એકતા કપૂર
એકતા કપૂર (જન્મ ૭ જૂન ૧૯૭૫)[૧][૨] એક ભારતીય ફિલ્મ, ટીવી તથા ડિજીટલ વેબ સિરીઝની નિર્માતા છે.
એકતા કપૂર | |
---|---|
જન્મની વિગત | ૭ જૂન ૧૯૭૫ |
રાષ્ટ્રીયતા | ભારત |
વ્યવસાય | જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર બાલાજી ટેલિફિલ્મ્સ ફિલ્મ નિર્માતા ટીવી નિર્માતા |
સક્રિય વર્ષો | ૧૯૯૪ - |
સંતાનો | ૧ |
માતા-પિતા | જીતેન્દ્ર કપૂર (પિતા) શોભા કપૂર (માતા) |
સંબંધીઓ | તુષાર કપૂર (ભાઇ) |
કારકિર્દી
ફેરફાર કરોએકતા કપૂરે તેની કારકર્દીની શરૂઆત માત્ર ૧૫ વર્ષની ઉંમરે એક એડ ફિલ્મ દ્વારા કરી હતી. પછી તેમના પિતા જીતેન્દ્ર કપૂર પાસેથી પૈસા મેળવીને તેણે નિર્માતા બનવાનું નક્કી કર્યું.
એકતા કપૂરે પ્રથમ ધારાવાહિક, નિર્માતા તરીકે પડોસન નામનના ધારાવાહિકનું નિર્માણ કર્યું જે દૂરદર્શન ચેનલ પર પ્રસારણ થયું. ત્યાર બાદ તેણે કેપ્ટન હાઉસ નામના બીજા ધારાવાહિકનું નિર્માણ કર્યું. ટીકાકારોએ તેમના ધારાવાહિક ના વખાણ કર્યા પરંતુ પ્રેક્ષકો દ્વારા તેમના ધારાવાહિકો ને પૂરતી સફળતા ન મળી.
નિર્માતા તરીકે પ્રથમ વખત એકતા કપૂરને સફળતા તેમના એક કોમેડી ધારાવાહિક હમ પાંચ દ્વારા મળી. જેનું પ્રસારણ ઝી ટીવી ચેનલ પર થયું. હમ પાંચ પછી એકતાએ લગભગ ૬ થી ૮ જેટલા ધારાવાહિકો નું નિર્માણ કર્યું પણ હમ પાંચ જેવી સફળતા ન મળી.
વર્ષ ૨૦૦૦ માં એકતા કપૂરે ક્યોંકી સાસ ભી કભી બહુ થી નામ ના ધારાવાહિક નું પ્રસારણ સ્ટાર પ્લસ નામ ના ચેનલ પર કર્યું. ક્યોંકી સાસ ભી કભી બહુ થી ભારતીય ટીવી જગત નું સૌથી મોટું ધારાવાહિક તરીકે ઉભર્યું.[૩] એકતા કપૂરની આ સૌથી મોટી સફળતા બાદ તેમણે પાછળ ફરીને જોયું જ નહીં.[૪] અંગ્રેજી ના અક્ષર કે થી એક પછી એક સફળ ધારાવાહિકોનું અલગ-અલગ ચેનલ પર પ્રસારણ કર્યું.[૫][૬]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "એકતા કપૂર ની ૪૧મી જન્મ પાર્ટી".
- ↑ "હાર્દિક જન્મદિવસ નિર્માતા એકતા કપૂર:૬ કારણો જે તમને યાદ અપાવશે કે તે આટલી મોટી વ્યક્તિ શા માટે છે!".
- ↑ એકતા કપૂરની સિરિયલ અને ભારત ની કરુણતા
- ↑ "કહાની ઘર ઘર કી ની પાર્વતી ભાભી એટલે કે સાક્ષી તંવર હવે જોવા મળશે નવા અંદાઝમાં". મૂળ માંથી 2019-09-21 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-21.
- ↑ એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલેફિલ્મ ના પૂર્ણ થયા ૨૫ વર્ષ
- ↑ "એકતા કપૂર અને બાલાજી ટેલેફિલ્મ્ શરૂ કરશે એક અનોખો સફર". મૂળ માંથી 2019-09-21 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-21.