એલિફન્ટાની ગુફાઓ
એલિફન્ટાની ગુફાઓ ભારત દેશના મહારાષ્ટ્ર રાજયના પાટનગર મુંબઇ શહેરથી ૧૨ કિલોમીટર દૂર આવેલું એક એવુ સ્થળ છે, જે પોતાની કલાત્મક ગુફાઓને લીધે પ્રસિધ્ધ છે. એલિફન્ટામાં કુલ સાત ગુફાઓ છે. મુખ્ય ગુફામાં ૨૬ સ્તંભ છે જેના પર શિવ ભગનાનને વિવિધ રૂપોમાં જોવા મળે છે. એલિફન્ટાનું ઐતિહાસિક નામ ધારપુરી છે. આ જગ્યાને એલિફન્ટા નામ પોર્તુગીઝ લોકોએ આપ્યુ. એમણે આ નામ અહીંયા પથ્થરમાં કોતરેલી હાથી (એલિફન્ટ) મૂર્તિને કારણે આપ્યુ. અહીં હિન્દુ ધર્મના ઘણા દેવી-દેવતાઓની મૂર્તિ છે.
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ | |
---|---|
૨૦ ફીટ ઊંચી ત્રિમૂર્તિ | |
સ્થાન | એલિફન્ટા ટાપુ, મહારાષ્ટ્ર, ભારત |
માપદંડ | Cultural: i, iii |
સંદર્ભ | 244 |
વિશ્વ ધરોહરમાં સમાવેશ | ૧૯૮૭ (સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "૧" નો ઉપયોગ. સત્ર) |
અક્ષાંશ-રેખાંશ | 18°57′30″N 72°55′50″E / 18.95833°N 72.93056°E |
એલિફન્ટા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ છે.[૧]
ચિત્રો
ફેરફાર કરો-
અર્ધનારીશ્વરની પ્રતિમા.
-
ગુફા કક્ષ
-
ગુફા પ્રવેશદ્વાર
-
ગુફામાં પ્રતિમા
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Carmel Berkson; Wendy Doniger; George Michell (1999). Elephanta: The Cave of Śiva. Princeton University Press (Motilal Banarsidass, Reprint). પૃષ્ઠ 3–5. ISBN 978-81-208-1284-0.
વિકિમીડિયા કોમન્સ પર એલિફન્ટાની ગુફાઓ સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |