કાજલ ઓઝા-વૈદ્ય

ગુજરાતી લેખિકા અને પત્રકાર

કાજલ ઓઝા-વૈદ્ય (૨૯ સપ્ટેમ્બર, ૧૯૬૬) એ જાણીતા ગુજરાતી સાહિત્યકાર છે. તેમનો જન્મ મુંબઇ ખાતે થયો હતો.[] તેમના પિતાનુ નામ દિગંત ઓઝા છે અને તેઓ ફોટોગ્રાફર સંજય વૈદ્ય સાથે પરણ્યા છે.

કાજલ ઓઝા-વૈદ્ય
કાજલ ઓઝા-વૈદ્ય
કાજલ ઓઝા-વૈદ્ય
જન્મ (1966-09-29) September 29, 1966 (ઉંમર 58)
મુંબઈ
વ્યવસાયલેખક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
શિક્ષણસ્નાતક (અંગ્રેજી, સંસ્કૃત),
અનુસ્નાતક (એડવર્ટાઇઝીંગ મેનેજમેન્ટ)
જીવનસાથીસંજય વૈધ
સંતાનોતથાગત[]
સહી
વેબસાઇટ
www.kaajalozavaidya.in

શિક્ષણ અને લેખન

ફેરફાર કરો

કાજલ ઓઝા-વૈધે તેમની સ્નાતકની ઉપાધી અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે ૧૯૮૬માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. તેમણે અનુસ્નાતકની ઉપાધી એડવર્ટાઇઝીંગ મેનેજમેન્ટમાં સેંટ ઝેવિયર્સ, મુંબઇ ખાતેથી મેળવી હતી. તેમણે ૭ વર્ષના ટૂંકા સમયગાળામાં ૪૫ પુસ્તકો પ્રકાશિત કર્યા છે કે જેમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, અનુવાદો, નિબંધો, નાટકો અને ૪ ઓડિયો પુસ્તકોના સંગ્રહનો પણ સમાવેશ થાય છે. તેમણે એક લેખક હોવા ઉપરાંત હિન્દી અને ગુજરાતી સિનેમા તેમજ ટેલિવિઝન ક્ષેત્રે કટાર લેખક, કવિ, અભિનેત્રી અને સંચાલક તરીકે પણ યોગદાન આપ્યું છે. આ ઉપરાંત તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાના સ્ક્રિપ્ટ લેખન વિષયમાં મુલાકાતી શિક્ષક તરીકે કાર્ય કર્યુ છે.

  • ૧૯૮૧: નેશનલ એવોર્ડ અને નિબંધ લેખન માટે "સંસ્કાર ચંદ્રક"
  • ૧૯૮૨: નેશનલ એવોર્ડ અને ટૂંકી વાર્તા લેખન માટે "સંસ્કાર ચંદ્રક"
  • ૧૯૮૧-૮૨/૧૯૮૨-૮૩: શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ, ગુજરાત યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ

પત્રકારત્વ

ફેરફાર કરો
  • સંદેશ
  • ગુજરાત ડેઇલી
  • લોકસત્તા-જનસત્તા
  • ઈન્ડીયન એકસપ્રેક્ષ ,મુંબઇ
  • અભિયાન
  • સમકાલીન
  • સંભવ

પરફોર્મીંગ આર્ટસ

ફેરફાર કરો

કાજલ ઓઝા-વૈધે શફી ઇમાનદાર સાથે સહાયક નિર્માતા તરીકે કામ કર્યા બાદ "હમ પ્રોડકશન" ના અંતર્ગત ગુજરાતી નાટકો પણ લખ્યા હતા.

ટેલિવિઝન અને ટેલિફિલ્મસ

ફેરફાર કરો
શ્રેણી નોંધ
અંતર ના ઉજાસ વાર્તા-સ્ક્રીનપ્લે-સંવાદ
સુખનો અર્થ વાર્તા-સ્ક્રીનપ્લે-સંવાદ
હું જ ભાગ્યવિધાતા SEVA બેંક માટેની ફિલ્મ-સાઉથ ઇસ્ટ એશિયા ફિલ્મ ફેસ્ટીવલમાં નામાંકિત

ધારાવાહિક શ્રેણીઓ

ફેરફાર કરો
ધારાવાહિક પ્રસારણ ચેનલ ભાષા નોંધ
એક ડાળના પંખી દૂરદર્શન ગુજરાતી ૧૬૦૦ એપિસોડ પૂર્ણ
સાત તાળી દૂરદર્શન ગુજરાતી સાપ્તાહીક
એક મોતી એકલવ્યનુ તારા ચેનલ ગુજરાતી સાપ્તાહીક
અપને પરાયે B4U હિન્દી સાપ્તાહીક
મહા સતી સાવીત્રી સબ ટીવી હિન્દી
કુછ ખ્વાબ કુછ હકીકત ઝી ટીવી હિન્દી
સગપણ એક ઉખાણુ ઝી ટીવી ગુજરાતી
મોટી બા ઇ ટીવી-ગુજરાતી ગુજરાતી ૫૦૦ એપિસોડ પૂર્ણ
  • દિકરી તો પારકી થાપણ કહેવાય (ગુજરાતી) (સ્ક્રીનપ્લે-સંવાદ)
  • ઘાટ (હિન્દી)
  • દિવાનગી (હિન્દી) (સહાયક સંવાદ લેખક)
રચના પ્રકાર નોંધ
સાવકા નાટક
ગુરુબ્રહ્મા નાટક
ડોક્ટર,તમે પણ! નાટક
ચુંગ ચિંગ નાટક
પરફેક્ટ હસબંડ નાટક હિન્દી
માણસાઇ ની પૂજા લેખ સંપાદન કોમી સંવાદિતા પરના લેખોનો સંગ્રહ
શેષયાત્રા છંદ સંપાદન ગુજરાતી છંદોનો સંગ્રહ
શેષયાત્રા છંદ સંપાદન ગુજરાતી છંદોનો સંગ્રહ
સંબંધ...તો આકાશ વાર્તા સંગ્રહ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ
કૃષ્ણાયન નવલકથા અને ઓડીયો સીડી કૃષ્ણજીવન (અંગ્રેજી,મરાઠી,હિન્દી,બંગાળી,કન્નડમાં અનુવાદિત)
છલ(ભાગ-૧,૨) નવલકથા ચિત્રલેખામાં પ્રકાશિત
મધ્યબિંદુ નવલકથા
મૌનરાગ નવલકથા
પારિજાતનુ પરોઢ નવલકથા
પુર્ણ-અપુર્ણ નવલકથા ચિત્રલેખામાં પ્રકાશિત
લીલુ સગપણ લોહીનુ નવલકથા
પોતપોતાની પાનખર નવલકથા
એક સાંજને સરનામે નવલકથા
તારા વિનાના શહેરમાં નવલકથા
દરિયો એક તરસનો નવલકથા
સત્ય-અસત્ય નવલકથા
શુક્ર-મંગળ નવલકથા ગુજરાત મિત્રમાં પ્રકાશિત
સન્નાટાનુ સરનામુ નવલકથા કલક્ત્તા હલચલમાં પ્રકાશિત
તારા ચહેરાની લગોલગ નવલકથા અને ઓડીયો સીડી
પ્રેમપત્રો ઓડીયો સીડી
યોગ-વિયોગ(ભાગ-૧,૨,૩) નવલકથા
ત્રણ પેઢીની કવિતા ઓડીયો સીડી
સર્ચ લાઇટ લેખોનો સંગ્રહ લેખ સંપાદન
એકબીજાને ગમતા રહીએ નિબંધ સંગ્રહ
ગેટ વેલ સૂન
આઇ લવ યુ લગ્નજીવન સંબંધી સરળ માર્ગદર્શક
વ્હાલી આસ્થા પત્ર પિતાના પુત્રીને પત્રો
પરફેક્ટ હસબંડ દ્વિઅંકી નાટક
મન માઇનસથી પ્લસ
પ્રેમની પાંચ ભાષા અનુવાદ
જીવનસાથી અનુવાદ શોભા ડે લિખિત્ત "સ્પાઉસ"નો અનુવાદ
એક બીજાને ગમતા રહીએ

કોફી ટેબલ પુસ્તકો

ફેરફાર કરો
  • આંસુ
  • ચુંબન
  • સ્મિત
  • પ્રાર્થના
  • પ્રેમ

કટાર લેખન

ફેરફાર કરો
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત મિત્ર (સુરત)
  • કચ્છ-મિત્ર
  • જન્મભૂમિ-પ્રવાસી
  • કલક્ત્તા હલચલ

આ ઉપરાંત તેમણે 'અંગત- લાઇવ ફોન ઇન કાઉન્સેલીંગ' નામે ટીવી કાર્યક્રમના સંચાલક તરીકે કાર્ય પણ કર્યુ હતુ. હાલમાં તેઓ 'માય એફએઅમ ૯૪.૩ -અમદાવાદ સ્ટેશન' ખાતે રેડિયો જોકી તરીકે કાર્ય કરે છે.

  1. Oza, Kajal (2014). Marriage Rocks (A collection of articles in Gujarati on marriage by various people from different walks of life). Ahmedabad: Nabharat Sahitya Mandir. ISBN 978-81-8440-974-1.
  2. "Books". મૂળ માંથી 2013-01-16 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ ડિસેમ્બર ૨૦૧૨.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો