બાલાજી ટેલિફિલ્મ્સ
બાલાજી ટેલિફિલ્મ્સ એક ભારતીય કંપની છે જે ભારતીય ટીવી સિરિયલ, રિયાલિટી ટીવી, કોમેડી, ગેમ શો, મનોરંજન, જુદી જુદી ભારતીય ભાષાઓમાં વાસ્તવિક પ્રોગ્રામિંગ નું નિર્માણ કરે છે.
જાહેર કંપની | |
શેરબજારનાં નામો | BSE: 532382 NSE: BALAJITELE બીએસઈ સેન્સેક્સ નેશનલ સ્ટોક એક્સચેન્જ |
---|---|
ઉદ્યોગ | મનોરંજન |
શૈલી | મનોરંજન |
સ્થાપના | 1994 |
સ્થાપકો | જીતેન્દ્ર |
મુખ્ય કાર્યાલય | મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
સેવા અપવામાં અવતા વિસ્તારો | ભારત |
મુખ્ય લોકો | એકતા કપૂર શોભા કપૂર |
ઉત્પાદનો | ફિલ્મો ટેલિવિઝન કાર્યક્રમો વેબ કાર્યક્રમો |
વેબસાઇટ | બાલાજીટેલિફિલ્મ્સ.કોમ |
વર્ષ ૧૯૯૪ માં બાલાજી ટેલિફિલ્મ્સ ની સ્થાપના એકતા કપૂર અને શોભા કપૂરે કરેલ છે અને તેના ચેરમેન ૧૯૭૦ ના દાયકાના બોલિવૂડ ના સુપરસ્ટાર કલાકાર જીતેન્દ્ર કપૂર છે. વર્ષ ૨૦૦૦ માં બાલાજી ટેલિફિલ્મ્સ ને પબ્લિક લિમિટેડ કંપની બનાવવામાં આવી. ત્યારથી જ તેની યાદી બીએસઈ સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ની જાહેર કંપનીઓ માં થાય છે.
ઇતિહાસ
ફેરફાર કરોવર્ષ ૧૧ નવેમ્બર ૧૯૯૪ ના રોજ મુંબઈ માં એકતા કપૂર અને શોભા કપૂર દ્વારા ટીવી ધારાવાહિક અને જાહેરાત ના નાના વિડિયો સહિત ટીવી સોફ્ટવેર બનાવવાના હેતુથી તેમણે 'બાલાજી ટેલિફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ' નામક કંપની ની નોંધણી કરી હતી. ત્યાર બાદ તેમણે આ કંપની દ્વારા જુદા જુદા ટીવી ચેનલો માટે ટીવી કાર્યક્રમો નું નિર્માણ કર્યું જેનાથી તેમણે ફોર્મેટ કરેલી પ્રોગ્રામિંગમાં વિશિષ્ટતા પ્રાપ્ત કરી.
બાલાજી ટેલિફિલ્મ્સે ૨૯ ફેબ્રઆરી ૨૦૦૦ ના રોજ પ્રાઇવેટ કંપની માંથી 'પબ્લિક લિમિટેડ કંપની' માં શામિલ થવાનું નિર્ણય લીધું. ૧૯ એપ્રિલ ૨૦૦૦ ના રોજ કંપનીએ પબ્લિક લિમિટેડ કંપની થવા માટે ₹ ૧૦ ના ઈકિવટી શેર ₹ ૧૨૦ ના પ્રીમિયમે બહાર પાડયા અને કંપની પબ્લિક લિમિટેડ કંપની કરવા માં આવી.[૧]
વર્ષ ૨૦૦૦-૨૦૦૪ દરમિયાન કંપની નું શેરબજારનું મૂડીકરણ ભારતીય ₹ ૫૭૪ કરોડ રૂપિયા નું થયું.
વર્ષ ૨૦૦૭ માં, કંપનીએ સંપૂર્ણ માલિકીની પેટાકંપની બાલાજી મોશન પિક્ચર્સ ની સ્થાપના કરી, જેના દ્વારા હિન્દી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. [૨]
વર્ષ ૨૦૧૦ માં, કંપનીએ ફિલ્મો અને ટીવી માં વિશિષ્ટ અને યુવા વિષયો પર નિર્માણ અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે અલ્ટ એન્ટરટેઈનમેંટ નામક બૅનર બનાવ્યું.
