સામવેદ
સામવેદ (સંસ્કૃત: सामवेद:)ની ગણતરી ત્રીજા વેદ તરીકે થાય છે. સામવેદ શબ્દ સંસ્કૃત શબ્દો સામ (ગાન) અને વેદ (જ્ઞાન)નો બનેલો છે. સામવેદમાં રાગમય ઋચાઓનું સંકલન છે.[૧] સામવેદ હિંદુ ધર્મના શાસ્ત્રો પૈકીનો એક ગ્રંથ છે, તે કર્મકાંડને લગતો ગ્રંથ છે, જેની ૧૮૭૫ ઋચાઓ ઋગ્વેદમાંથી લેવામાં આવેલી છે.[૨] મૂળ ગ્રંથના ત્રણ સંસ્કરણો બચ્યાં છે અને ભારતના જુદા-જુદા ભાગોમાંથી તેની વિવિધ હસ્તપ્રતો મળી આવી છે.[૩] [૪]સામવેદ સૂર્યમાંથી ઉત્પન્ન થયેલો મનાય છે. આ વેદ તેમ જ એનો ઉપવેદ ગાંધર્વવેદ બ્રહ્મદેવના પશ્ચિમ મુખમાંથી નીકળ્યા હોવાનું મનાય છે. આ વેદની પત્નીનું નામ શિવા છે [૫].
અમુક સંશોધનકારોનું માનવું છે કે ભલે સામવેદનો જૂનામાં જૂનો ભાગ છેક ઇ.પૂ. ૧૭૦૦ (ઋગ્વેદનો કાળ) જેટલો જૂનો છે, પણ હાલમાં પ્રાપ્ત સ્વરૂપ ઋગ્વેદ પછીના કાળનું વૈદિક સંસ્કૃત ધરાવે છે, એટલે કે ઇસ.પૂ. ૧૨૦૦થી ૧૦૦૦ની આસપાસનું અને તે પણ અથર્વવેદ અને યજુર્વેદની સાથેસાથેના કાળનું.[૬] છાંદોગ્યોપનિષદ (છાંદોગ્ય) અને કેનોપનિષદ (કેન) ઉપનિષદ એ સામવેદની અંદર રહેલા ૧૦૮ ઉપનિષદો પૈકીના બે મુખ્ય ઉપનીષદો છે, જે હિંદુ ધર્મનો અભ્યાસ કરનારાઓ મહદંશે ભણતા હોય છે તથા હિંદુ તત્વજ્ઞાનના દર્શનશાસ્ત્ર પર વિશેષ પ્રભાવ ધરાવે છે, ખાસ કરીને વેદાંતદર્શન પર.[૭] ભારતીય શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓ તેમના મૂળ સામવેદના મંત્રો અને ગાનને ગણાવે છે.[૮]
ઋગ્વેદના મોટા ભાગના મંત્રોને ઉદ્દત્ત, અનુદત્ત અને સ્વરિત શ્રેણીમાં મૂકી સંહિતાની કવિતાને સંગીતમાં પ્રવાહિત કરવાનો મહાપ્રાચીન અને મહાસમર્થ પ્રયત્ન તે સામવેદ. આ વેદમાં સંગીત ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. ઉચ્ચારનાં લક્ષણો તેમાં આપવામાં આવ્યા છે અને સૂરાવલિનો તેમાં પ્રવેશ થયો છે, એટલું જ તેનામાં અને ઋગ્વેદમાં અંતર છે. આ વેદ પૂર્વ અને ઉત્તર એમ બે ભાગમાં વહેંચાયેલો છે. તેનું પરિમાણ ઉપનિષદ્ સહિત ૮,૦૧૪ છે. આ વેદની ૧,૦૩૦ શાખા હતી. તેમાંની હમણાં જે ઉપલબ્ધ થઈ શકે છે તેમનાં નામો આ પ્રમાણે છે: રાણાયનીય, સાત્યમુપ્રય, કાલાપ, મહાકાલાપ, લાંગબિક, શાર્દૂલીય ને કૌથુળ. કૌથુળશાળાના છ ભેદ છે. તે આવી રીતે: આસુરાયણ, વાતાયન, પ્રાંજલીય, વૈનધૂત, પ્રાચીનયોગ્ય ને નેગેય. આ વેદનાં બ્રાહ્મણો હમણાં મળી શકે છે. તેમનાં નામો: પ્રૌઢ, ષડ્વિંશ, સામવિધાન, મંત્રબ્રાહ્મણ, આર્ષેય, દેવતાધ્યાય, વંશ, સંહિતોપનિષદ બ્રાહ્મણ. આ સામવેદ બહુધા ઋગ્વેદના નવમા મંડળના મંત્રોને મળતો આવે છે અને તે જ્ઞાનમય છે. તેમાં સમગ્ર ઋચા ૧,૫૪૯ છે. તેમાંનો કાંઈક પાઠ સાંપ્રતના ઋગ્વેદના પાઠથી ભિન્ન છે. તે પાઠ ભિન્નભિન્ન શાખામાંનો હશે એમ જણાય છે. ૧,૫૪૯ ઋચામાં ૭૮ ઋચા ઋગ્વેદની નથી, પણ ભિન્ન છે. યજ્ઞમાં આહ્વાન કરેલા દેવોને ગાનથી સંતોષ પમાડવાનું કામ સામવેદીય ઋત્વિજ કરે છે અને તે ઉદ્ગાતા કહેવાય છે[૫].
ગ્રંથો
ફેરફાર કરોસામવેદ તે ગાયનનો વેદ છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો "ગાઈ શકાય તેવા શ્લોકોનું સંકલન".[૯] ફ્રિટ્સ સ્ટાલ નામના સંશોધકના મતે તે સંગીતબદ્ધ કરેલો ઋગ્વેદ જ છે.[૧૦] તેમાં ઋગ્વેદ કરતા ઘણા ઓછા શ્લોકો છે,[૪] પણ ગ્રંથની દૃષ્ટિએ તે મોટો છે કેમકે તેમાં બધાજ મંત્રો અને વિધીઓનું સંકલન છે.[૧૦]
સામવેદમાં સ્વરલેખિત રાગોનો સમાવેશ થયેલો છે, અને એ આજે ઉપલબ્ધ એવા સંકલનોમાંનું વિશ્વનું સૌથી જુનું સંકલન છે.[૧૧] સામવેદની જુદી-જુદી શાખાઓમાં મોટેભાગે સ્વરલેખન સામવેદના શ્લોકો/ઋચાઓની તરત ઉપર કે તેમની અંદર કરેલું જોવા મળે છે, અને તે પણ શાખાને આધારે શાબ્દિક રીતે કે પછી અંક દ્વારા વર્ણવવામાં આવેલું છે.[૧૨]
સંસ્કરણો
ફેરફાર કરોસામવેદ ગ્રંથના ત્રણ સંસ્કરણો છે:[૩]
- કૌથુમીય સંસ્કરણ the ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઑડિશા અને છેલ્લા થોડાક દાયકાઓથી બિહારના દરભંગામાં અસ્તિત્વ ધરાવે છે,
- રાણાયનીય મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોકર્ણા અને ઑડિશાના અમુક ભાગોમાં, અને
- જૈમિનીય કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં
કાળગણના અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય
ફેરફાર કરોમાઇકલ વિત્ઝેલ નામક સંશોધકનું કહેવું છે કે સામવેદ અને અન્ય વૈદિક ગ્રંથોનો નિશ્ચિત કાળ ચોક્કસપણે કહી શકાય તેમ નથી.[૧૩] તે સામવેદની સંહિતાઓને કાળગણનામાં ઋગ્વેદ પછી મૂકે છે અને તેને અથર્વવેદ તથા યજુર્વેદનો સમકાલીન ગણાવે છે કે, એટલે કે ઇસ.પૂર્વે ૧૨૦૦થી ૧૦૦૦ના ગાળામાં.[૧૩]
સામવેદના મંત્રોનું ઉચ્ચારણ કે ગાયન આશરે દસ-બાર શૈલિઓમાં થતું આવ્યું છે, પણ એક મત મૂજબ હાલમાં હયાત એવી ત્રણ પ્રણાલીઓમાં જૈમિનીય પ્રણાલીમાં તે મૂળ શૈલિની સૌથી વધુ નજીક છે.[૧૧]
રચના
ફેરફાર કરોવૈદિક શાખા | બ્રાહ્મણ | ઉપનિષદ | શૌત સુત્રો |
---|---|---|---|
કૌથુમીય-રાણાયનીય | પંચવિંશ ષડ્વિંશ | છાંદોગ્ય ઉપનિષદ | લાત્યાયન દ્રહ્યાયન |
જૈમિનીય કે તાલાવકાર | જૈમિનીય | કેન ઉપનિષદ જૈમિનીય ઉપનિષદ |
જૈમિનીય |
આ પણ જુઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- વિકિસ્ત્રોત સંસ્કૃત પર सामवेद:
- વેદ-પુરાણ - અહી ચાર વેદો તથા દશ થી વધુ પુરાણ હિંદી અર્થ સહિત ઉપલબ્ધ છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Frits Staal (2009), Discovering the Vedas: Origins, Mantras, Rituals, Insights, Penguin, ISBN 978-0143099864, pages 107-112
- ↑ Michael Witzel (1997), "The Development of the Vedic Canon and its Schools : The Social and Political Milieu" in Inside the Texts, Beyond the Texts: New Approaches to the Study of the Vedas, Harvard University Press, pages = 269-270
- ↑ ૩.૦ ૩.૧ Griffith, R. T. H. The Sāmaveda Saṃhitā, ISBN 978-1419125096, page vi
- ↑ ૪.૦ ૪.૧ James Hastings, Encyclopaedia of Religion and Ethics ગુગલ બુક્સ પર., Vol. 7, Harvard Divinity School, TT Clark, pages 51-56
- ↑ ૫.૦ ૫.૧ મહારાજ ભગવતસિંહજી ગોહિલ. "સામવેદ". જ્ઞાનકોશ. મૂળ માંથી ૧૩ ડિસેમ્બર ૨૦૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૧૨-૧૨-૨૦૧૫. Check date values in:
|access-date=
(મદદ) - ↑ Michael Witzel The Development of the Vedic Canon and its Schools : The Social and Political Milieu Harvard University
- ↑ Max Muller, Chandogya Upanishad, The Upanishads, Part I, Oxford University Press, pages LXXXVI-LXXXIX, 1-144 with footnotes
- ↑ Guy Beck (1993), Sonic Theology: Hinduism and Sacred Sound, University of South Carolina Press, ISBN 978-0872498556, pages 107-108
- ↑ Frits Staal (2009), Discovering the Vedas: Origins, Mantras, Rituals, Insights, Penguin, ISBN 978-0143099864, page xvi-xvii, Quote: "The Vedas are an Oral Tradition and that applies especially to two of the four: the Veda of the Verse (Rigveda) and the Veda of Chants (Samaveda). (...) The Vedas are not a religion in any of the many senses of that widespread term. They have always been regarded as storehouses of knowledge, that is: veda."
- ↑ ૧૦.૦ ૧૦.૧ Frits Staal (2009), Discovering the Vedas: Origins, Mantras, Rituals, Insights, Penguin, ISBN 978-0143099864, pages 4-5
- ↑ ૧૧.૦ ૧૧.૧ Bruno Nettl, Ruth M. Stone, James Porter and Timothy Rice (1999), The Garland Encyclopedia of World Music, Routledge, ISBN 978-0824049461, pages 242-245
- ↑ KR Norman (1979), Sāmavedic Chant by Wayne Howard (Book Review), Modern Asian Studies, Vol. 13, No. 3, page 524;
Wayne Howard (1977), Samavedic Chant, Yale University Press, ISBN 978-0300019568 - ↑ ૧૩.૦ ૧૩.૧ Michael Witzel (2003), "Vedas and Upaniṣads", in The Blackwell Companion to Hinduism (Editor: Gavin Flood), Blackwell, ISBN 0-631215352, pages 68-70
- ↑ Frits Staal (2009), Discovering the Vedas: Origins, Mantras, Rituals, Insights, Penguin, ISBN 978-0143099864, pages 80, 74-81