ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા આઝાદીના આંદોલનને ગતિમાન કરવાને માટે ધનની તત્કાલ વ્યવસ્થાની જરુરિયાતને ધ્યાનમાં રાખી શાહજહાંપુરમાં મળેલી બેઠકમાં રાજેન્દ્રનાથજીએ અંગ્રેજ સરકારનો ખજાનો લૂંટવા માટેની યોજના બનાવી. આ યોજનાને અંજામ આપવા માટે રાજેન્દ્રનાથજીએ ૯મી ઓગસ્ટ, ૧૯૨૫ના દિવસે લખનૌ વિસ્તારમાં કાકોરીથી ઉપડેલી આઠ ડાઉન ટ્રેન પર ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઊલ્લા ખાન અને ઠાકુર રોશન સિંહે તેમના ૧૯ અન્ય સહયોગીઓની મદદ વડે હુમલો કર્યો હતો. ત્યાર બાદ અંગ્રેજી હુકૂમત દ્વારા બધા ૨૩ ક્રાંતિકારીઓ પર કાકોરી કાંડ નામથી સશસ્ત્ર યુદ્ધ છેડવાનો તથા ખજાનો લૂંટવા માટેનો મુકદમો ચલાવવામાં આવ્યો હતો. આ મુકદમામાં રાજેન્દ્રનાથ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન તથા રોશન સિંહ એમ ચાર જણને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો