ઉલમાન પ્રક્રિયા
ઉલમાન પ્રક્રિયા (અંગ્રેજી: Ullamann reaction) ફ્રિટ્ઝ ઉલમાન દ્વારા વિકસાવવામાં આવી હતી. ડાયફિનાઈલ અને તેનાં વ્યુત્પન્નો તાંબું વાપરીને ઉલમાને બનાવ્યાં. ત્યાર પછી આ પ્રક્રિયાનો ઉપયોગ ઘણો જ બહોળા પ્રમાણમાં થયો.[૧]
પ્રક્રિયા
ફેરફાર કરોઊંચા ઉષ્ણતામાને એરાઈલ હેલાઈડની તાંબાની હાજરીમાં પ્રક્રિયા થતાં ડાયફિનાઈલ અથવા તેનાં વ્યુત્પન્નો મળે છે.[૧]
એરાઈલ હેલાઈડમાં તાંબુ ધીમે ધીમે ઉમેરીને પ્રક્રિયા 100 °C થી 300 °C સે. તાપમાને થોડાક કલાક સુધી કરવામાં આવે છે. કેટલીક પ્રક્રિયાઓમાં ડાય-મિથાઈલ ફોર્મેમાઈડ દ્રાવક વાપરીને કરવામાં આવે તો નીપજ સારી મેળવી શકાય છે. કૉપર કે કૉપર બ્રૉન્ઝને બદલે ઇલેક્ટ્રોલેટિક કૉપર વાપરવામાં આવે તો નીપજનું પ્રમાણ વધારી શકાય છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |