ઊર્મિ બાસુ

દેહવિક્રેતાની સુરક્ષા માટે કાર્યરત સમાજસેવિકા

ઉર્મિ બાસુ એક ભારતીય મહિલા છે જે કોલકાતામાં દેહ વિક્રેતા (સેક્સ વર્કર્સ)ની સુરક્ષા માટે કાર્ય કરી રહી છે. ૨૦૧૯માં તેમને ભારતમાં મહિલાઓ માટેનો સર્વોચ્ચ નારી શક્તિ પુરસ્કાર મળ્યો હતો.

ઊર્મિ બાસુ
૨૦૧૭માં
જન્મની વિગત
રાષ્ટ્રીયતાભારતીય
પ્રખ્યાત કાર્યન્યૂ લાઈટ સંસ્થાની સ્થાપના
 
૨૦૧૮ નારી શક્તિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર નારીઓ. બાસુ નીચેની હરોળમાં છેલ્લેથી બીજા છે.

બાસુનો જન્મ કોલકાતામાં થયો હતો.[] તેમના માતાપિતા બંને તબીબી વ્યાવસાયિકો હતા અને તેમણે સારું શિક્ષણ મેળવ્યું હતું.

તેમણે "ન્યૂ લાઇટ" નામની સંસ્થાની સ્થાપના કરી જે ઈ. સ. ૨૦૦૦થી કોલકાતામાં દેહ વિક્રેતાઓની સંભાળ રાખે છે. તેમણે સંસ્થા બનાવવા માટે પોતાના ભંડોળનો ઉપયોગ કર્યો હતો. એવું કહેવામાં આવે છે જ્યારે તેમના બીજા પતિએ તેમના કામને સમર્થન આપવાનો વિરોધ કર્યો ત્યારે તેમણે તેમના પતિને છોડી દીધા.[] ન્યૂ લાઇટ સંસ્થામાં એક આંગણવાડી (બાળ ગૃહ) છે અને ત્યાં મહિલાઓને રાત્રિ રોકાણ મળે છે. તેઓ વારસાગત દેહ વિક્રય વ્યવસાય વિશે ચિંતિત છે કારણ કે,[] દેહ વિક્રેતાઓની ૯૦% પુત્રીઓ તેર વર્ષની સરેરાશ ઉંમરથી આ વ્યવસાયમાં પ્રવેશે છે.[]

૨૦૧૨ માં તેમને અને તેમના સંગઠનને "હાફ ધ સ્કાય: ટર્નિંગ અપ્રેશન ઇન ઓપોર્ચ્યુનિટી ફોર વુમન વર્લ્ડવાઈડ" નામની અમેરિકન (PBS) ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા હતા.[] તે ચાર કલાકનું દસ્તાવેજી ચલચિત્ર હતું જેનું પ્રથમ પ્રસ્તુતિકરણ PBS પર ઓક્ટોબર ૨૦૧૨માં થયું હતું.[]

તેમને ૨૦૧૯માં આંતરરાષ્ટ્રીય મહિલા દિન પર નારી શક્તિ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો. "૨૦૧૮" એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પ્રેસિડેન્શિયલ પેલેસમાં આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.[]

  1. ૧.૦ ૧.૧ "Urmi Basu - India | WEF | Women Economic Forum". WEF (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-25.
  2. "Urmi Basu". thinkglobalschool.org. મેળવેલ 2020-04-25.
  3. ૩.૦ ૩.૧ ""Prostitution is Absence of Choice" | ITVS". itvs.org (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-25.
  4. "Independent Lens: Half the Sky". PBS.org. મૂળ માંથી માર્ચ 17, 2013 પર સંગ્રહિત. મેળવેલ March 22, 2013.
  5. "Nari Shakti Puraskar - Gallery". narishaktipuraskar.wcd.gov.in. મેળવેલ 2020-04-11.