ઉદયપુર વન્યજીવન અભયારણ્ય
ઉદયપુર વન્યજીવન અભયારણ્ય (Udaypur Wildlife Sanctuary) ભારત દેશના બિહાર રાજ્યના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં આવેલ એક વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના વર્ષ ૧૯૭૮માં કરવામાં આવી હતી અને તેનો વિસ્તાર ૮.૭૪ ચોરસ કિલોમીટર જેટલો છે.
વન્યજીવન અભયારણ્ય ખાતે મુખ્યત્વે વેટલેન્ડ છે, જે ગંડકી નદીના પૂરક્ષેત્રમાં આવેલ ઓક્સબો તળાવ ખાતે સ્થિત છે. આ અભયારણ્ય વિવિધ જળનાં પક્ષીઓ, બંને રહેવાસી અને યાયાવર માટે નિવાસસ્થાન છે. અભ્યારણ્ય વિસ્તારોમાં દળદળનું વન, સૂકું નદીનું વન, અને ખૈર-સીસ્સો વન (Acacia catechu-Dalbergia sissoo)નો સમાવેશ થાય છે.[૧] તે નીચાણવાળા ગંગાના મેદાનોના ભેજવાળાં પાનખર જંગલોના પર્યાવરણીય ક્ષેત્રમાં આવેલ છે.
આ અભયારણ્ય ખાતે એક આરામ ગૃહ આવેલ છે. અહીંથી સૌથી નજીકનું નગર તેમ જ રેલ્વેમથક બેટિયાહ ખાતે આવેલ છે. આ અભયારણ્ય નાયબ નિયામક, પશ્ચિમ ચંપારણ વન વિભાગની વહિવટી સત્તા હેઠળ આવે છે, જેનું મુખ્ય મથક બેટિયાહ ખાતે આવેલ છે.
આ પણ જુઓ
ફેરફાર કરો- વાલ્મિકી રાષ્ટ્રીય ઉદ્યાન
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Negi, Sharad Singh (2002). Handbook of National Parks, Sanctuaries, and Biosphere Reserves in India. Indus Publishing. pp. 96-97