એથિપોથલા ધોધ
એથિપોથલા ધોધ (અંગ્રેજી: Ethipothala Falls) ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યના ગુન્ટુર જિલ્લામાં, કૃષ્ણા નદીની ઉપશાખા એવી ચંદ્રવંકા નદી પર આવેલ એક ધોધ છે.
એથિપોથલા ધોધ | |
---|---|
యతిపోఁతల | |
એથિપોથલા ધોધ | |
સ્થાન | ગુન્ટૂર જિલ્લો, આંધ્ર પ્રદેશ, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 16°19′N 79°25′E / 16.32°N 79.41°ECoordinates: 16°19′N 79°25′E / 16.32°N 79.41°E |
પ્રકાર | કાસ્કેડ |
કુલ ઉંચાઇ | 70 feet (21 m) |
નદી | ચંદ્રવંકા નદી (કૃષ્ણા નદીની સહાયક નદી) |
ચંદ્રવંકા નદી ચંદ્રવંકા, નકલા અને તુમાલા જેવા ત્રણ ઝરણાંઓનું સંયોજન છે. આ નાગાર્જુન સાગર બંધ ખાતેથી લગભગ ૧૧ કિલોમીટર (૬.૮ માઇલ) જેટલા અંતરે આવેલ છે[૧]. આ નદી ધોધના નિચાણવાસમાં લગભગ ૩ કિલોમીટર (૧.૯ માઇલ) જેટલું અંતર કાપી પછી કૃષ્ણા નદીમાં બંધની નીચેના ભાગમાં જોડાઈ જાય છે. આંધ્ર પ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા નજીકમાં એક ટેકરી પર આ ધોધ જોવા માટે વ્યૂ પોઇન્ટ ઊભો કરવામાં આવેલ છે. આસપાસના વિસ્તારમાં રંગનાથ અને દત્તાત્રેય મંદિર છે. ધોધના પાણી પડવાથી રચાયેલ તળાવમાં એક મગર ઉછેર કેન્દ્ર છે. નાગાર્જુન સાગર બંધમાંથી ધોધને જીવંત રાખવા માટે અથવા પ્રવાસન માટે સમગ્ર વર્ષ માટે વહેતું રાખવા ઉપરવાસમાં નહેર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Guntur Excursions". મેળવેલ २०१८-०७-०७. Check date values in:
|access-date=
(મદદ)