ઇસરો

ભારત ની રાષ્ટ્રીય અવકાશ સંસ્થા

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (Indian Space Research Organisation) જેનુ મુખ્યાલય બેંગ્લોર શહેરમાં આવેલુ છે. અહી અંદાજે ૧૬,૫૦૦ લોકો કામ કરે છે. તેમાં હાલ ચેરમેન પદ પર કે. શિવન છે. અહી ભારત ના અને અન્ય દેશોના અવકાશયાન અવકાશમાં મોકલવામાં આવે છે. ઇસરોનો સમાવેશ વિશ્વની સૌથી છ (૬) મોટી સરકારી સ્પેસ એજન્સીઓમાં થાય છે જેમાં તેની સાથે નાસા, RKA, ESA, CNSA, અને JAXA નો પણ સમાવેશ છે. તેનો પ્રાથમિક હેતુ સ્પેસ ટેકનોલોજીને આગળ વધારવાનો અને તેના એપ્લિકેશન્સનો ઉપયોગ રાષ્ટ્રીય લાભ માટે કરવાનો છે.[૬]

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર
(ઇન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન)
Indian Space Research Organisation Logo.svg
ઇસરોનું પ્રતિક (૨૦૦૨થી લાગુ)[૧][૨]
માલીકઅવકાશ વિભાગ, ભારત સરકાર
સ્થાપના૧૫ ઓગસ્ટ,૧૯૬૯
મુખ્ય મથકઅંતરિક્ષ ભવન, બેંગલોર
પ્રક્ષેપણ મથકસતિષ ધવન અવકાશ મથક
ઉદ્દેશઅવકાશ સંશોધન
સંચાલનકે. શિવન (ચેરમેન)[૩]
કોષIncrease ૧૦,૨૫૨ crore (US$૧.૪ billion)
(FY 2019-20)[૪][૫]
ટુંકુ નામઇસરો
વેબસાઇટISRO.gov.in

ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટને ઇસરો દ્વારા બાંધવામાં આવ્યું હતું અને 1975 માં સોવિયેત યુનિયન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. રોહિણી પ્રથમ ઉપગ્રહ જેને ભારત-સર્જિત લોન્ચ વ્હિકલ SLV-3 દ્વારા ભ્રમણકક્ષામાં મુકવા માટે, ૧૯૮૦માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ઇસરોએ ત્યારબાદ બે અન્ય રોકેટો વિકસાવ્યા: PSLV (Polar Satellite Launch Vehicle /ધ્રુવીય ઉપગ્રહ લોન્ચ વાહન) અને GSLV (Geosynchronous Satellite Launch Vehicle). ૨૦૦૮માં ભારતના પ્રથમ ચંદ્ર મિશનના ભાગ રૂપે ચંદ્રયાન-૧ લોન્ચ કરવામાં આવ્યું હતું.

ઇસરોની કામગીરીને અલગ અલગ પાંચ વિભાગમાં વહેંચવામાં આવી છે:

સંદર્ભોફેરફાર કરો

  1. "ISRO gets new identity". Indian Space Research Organisation. મેળવેલ 19 August 2018.
  2. "A 'vibrant' new logo for ISRO". Times of India. 19 August 2002. મેળવેલ 19 August 2018.
  3. "Chairman ISRO, Secretary DOS". Department of Space, Government of India. મેળવેલ January 23, 2018.
  4. Chaitanya, SV Krishna. "ISRO budget crosses Rs 10,252 crore with large chunk for space tech". The New Indian Express. મેળવેલ 2 February 2019.
  5. "Budget 2019: ISRO open for business, new commercial arm to harness economic benefits of ISRO". The Economic Times. મેળવેલ 5 July 2019.
  6. "About ISRO – Introduction". ISRO.