કોરી ૧૯૪૮ સુધી કચ્છનું નાણાંકીય ચલણ હતું.

કોરી સિક્કાઓ

કોરીને ૨૪ દોકડા (એકવચન: દોકડો) અને દોકડાને ૨ ત્રાંબિયોમાં વિભાજીત કરવામાં આવતી હતી. કોરીના માત્ર સિક્કાઓ જ બહાર પાડવામાં આવ્યા હતા. અન્ય તાંબાના સિક્કાઓ ઢબુ અને ઢિંગલો હતા. ૧ ભારતીય રૂપિયો = ૩½ કોરી વડે તેને ભારતની સ્વતંત્રતા પછી તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.[]

૧ કોરી = ૨ અડલિઆનો = ૪ પાયલો = ૮ ઢબુ = ૧૬ ઢીંગલો = ૨૪ દોકડા = ૪૮ ત્રાંબિયો = ૯૬ બબુકિયા.

  1. "રાજાશાહીમાં અષાઢી બીજના દિવસે કચ્છ રાજના સિક્કાઓ બહાર પડતા". ૧૦ જુલાઇ ૨૦૧૩. મેળવેલ ૧૦ મે ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]