૯ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓફેરફાર કરો

  • ૧૧૭૩ – પીઝાના ઢળતો મિનારાનું બાંધકામ શરૂ કરાયું, જે પૂર્ણ થવામાં બે સદી જેટલો સમય લાગ્યો.
  • ૧૮૯૨ – થોમસ એડિસનને બે તરફી ટેલિગ્રાફ માટે પેટન્ટ અધિકારો મળ્યા.
  • ૧૯૨૫ – લખનૌ નજીક કાકોરીમાં પ્રખ્યાત કાકોરી ટ્રેન લૂંટની ઘટના બની.
  • ૧૯૩૬ – ૧૯૩૬ ગ્રીષ્મ ઓલમ્પિક્સ: જેસી ઓવેન્સે ચોથો ગોલ્ડ મેડલ જીત્યો.
  • ૧૯૪૨ – ભારત છોડો આંદોલન દરમિયાન, અંગ્રેજ દળો દ્વારા મુંબઇમાં મહાત્મા ગાંધીની ધરપકડ કરાઇ.
  • ૧૯૪૫ – દ્વિતીય વિશ્વયુદ્ધ: અમેરિકાએ જાપાનના નાગાસાકી શહેર પર અણુબોમ્બ "ફેટમેન" ફેંક્યો, આ બોમ્બના ભયાનક વિસ્ફોટમાં નાગાસાકી છિન્નભિન્ન થઇ ગયું અને ૩૯,૦૦૦ લોકોનું તત્ક્ષણ મૃત્યુ થયું.
  • ૧૯૬૫ – સિંગાપુરને મલેશિયામાંથી નિષ્કાસિત કરવામાં આવ્યું, અનિચ્છાએ સ્વતંત્રતા મેળવનારો આજ સુધીનો એકમાત્ર દેશ બન્યો.

જન્મફેરફાર કરો

અવસાનફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

  1. "આજે વિશ્વ આદિવાસી દિવસ... જાણો આદિવાસીઓમાં સામાજીક ચેતના જગાડનાર મસિહા શ્રીગોવિંદગુરુ વિશે..." ETV Bharat News (અંગ્રેજીમાં). મેળવેલ 2021-08-09.

બાહ્ય કડીઓફેરફાર કરો