ઔરંગાબાદ જન શતાબ્દી એક્સપ્રેસ
ઔરંગાબાદ જન શતાબ્દી એક્સપ્રેસ દિવસના સમય દરમ્યાનની જન શતાબ્દી શ્રેણીની ટ્રેન છે, જે પ્રસ્થાનના દિવસે જ પોતાના અંતિમ સ્ટેશન પર પાછી આવી જાય છે. આ ટ્રેન ઐતિહાસિક નગર ઔરંગાબાદને મહારાષ્ટ્રનાં પાટનગર મુંબઈ સાથે જોડે છે. જન શતાબ્દી એક્સપ્રેસ ઔરંગાબાદથી મુંબઈ માટે સૌથી વધારે ઝડપી અને સર્વાધિક સુવિધાઓ વાળો વિકલ્પ છે.
વ્યુત્પત્તિશાસ્ત્ર
ફેરફાર કરોજન એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે 'લોકો'. એટલા માટે જન શતાબ્દીની સેવાઓ ખાસ કરીને લોકોના હિત માટે કરવામાં આવેલી છે. જન શતાબ્દી એક આંતર-શહેર સુપર ફાસ્ટ ટ્રેન છે, જે ટ્રેન મુખ્યત્વે ભારતના બે મહાનગરોને જોડે છે. આ ટ્રેન મારફતે મુસાફરી કરવા માટેનું ભાડું ઓછું અને હકીકતલક્ષી છે. પૂરી પાડવામાં આવતી સગવડો તથા ઓછાં ભાડાને ધ્યાનમાં રાખીને આ ટ્રેનને શતાબ્દી ટ્રેનોનાં એક સૌથી નીચા સ્તરના પ્રકારની ટ્રેન કહી શકાય છે. [૧]
ઔરંગાબાદ જન શતાબ્દી (સમય પત્રક)
ફેરફાર કરો૧૨૦૭૧ / ૧૨૦૭૨ ઔરંગાબાદ જન શતાબ્દી એક્સપ્રેસ મુંબઈના દાદર રેલ્વે સ્ટેશન તથા ઔરંગાબાદ વચ્ચે ચાલે છે. એક સમયે આ ટ્રેનના પરિપથમાં વધારો કરીને મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ સુધી તેને લંબાવવામાં આવી હતી, પણ જૂલાઈ ૨૦૧૩થી અમલમાં આવેલી સમયસારણી મુજબ આ ટ્રેન પુનઃ દાદર સુધી કરી દેવામાં આવી ગઈ છે તથા હવે આ પોતાની રેક ૧૨૦૫૧ ૫૨ મડગાવ જન શતાબ્દી એક્સપ્રેસની સાથે શેર કરે છે.
ટ્રેન ૧૨૦૭૧[૨]
ક્રમાંક | સ્ટેશન (નામ / કોડ) | આગમન | પ્રસ્થાન | થોભવાનો સમય | નિર્ધારિત કરવામાં આવેલું અંતર |
---|---|---|---|---|---|
૧ | દાદર (ડી – આર) | પ્રારંભિક | ૧૪:૦૦ | ૦ | ૦ કિમી |
૨ | થાણે (ટી – એન – એ) | ૧૪:૨૩ | ૧૪:૨૫ | ૨ મિનિટ | ૨૫ કિમી. |
૩ | કલ્યાણ જંક્શન (કે – વાય – એન) | ૧૪:૪૪ | ૧૪:૪૭ | ૩ મિનિટ | ૪૫ કિમી. |
૪ | નાસિક રોડ (એન – કે) | ૧૭:૦૫ | ૧૭:૧૦ | ૫ મિનિટ | ૧૭૯ કિમી |
૫ | મનમાડ જંક્શન (એમ – એમ –આર) | ૧૮:૧૦ | ૧૮:૧૫ | ૫ મિનિટ | ૨૫૨ કિમી |
૬ | ઔરંગાબાદ (એ – ડબલ્યુ – બી) | ૨૦:૩૫ | સમાપ્ત | ૦ | ૩૬૫ કિમી |
