પ્રાણવાયુ (ઑક્સીજન)

(ઑક્સીજન થી અહીં વાળેલું)

પ્રાણવાયુ તત્ત્વ આવર્ત કોષ્ટકનો મહત્ત્વનો વાયુ છે. પ્રાણવાયુનો પરમાણુ ક્રમાંક ૮ છે. પૃથ્વી પર તથા બ્રહ્માંડમાં મળી આવતો આ વાયુ આણ્વીક રીતે પૃથ્વી પર O2 સ્વરૂપમાં મળી આવે છે. સજીવોમાં શ્વસન ક્રિયાનો હેતુ દહન માટે ઑક્સિજન લેવાનો છે.

આવર્ત કોષ્ટકમાં પ્રાણવાયુ

પ્રાણવાયુ હવામાં મળી આવતા બે મુખ્ય વાયુઓમાંથી એક છે. આ વાયુ મુખ્યત્વે વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન કરે છે.