ઉયૂની એ દક્ષિણ-પશ્ચિમ બોલીવિયાનું એક શહેર છે. આ શહેર વિશ્વમાં પ્રવાસન અને ચલચિત્રોના આલેખન માટે જાણીતું છે. પાણીના અભાવ અને ક્ષારયુક્ત જમીનના કારણે આ ક્ષેત્રમાં કૃષિનું પ્રમાણ ખુબ ઓછું છે. અહીંની અર્થવ્યવસ્થા મોટાભાગે પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલી છે.

ઉયૂની

Uyuni
શહેર
ઉયૂની શહેર કેન્દ્ર
ઉયૂની શહેર કેન્દ્ર
ઉયૂનીનો ધ્વજ
Flag
ઉયૂની is located in Bolivia
ઉયૂની
ઉયૂની
બોલિવિયામાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 20°28′12″S 66°50′50″W / 20.47000°S 66.84722°W / -20.47000; -66.84722
દેશ બોલીવિયા
પ્રાંતએન્ટોનિઓ ક્વિજાર્રો
વસ્તી
 (૨૦૧૨)
 • કુલ૧૦,૪૬૦
સમય વિસ્તાર-૪

ઉયૂની વિશ્વનો સૌથી મોટો ખારોપાટ હોય, પ્રવાસીઓ અને ચલચિત્ર નિર્માતાઓનો વર્ષભર ખુબ ધસારો રહે છે. આ નગર ચિલી અને આર્જેન્ટિનાની સીમાઓની નજીક આવેલું હોવાથી આ બંને રાષ્ટ્રો સાથે આર્થિક અને સામાજીક સંબંધો ધરાવે છે.

આ નગરમાં રેલવે શવસ્થાન અને ખારોપાટ આકર્ષક સ્થાનો છે. વર્ષ ૨૦૧૬માં રજૂ થયેલ તેલુગુ ચલચિત્ર સર્રાઈનોડુ માં દર્શાવાયા પછી આ ક્ષેત્ર ભારતીય પ્રવાસીઓમાં પ્રચલિત બન્યું છે.[૧][૨]

છબીઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. "Sarrainodu shooting songs in Salar de Uyuni". telugucinema.com (અંગ્રેજીમાં). 2016-03-09. મૂળ માંથી 2019-04-03 પર સંગ્રહિત. મેળવેલ 2019-04-03.
  2. "'Sarrainodu' team at salt flat in Uyuni". મૂળ માંથી 2019-04-03 પર સંગ્રહિત. મેળવેલ 2019-04-03.