કન્હૈયાલાલ સેઠીયા

લેખક, કવિ

કન્હૈયાલાલ સેઠિયા( ૧૧મી સપ્ટેમ્બર ૧૯૧૯- ૧૧મી નવેમ્બર ૨૦૦૮) રાજસ્થાની ભાષાના પ્રસિદ્ધ કવિ છે. એમનો જન્મ રાજસ્થાન રાજ્યમાં આવેલા ચુરુ જિલ્લામાં આવેલા સુજાનગઢ શહેરમાં થયો હતો. એમની કેટલીક રચનાઓ છે- રમણિયાં રા સોરઠા , ગળગચિયા , મીંઝર , કૂંકંઊ , લીલટાંસ , ધર કૂંચા ધર મંજળાં , માયડ઼ રો હેલો , સબદ , સતવાણી , અઘરીકાળ , દીઠ , ક ક્કો કોડ રો , લીકલકોળિયા તેમજ હેમાણી. એમનું ઈ. સ. ૨૦૦૪માં પદ્મશ્રી, સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા ઈ. સ. ૧૯૮૮માં જ્ઞાનપીઠના મૂર્તિદેવી સાહિત્ય પુરાસ્કાર વડે પણ સન્માન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના લોકો બાળપણમાં જ્યારથી આંખો ખોલે ત્યારથી એક ગીત તેમનાં કાનોમાં વારંવાર સાંભળવા મળતું હતું. 'ઈ તો સુરગા નૈ સરમાવૈ, ઈ પૈ દેવ રમન નૈ આવે .......... ધરતી ધોરાઁ રી ।' અહીંના ૭મા ધોરણના અભ્યાસક્રમમાં એક કવિતા પણ આવે છે, ’અરે ઘાસ રી રોટી હી જદ બન બિલાવડો લે ભાગ્યો .........।‘ ૧૧મી નવેમ્બર ૨૦૦૮ના રોજ આ પ્રસિદ્ધ કવિનું નિધન થયું.

સંક્ષિપ્ત જીવન વૃત્ત

ફેરફાર કરો

પદ્મશ્રી કન્હૈયાલાલ સેઠિયાનું સંક્ષિપ્ત જીવનવૃત્ત આ પ્રમાણે છે :

  • જન્મ : ૧૧ સપ્ટેમ્બર ૧૯૨૧ના રોજ સુજાનગઢ (રાજસ્થાન) ખાતે
  • પિતા-માતા : સ્વર્ગીય છગનમલજી સેઠિયા તથા મનોહરી દેવી
  • વિવાહ : ઈ. સ. ૧૯૩૭માં શ્રીમતી ધાપૂ દેવી સાથે.
  • સંતાન : બે પુત્ર - જયપ્રકાશ તેમજ વિનયપ્રકાશ તથા એક પુત્રી શ્રીમતી સમ્પત દેવી દૂગડ
  • અધ્યયન : બી.એ.
  • નિધન : ૧૧ નવેમ્બર ૨૦૦૮

સમ્માન, પુરસ્કાર તથા અલંકરણ :

ફેરફાર કરો

સ્વતંત્રતા સંગ્રામના સેનાની, સમાજ સુધારક, દાર્શનિક તથા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના કવિ તેમજ લેખક તરીકે એમને અનેક સમ્માન, પુરસ્કાર તથા અલંકરણ પ્રાપ્ત થયાં, જેમાં મુખ્ય છે -ઈ. સ. ૧૯૭૬ : રાજસ્થાની કાવ્યકૃતિ 'લીલટાંસ' સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા રાજસ્થાની ભાષામાં સર્વશ્રેષ્ઠ કૃતિ બદલ પુરસ્કૃત કરવામાં આવ્યા.

  • ઈ. સ. ૧૯૭૯: હૈદરાબાદના રાજસ્થાની સમાજ દ્વારા માયડ ભાષા માટેની માન્યતા મેળવવા હેતુ સંઘર્ષ કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા. માયડ ભાષાને જીવિત રાખવા માટેનો પ્રેરણાસ્ત્રોત બન્યા.
  • ઈ. સ. ૧૯૮૧ : રાજસ્થાની સાહિત્યની ઉત્કૃષ્ટ રચનાઓ હેતુ લોક સંસ્કૃતિ શોધ સંસ્થાન, ચૂરૂ દ્વારા 'ડૉ. તેસ્સીતોરી સ્મૃતિ સ્વર્ણ પદક' વડે સમ્માન પ્રદાન.
  • ઈ. સ. ૧૯૮૨ : વિવેક સંસ્થાન, કલકત્તા દ્વારા ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન માટે 'પૂનમચંદ ભૂતોડિયા પુરસ્કાર' વડે પુરસ્કૃત કરવામાં આવ્યા.
  • ઈ. સ. ૧૯૮૩ : રાજસ્થાન સાહિત્ય અકાદમી ઉદયપુર દ્વારા સર્વોચ્ચ સમ્માન 'સાહિત્ય મનીષી' તરીકેની ઉપાધિ વડે અલંકૃત કરવામાં આવ્યા. 'મધુમતિ' માસિક દ્વારા 'શ્રી સેઠિયા કી કાવ્ય યાત્રા' વિષય પર વિશેષાંક તેમજ પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવ્યું.
  • ઈ. સ. ૧૯૮૩ : હિન્દી સાહિત્ય સંમેલન, પ્રયાગ દ્વારા 'સાહિત્ય વાચસ્પતિ' તરીકેની ઉપાધિ વડે અલંકૃત કરવામાં આવ્યા.
  • ઈ. સ. ૧૯૮૪ : રાજસ્થાન સાહિત્ય અકાદમી, ઉદયપુર દ્વારા એનાયત થતી સર્વોચ્ચ ઉપાધિ 'સાહિત્ય મનીષી' વડે વિભૂષિત કરવામાં આવ્યા.
  • ઈ. સ. ૧૯૮૭ : રાજસ્થાની કાવ્યકૃતિ 'સબદ' માટે રાજસ્થાની અકાદમી તરફથી મળતા પુરસ્કારો પૈકીના સર્વોચ્ચ 'સૂર્યમલ મિશ્રણ શિખર પુરસ્કાર' પ્રદાન કરવામા આવ્યો.
  • ઈ. સ. ૧૯૮૮ : હિન્દી કાવ્યકૃતિ 'નિર્ગ્રન્થ' માટે ભારતીય જ્ઞાનપીઠ, નવી દિલ્હી દ્વારા 'મૂર્તિદેવી સાહિત્ય પુરસ્કાર` પ્રદાન કરવામાં આવ્યો.
  • ઈ. સ. ૧૯૮૯ : રાજસ્થાની કાવ્યકૃતિ 'સત્ વાણી' હેતુ ભારતીય ભાષા પરિષદ્, કોલકાતા દ્વારા 'ટાંટિયા પુરસ્કાર' વડે સન્માનિત કરવામાં આવ્યા.
  • ઈ. સ. ૧૯૮૯ : રાજસ્થાની વેલફેયર એસોશિયેસન, મુંબઈ દ્વારા 'નાહર સન્માન'
  • ઈ. સ. ૧૯૯૦ : મિત્ર મંદિર, કોલકતા દ્વારા ઉત્તમ સાહિત્ય સર્જન હેતુ સન્માનિત કરવામાં આવ્યા.
  • ઈ. સ. ૧૯૯૨ : રાજસ્થાન સરકાર દ્વારા 'સ્વતંત્રતા સેનાની' તરીકેનું તામ્રપત્ર પ્રદાન કરી સન્માનિત કરવામાં આવ્યા.
  • ઈ. સ. ૧૯૯૭ : રામનિવાસ આશાદેવી લખોટિયા ટ્રસ્ટ, નવી દિલ્હી દ્વારા 'લખોટિયા પુરસ્કાર' વડે વિભૂષિત કરવામાં આવ્યા.
  • ઈ. સ. ૧૯૯૭ : હૈદરાબાદના રાજસ્થાની સમાજ દ્વારા માયડ ભાષાની સેવા હેતુ સન્માનિત કરવામાં આવ્યા.
  • ઈ. સ. ૧૯૯૮ : ૮૦મા જન્મ દિન પર ડૉ. પ્રતાપચન્દ્ર ચન્દરના અધ્યક્ષપણા હેઠળ પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખર તથા અન્ય અનેક વિશિષ્ટ વ્યક્તિઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
  • ઈ. સ. ૨૦૦૪ : રાજસ્થાની ભાષા સંસ્કૃતિ એવં સાહિત્ય અકાદમી બીકાનેર દ્વારા રાજસ્થાની ભાષાની પ્રગતિમાં યોગદાન આપવા બદલ સર્વોચ્ચ સન્માન 'પૃથ્વીરાજ રાઠોડ પુરસ્કાર' વડે સન્માનિત કરવામાં આવ્યા.
  • ઈ. સ. ૨૦૦૫ : રાજસ્થાન ફાઉન્ડેશન, કોલકાતા ચેપ્ટર દ્વારા 'પ્રવાસી પ્રતિભા પુરસ્કાર' વડે સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે એક લાખ રુપયાની પુરસ્કાર રાશિ રાજસ્થાની ભાષા માટેના કાર્યમાં વાપરવા હેતુ ફાઉન્ડેશનને પરત કરી, જેને ફાઉન્ડેશન દ્વારા રાજસ્થાન પરિષદને સાહિત્યપ્રસાર હેતુ માટે સમર્પિત કરી.
  • ઈ. સ. ૨૦૦૫ : રાજસ્થાન વિશ્વવિદ્યાલય દ્વારા પી.એચ.ડી. કી માનદ ઉપાધિ પ્રદાન કરવામાં આવી.

સેઠિયાજીનું સાહિત્ય સર્જન

ફેરફાર કરો

શ્રી સેઠિયાજીનું સાહિત્ય સર્જન માત્ર રાજસ્થાની જ નહીં, પરંતુ હિંદી, ઉર્દૂ જેવી ભાષાઓમાં પણ જોવા મળે છે.

રાજસ્થાની

ફેરફાર કરો

રમણિયાં રા સોરઠા, ગળગચિયા, મીંઝર, કૂંકંઊ, લીલટાંસ, ધર કૂંચા ધર મંજળાં, માયડ રો હેલો, સબદ, સતવાણી, અઘરીકાળ, દીઠ, કક્કો કોડ રો, લીકલકોળિયા તથા હેમાણી.

વનફૂલ, અગ્ણિવીણા, મેરા યુગ, દીપ કિરણ, પ્રતિબિમ્બ, આજ હિમાલય બોલા, ખુલી ખિડકિયાં ચૌડે રાસ્તે, પ્રણામ, મર્મ, અનામ, નિર્ગ્રન્થ, સ્વાગત, દેહ-વિદેહ, આકાશા ગંગા, વામન વિરાટ, શ્રેયસ, નિષ્પતિ તથા ત્રયી.

તાજમહલ તથા ગુલચીં.

સંદર્ભો

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો