કરિયાતું
- કરિયાતું નામે સરળતાથી ઉપલબ્ધ અન્ય વનસ્પતિ (કરિયાતું-Andrographis paniculata) માટે જુઓ કરિયાતું (વનસ્પતિ)
- આ લેખ હિમાલયમાં થતાં કરિયાતા (કરિયાતું-Swertia chirata) વિષે છે.
- કરિયાતું નામે સરળતાથી ઉપલબ્ધ અન્ય વનસ્પતિ (કરિયાતું-Andrographis paniculata) માટે જુઓ કરિયાતું (વનસ્પતિ)
કરિયાતું (Swertia chirata) એ ઊઁચાઈવાળી જગ્યા પર જોવા મળતી એક જાતની વનસ્પતિ છે. આના છોડ (ક્ષુપ) ૨ થી ૪ ફુટ જેટલા ઊઁચા એક-વર્ષાયુ અથવા દ્વિવર્ષાયુ હોય છે. આ વનસ્પતિનાં પાંદડાં અને છાલ ખુબજ કડવી હોય છે અને આયુર્વેદના શાસ્ત્રોમાં જ્વર-નાશક તથા રક્તશોધક માનવામાં આવી છે. આ વનસ્પતિની નાની - મોટી અનેક પ્રજાતિઓ હોય છે; જેમ કે - કલપનાથ, ગીમા, શિલારસ, ઇત્યાદિ. એને જંગલોમાંથી મળી આવતા તિક્ત દ્રવ્યના રૂપમાં હોવાને કારણે કિરાતતિક્ત પણ કહેવામાં આવે છે. ચિરાયતા, કિરાત તથા ચિરેટ્ટા એનાં અન્ય નામો છે. મહર્ષિ ચરકના ગ્રંથમા જણાવ્યા અનુસાર આ વનસ્પતિ તિક્ત સ્કંધ તૃષ્ણા નિગ્રહણ સમૂહમાં તથા આચાર્ય સુશ્રુતના વર્ણન અનુસાર અરગ્વધ સમૂહમાં ગણાય છે.
કરિયાતું હિમાલય પર્વતમાળામાં, કાશ્મીરથી લઇને અરુણાચલ પ્રદેશ સુધી ૪ થી ૧૦ હજાર ફીટ જેટલી ઊઁચાઈ પર ઊગી નીકળે છે. નેપાળ કરિયાતુંનો મૂળ ઉત્પાદક દેશ છે. ક્યાંક-ક્યાંક મધ્ય ભારતના પહાડી ઇલાકાઓ તથા દક્ષિણ ભારતના પહાડો પર પણ આ છોડ ઉગાડવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.
કરિયાતુંના પ્રકાંડ સ્થૂળ અડધા થી દોઢ મીટર લાંબા, શાખા યુક્ત ગોળ અને આગળની તરફ ચાર ખુણાવાળા પીતવર્ણનાં હોય છે. પાંદડાં પહોળાં ભાલા આકારનાં, ૧૦ સેન્ટિમીટર સુધીની લંબાઈ ધરાવતાં, ૩ થી ૪ સેન્ટિમીટર પહોળાઇ ધરાવતાં અગ્રભાગ પરથી અણીયાળાં હોય છે. આ અણી નીચે તરફ મોટી તથા ઊપર તરફ નાની થતી જાય છે. ફૂલ લીલાશ પડતા પીળા રંગના, વચ્ચે-વચ્ચે રીંગણીયા રંગથી ચિત્રિત, અનેક શાખા યુક્ત પુષ્પદંડો પર લાગે છે. પુષ્પમાં બાહ્ય અને અભ્યંતર કોષ ૪ - ૪ ખંડવાળા હોય છે તથા પ્રત્યેક પર બે-બે ગ્રંથિઓ આવેલી હોય છે. ફળ લંબગોળ નાનાં-નાનાં એક ચતુર્થાંશ ઇંચ જેટલું કદ ધરાવતાં ઇંડાકાર હોય છે તથા બીજ બહુસંખ્ય, નાનાં, બહુકોણીય તેમજ ચિકણાં હોય છે. વર્ષા ઋતુમાં ફૂલ બેસે છે. ફળ જ્યારે ચોમાસાના અંત સુધીમાં પાકી જાય છે ત્યારે શરદ ઋતુમાં તેનો સંગ્રહ કરવામાં આવે છે. આ છોડમાં કોઈ વિશેષ ગંધ નથી હોતી, પરંતુ સ્વાદ તીખા હોય છે.
કરિયાતુંનાં પંચાંગ અને પુષ્પ પ્રયુક્ત હોય છે. સામાન્ય રીતે ઝડપથી ઉપલબ્ધ ન થતું હોવાને કારણે એમાં મિલાવટ મોટા પાયે થતી હોય છે. પંચાંગમાં પણ મુખ્યત્વે પ્રકાંડ જ હોય છે. જે બે ત્રણ ફુટ લંબાઇના હોય છે. કરિયાતાંની છાલ ચપટી, અંદરની તરફ થોડી વળેલી તથા બહારની તરફ ભૂરા રંગની અંદરથી ગુલાબી રંગની હોય છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Jepson Manual Treatment
- Picture of Swertia perennis
- *ઔષધીય પૌધોં કી ખેતી (લેખક - મુકેશ કુમાર) (હિન્દી માં)
- અર્જુન સંગ્રહિત ૨૦૧૦-૧૧-૨૭ ના રોજ વેબેક મશિન