ટ્રેન ૧૨૦૭૨[૩]
ક્રમાંક | સ્ટેશન (નામ / કોડ) | આગમન | પ્રસ્થાન | થોભવાનો સમય | નિર્ધારિત કરવામાં આવેલું અંતર |
---|---|---|---|---|---|
૧ | ઔરંગાબાદ (એ – ડબલ્યુ – બી) | પ્રારંભ | ૦૬:૦૦ | ૦ | ૦ કિમી |
૨ | મનમાડ જંક્શન (એમ – એમ – આર) | ૦૭:૫૦ | ૦૭:૫૫ | ૫ મિનિટ | ૧૧૪ કિમી |
૩ | નાસિક રોડ (એન – કે ) | ૦૮:૫૦ | ૦૮:૫૫ | ૫ મિનિટ | ૧૮૭ કિમી |
૪ | કલ્યાણ જંક્શન (કે – વાય – એન) | ૧૧:૨૫ | ૧૧:૩૦ | ૫ મિનિટ | ૧૭૯ કિમી |
૫ | થાણે (ટી – એન – એ ) | ૧૧:૪૮ | ૧૧:૫૦ | ૨ મિનિટ | ૩૪૧ કિમી |
૬ | દાદર (ડી – આર ) | ૧૨:૩૦ | સમાપ્ત | ૦ | ૩૬૫ કિમી |
સામાન્ય જાણકારી
ફેરફાર કરોજયારે આ ટ્રેન ઔરંગાબાદથી પ્રસ્થાન કરે છે ત્યારે આ ટ્રેનનો ક્રમાંક ૧૨૦૭૨ હોય છે. આ ૦૬:૦૦ વાગ્યે પ્રસ્થાન કરે છે તથા દાદર ૧૨:૩૦ વાગ્યે પહોંચી જાય છે. આ રીતે જોવા જઈએ તો આ ટ્રેન ૬.૫ (સાડા છ) કલાકનો સમય લે છે અને ૩૭૪ કિમી લાંબી મુસાફરી પૂર્ણ કરે છે. મુસાફરી દરમ્યાન આ ટ્રેન મનમાડ, નાસિક, કલ્યાણ, થાણે અને દાદર સ્ટેશને થોભે છે, એનો મતલબ કે આ ટ્રેન માત્ર ૫ આંતરિક સ્ટેશનો પર જ થોભે છે. પરંતુ આ ટ્રેન ઓપરેટિંગ સ્ટોપ્સના રૂપમાં અન્ય બે સ્ટેશન કસારા અને લાગતપુરીમાં પણ ઉભી રહે છે.[૩][૪] પાછા ફરતી વખતે આ ટ્રેનનો ક્રમાંક ૧૨૦૭૧ થઇ જાય છે તથા આ ટ્રેન દાદર સ્ટેશનથી ૧૪:૦૦ વાગ્યે નીકળે છે. આ સમયે આ ટ્રેન રાતના ૮:૩૫ વાગ્યે ઔરંગાબાદ સ્ટેશન પર પહોંચે છે.
કોચ
ફેરફાર કરોઔરંગાબાદ જન શતાબ્દી એક્સપ્રેસમાં કુલ ૯ ડબ્બા (કોચ) હોય છે. આમાંથી ૬ ડબ્બા જન શતાબ્દી ક્લાસની ચેર કાર હોય છે, એક વાતાનુકુલીન ચેર કાર હોય છે તથા બે સામાન સહ બ્રેક વેન્સ હોય છે જે આની બનાવટનો એક ભાગ છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "જન શતાબ્દી". ઇન્ડિયારેલઇન્ફો.કોમ.
- ↑ "ઔરંગાબાદ જન શતાબ્દી". ક્લિઅરટ્રીપ.કોમ. મૂળ માંથી 2014-08-21 પર સંગ્રહિત. મેળવેલ 2014-09-22.
- ↑ ૩.૦ ૩.૧ "દાદરથી ઔરંગાબાદ પ્રસ્થાન કરતી સ્ટેશનસ". ઇન્ડિયારેલઇન્ફો.કોમ.
- ↑ "ઔરંગાબાદથી દાદર પ્રસ્થાન કરતી સ્ટેશનસ". ઇન્ડિયારેલઇન્ફો.કોમ.