એલચો
એલચો અથવા કાળી એલચી એ એક તેજાનો છે. આ Zingiberaceae કુળની બે પ્રજાતિમાંની એકમાંથી આવે છે. આના પોપટામાં તીવ્ર કપૂર જેવી સોડમ હોય છે. સૂકવણીની પદ્ધતિ અનુસાર તેમાં એક ધુમ્ર ખુશબો પણ આવે છે. એલચાને અંગ્રેજીમાં વિવિધ નામે ઓળખાય છે જેમ કે બંગાળી એલચી (Bengal cardamom), બહરતીય એલચી (Indian cardamom), નેપાળી એલચી (Nepal cardamom), પાંખાળી એલચી (winged cardamom), પહાડી એલચી (hill cardamom) વગેરે.
એલચો | |
---|---|
મસાલા તરીકે વપરાતો એલચો | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Monocots |
(unranked): | Commelinids |
Order: | Zingiberales |
Family: | Zingiberaceae |
Genus: | 'Amomum' |
Species: | ''A. subulatum, A. costatum'' |
દ્વિનામી નામ | |
Amomum subulatum, Amomum costatum[સંદર્ભ આપો] (A. subulatum) Roxb. (A. costatum) Benth. & Hook.f.
|
ગુણધર્મો
ફેરફાર કરોરસોઈમાં એલચાનો ઉપયોગ ભારતીય લીલી એલચીની જેમ જ થાય છે. જોકે તે એલચીની સોડમ જુદી હોય છે. લીલી એલચી મીઠાઈ માં વપરાય છે, પણ એલચો ભાગ્યેજ મીઠાઈમાં વપરાય છે. પરાંપરાથી આને જ્વાળાની ઉપર સુકાવાતી હોવાથી તેમાં એક પ્રકારની ધુમ્ર સુગંધ હોય છે.
જાત
ફેરફાર કરોકાળી એલચીને બે જાતિઓ જોવા મળે છે : એમોમમ સબ્લેટમ્ (નેપાળી એલચો) અને એમોમમ કોસ્ટેટમ. નેપાળી એલચો એ કોસ્ટેટમ એલચા કરતાં નાનો હોય છે અને તેનો ઉપયોગ ભારતીય અને પાકિસ્તાની રસોઈમાં થાય છે. જ્યારે કોસ્ટૅટમ એલચો એ ચીની એલચો છે અને તેનો ઉપયોગ ચીની રસોઈ (ખાસ કરીને સીચુઆન રસોઈ) અને વિયેટનામી રસોઈમાં થાય છે
રસોઈમાં વપરાશ
ફેરફાર કરોએલચાને ન ઓળખનરા લોકો પ્રાય: આને લીલી એલચીની ઉતરતી જાત માની બેસે છે [૧]. ખરી રીતે તો એલચાની સુગંધ તેના સ્થાનીય ક્ષેત્રની બહાર મીઠાઈ કે અન્ય ગરમ ખોરાકમાં વાપરવા યોગ્ય નથી હોતી. આની સુગંધ એલચી કરતા ઓછી હોય છે, પણ ઘણી વખત ભઠીયારાઓ એલચીના સસ્તા વિકલ્પ તરીકે અને વાપરતા હોય છે.
ચીનમાં
ફેરફાર કરોચીનમાં જીન-જીન નામની હળવે તાપે બાફીને બનાવાતી માસની વાનગી માં તે વપરાય છે. ખાસ કરીને સીચુઆન ક્ષેત્રની રસોઈમાં તે વપરાય છે.
વિયેટનામમાં
ફેરફાર કરોવિયેટનામમાં એલચાના પોપટાને "થાઓ ક્વા" કહેવાય છે. ત્યાં તેને પ્હો નામના નૂડલસૂપ બનાવવાના આમિષ-પાણી (બ્રોથ)માં ઉમેરવામાં આવે છે.
ઉત્પાદન
ફેરફાર કરોનેપાળ એ એલચાના ઉત્પાદનમાં અગ્રતા ક્રમે છે તેની પાછળ ભારત અને ભૂતાન આવે છે.
વૈદક ઉપયોગ
ફેરફાર કરોચીની વૈદકમાં કાળી એલચીનો ઉપયોગ પેટની પાચન સંબંધી તકલીફો અને મલેરિયાના ઉપચારમાં થાય છે. [૨]
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ Spice Pages: Black Cardamom (Amomum subulatum)
- ↑ Herb: Cao Guo (Tsaoko Fruit), Fructus Amomi Tsao-ko સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૧ ના રોજ વેબેક મશિન Sacred Lotus Arts 2008