આંતરરાષ્ટ્રીય મહિલા દિન

આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ ત્રીજા વિશ્વના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચો છે. જો કે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાય રહી છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. આમ છતાં ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલ છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિન
૮ માર્ચ ૧૯૧૪નું આંતરરાષ્ટ્રીય મહિલા દિનનું જર્મન ભાષાનું પોસ્ટર[] આ પોસ્ટર જર્મનીમાં પ્રતિબંધિત હતું.[]
ઉજવવામાં આવે છેવિશ્વભરમાં
પ્રકારઆંતરરાષ્ટ્રીય
મહત્વ
  • નગરિક જાગરૂકતા દિન
  • સ્ત્રીઓ અને છોકરીઓનો દિન
  • જાતીય અસમાનતા વિરોધી દિન
તારીખ૮ માર્ચ
આવૃત્તિવાર્ષિક
સંબંધિત
  • રશિયન ક્રાંતિ
  • બાળ દિન
  • આંતરરાષ્ટ્રીય પુરુષ દિન
  • આંતરરાષ્ટ્રીય મજૂર દિન
  1. "Give Us Women's Suffrage (March 1914)". German History in Documents and Images. મેળવેલ ૨૬ જાન્યુારી ૨૦૧૪. Check date values in: |access-date= (મદદ)
  2. Frencia, Cintia; Gaido, Daniel (૮ માર્ચ ૨૦૧૭). "The Socialist Origins of International Women's Day". Jacobin.