વર્ષ ૨૦૧૨ માં, કંપનીએ બીજી પેટા કંપની બોલ્ટ મીડિયા લિમિટેડ ની સ્થાપના કરી. આ કંપની દ્વારા ટીવી ધારાવાહિક લવ બાય ચાન્સ, યે જવાની તા રા રી રી નું નિર્માણ કર્યું અને જુદી જુદી કંપનીઓ માટે ટીવી જાહેરાતો નું નિર્માણ કર્યું.[૩]
વર્ષ ૨૦૧૭ માં, સંપૂર્ણ માલિકીની ત્રીજી પેટાકંપની અલ્ટ ડિજિટલ મીડિયા એન્ડ એન્ટરટેઈનમેંટ નામની કંપની ની સ્થાપના કરી, જેના દ્વારા કંપનીએ વર્ષ ૨૦૧૭ માં મોબાઇલ માટે ઓટીટી એપ્લિકેશન અલ્ટ બાલાજી લોન્ચ કર્યું.[૪] આ એપ્લિકેશન દ્વારા કંપની વેબ સિરીઝ અને વેબ ધારાવાહિક નું નિર્માણ કરે છે. વર્ષ જાન્યુઆરી ૨૦૧૯ સુધી ના રોજ આ એપ્લિકેશન માટે કંપનીએ ૫૪ ઓરિજીનલ વેબ ધારાવાહિક નું નિર્માણ કર્યું છે.
વર્ષ ૨૦૧૭ માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીએ બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ માં ભારતીય રૂપિયા ₹ ૪૧૩ કરોડ નું નિવેશ કરીને કંપની નું ૨૫ ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ સોદાના લીધે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ની પેટા ટેલેકોમ કંપની રિલાયન્સ જિયો, બાલાજી ટેલિફિલ્મ્સની નિર્માણ કરેલી ધારાવાહિક પોતાના મોબાઇલ એપ્લિકેશન માં તેના ગ્રાહકો માં પ્રસારણ કરી શકશે.[૫]
ટીવી ધારાવાહીક નિર્માણ ની યાદી
ફેરફાર કરોક્રમાંક | શીર્ષક | ચેનલ | શરૂ તા: | અંત તા: | કલાકાર |
---|---|---|---|---|---|
૧ | કુમકુમ ભાગ્ય | ઝી ટીવી | ૧૫ એપ્રિલ ૨૦૧૪ | હાલ પ્રસારણ | શબ્બીર અહલુવાલિયા, શ્રિતી ઝા |
૨ | કુંડલી ભાગ્ય | ઝી ટીવી | ૧૨ જુલાઈ ૨૦૧૭ | હાલ પ્રસારણ | ધીરજ ધૂપર, શ્રદ્ધા આર્ય |
૩ | કસૌટી ઝિંદગી કી | સ્ટાર પ્લસ | ૨૫ સપ્ટેમ્બરે ૨૦૧૮ | હાલ પ્રસારણ | પાર્થ સમથાન, એરિકા ફેરનાંદેસ |
૪ | નાગિન: ભાગ્ય કા ઝેહરિલા ખેલ | કલર્સ | ૧૪ ડિસેમ્બર ૨૦૧૯ | હાલ પ્રસારણ | વિજયેન્દ્ર કુમેરિયા, નીયા શર્મા |
૫ | યે હે ચાહતેં | સ્ટાર પ્લસ | ૧૯ ડિસેમ્બર ૨૦૧૯ | હાલ પ્રસારણ | અબરાર કાઝી, સરગુન કોર લુથરા |
૬ | પવિત્ર ભાગ્ય | કલર્સ | ૨ માર્ચ ૨૦૨૦ | હાલ પ્રસારણ | કુણાલ જયસિંહ, અનેરી વાજાણી |
પૂર્ણ નિર્માણ કરેલ ધારાવાહિક
ફેરફાર કરોક્રમાંક | શીર્ષક | ચેનલ | શરૂ તા: | અંત તા: | કુલ એપિસોડ | સં |
---|---|---|---|---|---|---|
૧ | યે હૈ મોહબ્બતેં | સ્ટાર પ્લસ | ૧૩ ડિસેમ્બર ૨૦૧૩ | ૧૮ ડિસેમ્બર ૨૦૧૯ | ૧૮૯૮ | |
૨ | એમટીવી વેબ્બદ (સીઝન ૨) | એમ ટીવી | ૩ એપ્રિલ ૨૦૧૪ | ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૪ | ૨૪ | [૬] |
