ઉપનિષદ
ઉપનિષદ વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી વેદાંત ગણાય છે. ઉપનિષદો મુલત: આધ્યાતમવિદ્યાના ગ્રંથો છે. ઉપનિષદોમાંથી ભારતીય દર્શનની અનેક શાખાઓ જન્મી છે, વધી છે અને વિકસી છે. ગીતા ઉપનિષદોનો પણ સારરૂપ ગ્રંથ ગણાય છે. ઉપનિષદો, બ્રહ્મસુત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતા – આ ત્રણ મળીને વેદાંતની પ્રસ્થાનત્રયી બને છે. ઉપનિષદોની સંખ્યા લગભગ ૩૦૦ની છે. પ્રધાન ૧૩ ઉપનિષદો ગણાય છે.[૧][note ૧] જે આ પ્રમાણે છે:
- ઈશ
- કેન
- કઠ
- માંડૂક્ય
- મૂંડક
- પ્રશ્ન
- ઐતરેય
- તૈત્તિરીય
- છાંદોગ્ય
- બૃહદારણ્યક
- શ્વેતાશ્વર
- કોષીતિકી
- નૃસિંહતાપની
આમાંના પ્રથમ અગિયાર પર ભગવાન શંકરાચાર્યના ભાષ્યગ્રંથો રચાયા છે.
૧૦૮ ઉપનિષદ
ફેરફાર કરોઉપનિષદની યાદી, મુખ્ય વેદ ગ્રંથ પ્રમાણે છે. શુક્લયજુર્વેદ ની મુક્તિકોપનિષદ માં શ્રીરામ અને શ્રી હનુમાન ના સંવાદ રૂપે મુખ્ય ૧૦૮ ઉપનિષદ તેના વેદ સાથે ના સંબંધ પ્રમાણે અને શાંતિ પાઠ અનુસાર ક્રમબદ્ધ કરવા માં આવી છે.
વેદ | સંખ્યા[૫] | મુખ્ય[૧] | સામાન્ય | સંન્યાસ[૬] | શક[૭] | વૈષ્ણવ[૮] | શૈવ[૯] | યોગ[૧૦] |
---|---|---|---|---|---|---|---|---|
ઋગ્વેદ | ૧૦ | ઐતરેય, કોષીતિકી | આત્મબોધ, મુદ્ગલ | નિર્વાણ | ત્રિપૂરા, સૌભાગ્ય લક્ષ્મી, બહવૃચ | - | અક્ષમાલિકા | નાદબિંદુ |
સામવેદ | ૧૬ | છાંદોગ્ય, કેન | વજ્રસુચિક, મહા, સાવિત્રી | આરૂણીક, મૈત્રેય, બૃહત-સંન્યાસ, કુંડિક (લઘુ-સંન્યાસ) | - | વાસુદેવ, અવ્યક્ત | રુદ્રાક્ષજબાલ, જાબાલી | યોગ ચુડામણી, દર્શન |
કૃષ્ણ યજુર્વેદ | ૩૨ | તૈત્તિરીય, કઠ, શ્વેતાશ્વર, મૈત્રાયણી[note ૨] | સર્વસાર, સુખરહસ્ય, સ્કંધ, ગર્ભ, શારીરક, એકાક્ષર, અક્ષિ | બ્રહ્મ, (લધુ, બૃહદ) અવધૂત, કઠશ્રુતિ | સરસ્વતીરહસ્ય | નારાયણ, કલિ-સંતરણ | કૈવલ્ય, કાલાગ્નિ રુદ્ર, દક્ષિણામૂર્તિ, રુદ્રહૃદય, પંચબ્રહ્મ | અમૃતબિંદુ, તેજોબિંદુ, અમૃતનાદ, ક્ષુરીક, ધ્યાનબિંદુ, બ્રહ્મવિદ્યા, યોગતત્વ, યોગશિખા, યોગકુંડલિની, વરાહ |
શુકલ યજુર્વેદ | ૧૯ | બૃહદારણ્યક, ઇશાવાસ્ય | સુબલ, માંત્રિક, નીરાલંબ, પિંગળ, અધ્યાત્મ, મુક્તિકા | જાબલા, પરમહંસ, ભિક્ષુક, તુરિયાતીતા-અવધુત, યાજ્ઞવલ્ક્ય, સત્ય્યાનિયા | - | તાર-સાર | - | અદ્વયતારક, હંસ, ત્રિશિખી, મંડલ |
અથર્વવેદ | ૩૧ | મુંડક, માંડુક્ય, પ્રશ્ન | આત્મા, સૂર્ય, પ્રાંગનિહોત્રા[૧૨] | અશર્મ, નારદ-પરિવ્રાજક, પરમહંસ પરિવ્રાજક, પરબ્રહ્મ | સીતા, દેવી, ત્રિપુરાતાપનિ, ભાવના | નૃસિંહતાપની, મહાનારાયણ (ત્રિપદ્વિભૂતિ), રામરહસ્ય, રામતાપણી, ગોપાલતપણિ, કૃષ્ણ, હયગ્રીવ, દત્તાત્રેય, ગરુડ | અથર્વશિર,[૧૩] અથર્વશિખ, બૃહજ્જબાલ, શરભ, ભસ્મજાબાલ, ગણપતિ | શાંડિલ્ય, પાશુપત, મહાવાક્ય |
કુલ ઉપનિષદ | ૧૦૮ | ૧૩[note ૧] | ૨૧ | ૧૯ | ૮ | ૧૪ | ૧૩ | ૨૦ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ Peter Heehs (2002), Indian Religions, New York University Press, ISBN 978-0814736500, pages 60-88
- ↑ Robert C Neville (2000), Ultimate Realities, SUNY Press, ISBN 978-0791447765, page 319
- ↑ Stephen Phillips (2009), Yoga, Karma, and Rebirth: A Brief History and Philosophy, Columbia University Press, ISBN 978-0231144858, pages 28-29
- ↑ Olivelle 1998, p. xxiii.
- ↑ ૫.૦ ૫.૧ Parmeshwaranand 2000, pp. 404–406.
- ↑ Patrick Olivelle (1992), The Samnyasa Upanisads, Oxford University Press, ISBN 978-0195070453, pages x-xi, 5
- ↑ AM Sastri, The Śākta Upaniṣads, with the commentary of Śrī Upaniṣad-Brahma-Yogin, Adyar Library, OCLC 7475481
- ↑ AM Sastri, The Vaishnava-upanishads: with the commentary of Sri Upanishad-brahma-yogin, Adyar Library, OCLC 83901261
- ↑ AM Sastri, The Śaiva-Upanishads with the commentary of Sri Upanishad-Brahma-Yogin, Adyar Library, OCLC 863321204
- ↑ The Yoga Upanishads TR Srinivasa Ayyangar (Translator), SS Sastri (Editor), Adyar Library
- ↑ Paul Deussen, Sixty Upanishads of the Veda, Volume 1, Motilal Banarsidass, ISBN 978-8120814684, pages 217-219
- ↑ Prāṇāgnihotra is missing in some anthologies, included by Paul Deussen (2010 Reprint), Sixty Upanishads of the Veda, Volume 2, Motilal Banarsidass, ISBN 978-8120814691, page 567
- ↑ Atharvasiras is missing in some anthologies, included by Paul Deussen (2010 Reprint), Sixty Upanishads of the Veda, Volume 2, Motilal Banarsidass, ISBN 978-8120814691, page 568