ઉદ્ધવ બાલ ઠાકરે (જન્મː ૨૭ જુલાઈ ૧૯૬૦) એ ભારતીય રાજકારણી છે. તેઓએ ૨૦૧૯થી ૨૦૨૨ સુધી મહારાષ્ટ્રના ૧૮મા મુખ્યમંત્રી હતા.[૨][૪][૫][૬] તેઓ શિવસેનાના પ્રમુખ છે.

ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના ૧૮મા મુખ્યમંત્રી[upper-alpha ૧]
પદ પર
૨૮ નવેમ્બર ૨૦૧૯ – ૩૦ જૂન ૨૦૨૨
ગવર્નરભગતસિંઘ કોશયારી
ડેપ્યુટીઅજીત પવાર
પુરોગામીદેવેન્દ્ર ફડનવીસ
અનુગામીએકનાથ શિંદે
પદ પર
૨૮ નવેમ્બર ૨૦૧૯ – ૩૦ જૂન ૨૦૨૨
ગવર્નરભગતસિંઘ કોશયારી
મંત્રાલય અને વિભાગો
  • સામાન્ય વહીવટ
  • કાયદો અને ન્યાયતંત્ર
  • માહિતી અને જનસંપર્ક
  • સૂચના પ્રૌદ્યોગિકી
  • વન વિભાગ
અન્ય વિભાગો કોઈ પણ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી.
પુરોગામી
  • દેવેન્દ્ર ફડનવીસ

(અન્ય વિભાગો)

  • સંજય રાઠોડ
(વન વિભાગ)
મહારાષ્ટ્ર વિધાનસભાના ગૃહના નેતા
પદ પર
૨૮ નવેમ્બર ૨૦૧૯ – ૩૦ જૂન ૨૦૨૨
ગવર્નરભગતસિંઘ કોશયારી
સ્પીકરનાના પટોલે
ડેપ્યુટી સ્પીકરઅજીત પવાર
પુરોગામીદેવેન્દ્ર ફડનવીસ
મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય
પદ પર
Assumed office
૧૪ મે ૨૦૨૦
ગવર્નરભગતસિંઘ કોશયારી
અધ્યક્ષરામરાજે નાઇક નિમ્બાલકર
બેઠકધારાસભ્યો દ્વારા ચૂંટાયેલા
શિવસેનાના દ્વિતીય અધ્યક્ષ
પદ પર
૨૩ જાન્યુઆરી ૨૦૧૩ - ૧૦ ઓક્ટોબર ૨૦૨૨
કાર્યકારી અધ્યક્ષ (૨૦૦૩–૧૩)
પુરોગામીબાલ ઠાકરે
મહા વિકાસ અઘાડીના પ્રમુખ
પદ પર
Assumed office
૨૬ નવેમ્બર ૨૦૧૯
અધ્યક્ષશરદ પવાર
સચિવબાલાસાહેબ થોરાટ
પુરોગામીનવનિર્મિત પદ
સામનાના પ્રધાન સંપાદક
પદ પર
૨૦ જૂન ૨૦૦૬ – ૨૮ નવેમ્બર ૨૦૧૯
પુરોગામીબાલ ઠાકરે
અનુગામીરશ્મી ઠાકરે
અંગત વિગતો
જન્મ
ઉદ્ધવ બાલ ઠાકરે[૧]

(1960-07-27) 27 July 1960 (ઉંમર 63)[૨]
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
રાજકીય પક્ષશિવસેના
જીવનસાથી
રશ્મિ ઠાકરે (લ. 1989)
સંતાનોઆદિત્ય ઠાકરે
તેજસ ઠાકરે
પિતાબાલ ઠાકરે
નિવાસસ્થાનવર્ષા બંગલો, દક્ષિણ મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત[૩]
માતૃ શિક્ષણસંસ્થાસર જે.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ આર્ટ

પ્રારંભિક જીવન અને શિક્ષણ ફેરફાર કરો

ઉદ્ધવ ઠાકરેનો જન્મ ૨૭ જુલાઈ ૧૯૬૦ના રોજ રાજકારણી બાલ ઠાકરે અને તેમની પત્ની મીના ઠાકરેના ત્રણ પુત્રોમાં સૌથી નાના તરીકે થયો હતો.[૨][૭] તેમણે શાળાકીય શિક્ષણ બાલમોહન વિદ્યામંદિરમાં કર્યું અને સર જેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ આર્ટમાંથી તેઓ સ્નાતક થયા.[૮]

રાજકીય કારકિર્દી ફેરફાર કરો

પ્રારંભિક રાજકીય કારકિર્દી ફેરફાર કરો

૨૦૦૨માં ઠાકરેએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં શિવસેનાના પ્રચાર પ્રભારી તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યાં પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું. ૨૦૦૩માં તેઓ શિવસેનાના કાર્યકારી પ્રમુખ તરીકે નિમાયા હતા. ઉદ્ધવે ૨૦૦૬માં પાર્ટીના મુખપત્ર સામના (શિવસેના દ્વારા દૈનિક મરાઠી- ભાષાનું અખબાર)ના મુખ્ય સંપાદક તરીકે પદ સંભાળ્યું હતું અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનતા પહેલાં ૨૦૧૯માં રાજીનામું આપ્યું હતું.[૯]

શિવસેનામાં ભાગલા પડ્યા જ્યારે તેમના પિતરાઇ ભાઇ રાજ ઠાકરેએ ૨૦૦૬માં પાર્ટી છોડી દીધી અને તેમનો પોતાનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામનો પક્ષ રચ્યો.[૧૦] ૨૦૧૨માં તેમના પિતા બાલ ઠાકરેના અવસાન પછી, તેમણે પક્ષનું નેતૃત્વ કર્યું હતું અને ૨૦૧૩માં શિવસેના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા, અને તેમના નેતૃત્વ હેઠળ શિવસેના ૨૦૧૪ માં મહારાષ્ટ્રની એનડીએ સરકારમાં જોડાઇ હતી.[૧૧]

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફેરફાર કરો

જોકે ઠાકરેએ તેમની રાજકીય કારકિર્દીમાં શરૂઆતમાં ક્યારેય કોઈ બંધારણીય પદ સંભાળ્યું ન હતું, જોકે ટૂંકી રાજકીય કટોકટી પછી, નવેમ્બર ૨૦૧૯ના રોજ, ચૂંટણી પછીના ગઠબંધન મહા વિકાસ અઘાડીના પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ તેમણે મહારાષ્ટ્રના ૧૯મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.[૪][૫][૧૧]

૨૯ જૂન ૨૦૨૨ના રોજ તેમના પક્ષમાં બળવાના પરિણામે રાજકીય કટોકટી પછી, ઠાકરેએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા આદેશ આપવામાં આવેલા ફ્લોર ટેસ્ટ પહેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. ઠાકરેએ બળવાખોર ધારાસભ્યોની ગેરલાયકાતની દરખાસ્ત પેન્ડિંગ હોવાનો હવાલો આપીને આ આદેશને ભારતની સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો.[૬]

અંગત જીવન ફેરફાર કરો

ઉદ્ધવ ઠાકરેએ રશ્મિ ઠાકરે સાથે લગ્ન કર્યા છે અને દંપતીને બે પુત્રો - આદિત્ય અને તેજસ છે.[૧૨]

સંદર્ભો ફેરફાર કરો

  1. "Uddhav Thackeray, first of his clan, takes oath as chief minister of Maharashtra". India Today (અંગ્રેજીમાં). 28 November 2019. મેળવેલ 17 December 2019.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Up close and personal with Uddhav Thackeray". Rediff.com. 22 April 2004. મેળવેલ 25 April 2014.
  3. "Maharashtra CM's 'Varsha' Bungalow Being Renovated at Rs 92 Lakh: PWD". News18 (અંગ્રેજીમાં). 16 December 2020. મેળવેલ 7 March 2021.
  4. ૪.૦ ૪.૧ "Maharashtra swearing-in HIGHLIGHTS: Farmers first; Uddhav sets priority after first cabinet meet". The Indian Express (અંગ્રેજીમાં). 28 November 2019. મેળવેલ 29 November 2019.
  5. ૫.૦ ૫.૧ "Uddhav Thackeray sworn in as 19th CM of Maharashtra: First of family to hold this office, 59-yr-old gets kudos from Modi, Sonia Gandhi". Firstpost. 29 November 2019. મેળવેલ 29 November 2019.
  6. ૬.૦ ૬.૧ Rawal, Swapnil (29 June 2022). "Uddhav Thackeray resigns as Maharashtra chief minister hours ahead of trust vote". Hindustan Times (અંગ્રેજીમાં). મેળવેલ 29 June 2022.
  7. "Uddhav Thackeray Oath Ceremony : उद्धव ठाकरे बने महाराष्ट्र के CM, छह कैबिनेट मंत्रियों ने भी ली शपथ". NDTVIndia. 28 November 2019. મેળવેલ 8 December 2019.
  8. "Uddhav Thackeray sworn in as the 18th chief minister of Maharashtra". The Economic Times. 28 November 2019. મેળવેલ 16 March 2020.
  9. "Udhav Thackeray quite as Saamna editor". India. મેળવેલ 29 November 2019.
  10. "How A Murder Case Led To Raj Thackeray's Exit From Shiv Sena". HuffPost India (અંગ્રેજીમાં). 25 September 2019. મેળવેલ 8 November 2019.
  11. ૧૧.૦ ૧૧.૧ "Maharashtra government formation news". Times of India. 22 April 2004. મેળવેલ 28 November 2019.
  12. "Uddhav May Shift to New House After LS Elections". Indian Express. Mumbai. 9 April 2014. મૂળ માંથી 26 એપ્રિલ 2014 પર સંગ્રહિત. મેળવેલ 25 April 2014.

નોંધ ફેરફાર કરો

  1. મુખ્ય પ્રધાન તરીકે, ઠાકરેએ સામાન્ય વહીવટ, કાયદો અને ન્યાયતંત્ર, માહિતી અને જનસંપર્ક, સૂચના પ્રૌદ્યોગિકી અને અન્ય બિનફળવાયેલ વિભાગો સંભાળ્યા હતા.

બાહ્ય કડીઓ ફેરફાર કરો