૩ | ગુમરાહ (સીઝન ૪) | ચેનલ વી (ભારત) | ૩૧ ઓગસ્ટ ૨૦૧૪ | ૧૫ ડિસેમ્બર ૨૦૧૪ | ૪૨ | [૭] |
૪ | યે દિલ સુન રહા હૈ | સોની પળ | ૧૬ ઓક્ટોબર ૨૦૧૪ | ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૫ | ૯૪ | [૮] |
૫ | બોક્સ ક્રિકેટ લીગ (સીઝન ૧) | સોની ટીવી | ૧૫ ડિસેમ્બર ૨૦૧૪ | ૨૨ જાન્યુઆરી ૨૦૧૫ | ૨૪ | [૯] |
૬ | અજીબ દાસ્તાં હૈ યે | લાઈફ ઓકે | ૭ ઓક્ટોબર ૨૦૧૪ | ૬ માર્ચ ૨૦૧૫ | ૧૧૦ | [૧૦] |
૭ | ઇતના કરો ના મુઝે પ્યાર | સોની ટીવી | ૧૮ નવેમ્બર ૨૦૧૪ | ૧૭ નવેમ્બર ૨૦૧૫ | ૨૦૮ | [૧૧] |
૮ | મેરી આશિકી તુમ સે હી | કલર્સ | ૨૪ જૂન ૨૦૧૪ | ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ | ૪૪૬ | [૧૨] |
૯ | નચ બલિયે (સીઝન ૭) | સ્ટાર પ્લસ | ૨૬ એપ્રિલ ૨૦૧૫ | ૧૯ જુલાઈ ૨૦૧૫ | ૨૦ | [૧૩] |
૧૦ | ગુમરાહ (સીઝન ૫) | ચેનલ વી (ભારત) | ૨૨ માર્ચ ૨૦૧૫ | ૨૬ જૂન ૨૦૧૬ | ૬૭ | |
૧૧ | કુછ તો હે તેરે મેરે દરમિયાન | સ્ટાર પ્લસ | ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ | ૨ જાન્યુઆરી ૨૦૧૬ | ૮૩ | [૧૪] |
૧૨ | નાગિન (સીઝન ૧) | કલર્સ | ૧ નવેમ્બર ૨૦૧૫ | ૫ જૂન ૨૦૧૬ | ૬૨ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "બાલાજી ટેલિફિલ્મ્સ: ઇતિહાસ".
- ↑ "બાલાજી ટેલિફિલ્મ્સ માં ફેરફાર કરાયા, 'અલ્ટ એન્ટરટેઈનમેંટ' બેનર નું લોન્ચ કર્યું".
- ↑ "બાલાજી ટેલિફિલ્મ્સ 'બોલ્ટ મીડિયા' નામક કંપની ની સ્થાપના કરી".
- ↑ "બાલાજી ટેલિફિલ્મ્સ સંપૂર્ણ માલિકીની પેટા કંપની 'અલ્ટ ડિજિટલ મીડિયા' નું લોન્ચ કર્યું".
- ↑ "રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ બાલાજી ટેલિફિલ્મ્સમાં ₹ ૪૧૩ કરોડ માં ૨૫% હિસ્સો ખરીદ્યો".
- ↑ "એમ ટીવી એ વેબ્બદ નામની ધારાવાહિક ની બીજી સીઝન લોન્ચ કરી".
- ↑ "ચેનલ વી એ બાલાજી ટેલિફિલ્મ્સ નિર્માણ કરેલી ગુમરાહ ની ચોથી સીઝન લોન્ચ કરી!".
- ↑ "બાલાજી ટેલિફિલ્મ્સ એ સોની પળ ચેનલ પણ નવું ધારાવાહિક લોન્ચ કર્યું".
- ↑ "સોની ટીવી નું નવું રિયાલિટી શો 'બોક્સ ક્રિકેટ લીગ' ની જોર શોર થી શરૂઆત થઈ".
- ↑ "એકતા કપૂર તેની નવી ધારાવાહિક ના લોન્ચ દરમિયાન 'અજીબ દાસ્તાં હૈ યે' ભારતીય ટીવી જગત માં એક નવી સ્થાપના ઉપચર્શે".
- ↑ "બાલાજી ટેલિફિલ્મ્સ એ નવી ધારાવાહિક 'ઇતના કરો ના મુઝે પ્યાર', સોની ટીવી પર લોન્ચ કરી".
- ↑ "કલર્સ ટીવી એ 'મેરી આશિકી તુમ સે હી' નામના નવા ધારાવાહિક ને લોન્ચ કર્યું".
- ↑ "બાલાજી ટેલિફિલ્મ્સ સ્ટાર પ્લસ પર ડાન્સ રિયાલિટી શો નું લોન્ચ કર્યું".
- ↑ "બાલાજી એ નવી ધારાવાહિક 'કુછ તો હે તેરે મેરે દરમિયાન' નું લોન્ચ સ્ટાર પ્લસ ચેનલ પર કર્યું".