કરમશી જેઠાભાઈ સોમૈયા

ભારતિય શિક્ષણવિદ

કરમશી જેઠાભાઈ સોમૈયા (હિંદી: करमशी जेठाभाई सोमैया, અંગ્રેજી: Karamshi Jethabhai Somaiya) એ ભારતીય શિક્ષણકાર હતા, કે જેમણે ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી હતી. એમના નામ પરથી મુંબઈ ખાતે સોમૈયા વિદ્યાવિહાર નામનું શિક્ષણ-સંકુલ તેમ જ અન્ય શિક્ષણ સંસ્થાઓ છે. આ ઉપરાંત તેઓ ઉદ્યોગપતિ હતા, કે જેમણે સોમૈયા જૂથની ખાંડ, ઓદ્યોગિક આલ્કોહોલ, ઓર્ગેનિક રસાયણો, મીઠું, છાપકામ અને પ્રકાશન, ખેતીવિષયક, ફાર્મસી જેવાં ઉત્પાદનો સાથે સંકળાયેલ કંપનીઓની સ્થાપના કરી હતી.[] એમણે સમાજ-સેવા ક્ષેત્રમાં શિક્ષણક્ષેત્રે કરેલા યોગદાન બદલ ઈ. સ. ૨૦૦૦ના વર્ષમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.[]

કરમશી જેઠાભાઈ સોમૈયા

સોમૈયા વિદ્યાવિહારમાં કરમશી જેઠાભાઈ સોમૈયાનું પૂતળું
અંગત વિગતો
જન્મ(1902-05-16)16 May 1902
માલુંજર, અહમદનગર જિલ્લો,
મહારાષ્ટ્ર, ભારત.
મૃત્યુ9 May 1999(1999-05-09) (ઉંમર 96)
રાષ્ટ્રીયતાભારતીય
જીવનસાથીસાકરબેન કરમશી સોમૈયા
સંતાનોશાંતિલાલ કરમશી સોમૈયા
માતૃ શિક્ષણસંસ્થાન્યૂ હાઇ સ્કૂલ, મુંબઈ
(હવે ભદ્ર ન્યૂ હાઇ સ્કૂલ)
ક્ષેત્રસાકરના ઉદ્યોગપતિ
  1. Padmabhusan Karamshi Jethabhai Somaiya Jivangatha (PDF) (મરાઠીમાં). મૂળ (pdf) માંથી 2019-07-13 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૮.
  2. "Padma Vibhushan, Padma Bhushan, Padma Shri awardees" (અંગ્રેજીમાં). ધ હિન્દુ. ૨૭ જાન્યુઆરી ૨૦૦૯. મૂળ માંથી 2010-04-14 પર સંગ્રહિત. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૩.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો