એપલ (ઉપગ્રહ)
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
એપલ(Ariane Passenger Payload Experiment-APPLE) સી-બેન્ડ ટ્રાન્સપોન્ડર સાથેનો પ્રાયોગીક સંદેશાવ્યવહાર ઉપગ્રહ હતો,જેને ઇસરોએ તા=૧૯ જુન,૧૯૮૧ ના રોજ યુરોપિયન સ્પેશ એજન્સી નાં એરિયાન (en:Ariane) રોકેટ દ્વારા ફ્રેન્ચ ગુઆના ના મથકેથી પ્રક્ષેપીત કરવામાં આવેલ. આ ભારતનો પ્રથમ ત્રિધરીય પ્રાયોગીક શ્થિરભ્રમણકક્ષીય સંદેશાવ્યવહાર ઉપગ્રહ હતો (three-axis stabilised experimental Geostationary communication satellite).તા=૧૬ જુલાઇ,૧૯૮૧ નાં રોજ ઉપગ્રહને ૧૦૨°પૂ.રેખાંશ પર શ્થિર કરવામાં આવ્યો.૩૫૦ કિલો વજન ધરાવતો આ ઉપગ્રહ ભારતીય દુરસંદેશા વ્યવહાર માટેની પ્રયોગશાળા સમાન હતો.તે ઘણા ટેલિવિઝન અને રેડિયો પ્રસારણ નાં પ્રાયોગીક કાર્યોમાં વપરાયેલ.આ ઉપગ્રહ નળાકાર ૧.૨ મી.વ્યાસ અને ૧.૨ મી.ઉંચાઇ ધરાવતો તથા ૦.૯ મી.ની એન્ટેના તકતી સાથે જોડાયેલ બે ૬/૪ ગીગાહર્ટ્ઝ(GHz) ટ્રાન્સપોન્ડર ધરાવતો હતો. આ ઉપગ્રહ ૧૯ સપ્ટેમ્બર,૧૯૮૩ નાં રોજ સેવાનિવૃત થયેલ.