એનઆઈટીકે બીચ
એનઆઈટીકે બીચ (NITK Beach) એક દરિયાઈ બીચ છે, જે સુરજખલ, મેંગલોર, કર્ણાટક ખાતે આવેલ છે. તે મેંગલોર શહેર મધ્યેથી ૨૦ કિ. મી. જેટલા અંતરે આવેલ છે. આ બીચનું નામ આ સ્થળ નજીક આવેલ એનઆઈટીકે (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કર્ણાટક)ના નામ પરથી પડ્યું છે.
એનઆઈટીકે બીચ | |
---|---|
બીચ | |
એનઆઈટીકે બીચની બાજુમાં આવેલ દિવાદાંડી | |
સ્થળ | સુરતખલ |
શહેર | મેંગલોર |
દેશ | |
રમત-ગમત |
|
સરકાર | |
• માળખું | મેંગલોર નગરપાલિકા |
આ બીચ પાસે એક દીવાદાંડી આવેલ છે, જે બીચના એવા ભાગ પર આવેલ છે કે જેની ટોચ પરથી લગભગ આખા બીચનો નજારો અને ખડકોની સંરચના જોઈ શકાય છે. આ દીવાદાંડીની ટોચ પરથી સૂર્યાસ્ત પણ જોઈ શકાય છે. આ દીવાદાંડી ૧૯૭૨ના વર્ષમાં બનાવવામાં આવી હતી.[૧] આ શાંત બીચ હજુ સુધી પ્રવાસન ક્ષેત્ર માટે અજાણ્યો છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Surathkal | Around Surathkal | Mangalore" (અંગ્રેજીમાં). ૨૦૧૫-૧૦-૦૩. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૬.