શ્વાસ અંદર ભરવો જ પડે એમ લાગે ત્યારે જીભને છોડી દેવી અને હડપચીનો ભાગ છાતી પર અડાડ્યો છે તેને પણ ઉપર લઈ લેવો. આ રીતે પાંચેક વખત જાલંધર બંધ કરવો.
ફાયદા
ફેરફાર કરો- કંઠ પ્રદેશમાં સહેજ દબાણ આપવાને કારણે આ બંધથી થાયરોઈડ ગ્રંથિને મદદ મળે છે. એ ગ્રંથિથી શરીરના વિવિધ અગત્યના કાર્યો માટે જરૂરી અંતઃસ્ત્રાવોનું નિયંત્રણ થતું હોવાથી શરીરની અગત્યની પ્રક્રિયાઓ જેવી કે હૃદયના ધબકારાનો દર, મસ્તિષ્ક પ્રદેશમાં થતી કેટલીક સ્વૈચ્છિક ક્રિયાઓ વગેરેમાં સુધારો થાય છે.
- પાન અને અપાન વાયુનું નિયંત્રણ કરી પ્રાણને સુષુમ્ણા નાડીમાં પ્રવેશ કરી ઉર્ધ્વગામી કરવાની અગત્યની પ્રક્રિયા માટે આ બંધ ખૂબ જ અગત્યનો છે.
- આ બંધ કરવાથી કુંડલિનીનું જાગરણ અને તેનું ઉર્ધ્વગમન થાય છે.