ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલી અગ્રહરોળની ઉચ્ચ શિક્ષણ માટેનું સંચાલન કરતી એક સંસ્થા છે. આ યુનિવર્સિટી સાથે અમદાવાદ શહેર તેમ જ તેની આસપાસના એક હજાર કિમી[સંદર્ભ આપો]ના વિસ્તારમાં આવેલી ૪૦૦થી વધારે પ્રતિષ્ઠિત કોલેજો જોડાયેલી છે. આ સંસ્થાને રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ (એનએએસી) (અંગ્રેજી: National Assessment and Accreditation Council (NAAC)) દ્વારા બી++ એવો ગુણવત્તાક્રમાંક આપવામાં આવ્યો છે. આ ભારત દેશની સૌથી શ્રેષ્ઠ અને બહુમુખી ઉચ્ચ શિક્ષા સંસ્થાઓમાંથી એક છે.[સંદર્ભ આપો] આ ઉપરાંત, આ યુનિવર્સિટીના પરિસરમાં અભ્યાસ કરતા ૨,૨૪,૦૦૦ કરતાં અધિક વિદ્યાર્થીઓ અને વિભિન્ન સંબદ્ધિત કોલેજો સાથે ઉપમહાદ્વીપની સૌથી મોટી વિશ્વવિદ્યાલય પ્રણાલીઓ પૈકીની એક છે. આ યુનિવર્સિટી વિશેષ રૂપથી તેની સંલગ્ન ચિકિત્સા, વાણિજ્ય અને પ્રબંધન કોલેજો માટે પ્રસિદ્ધ છે. વિશ્વવિદ્યાલય પોર્ટ મેનેજમેન્ટ, નેનો પ્રૌદ્યોગિકી, ટિશ્યુ કલ્ચરમાં ક્ષેત્રીય/વિશેષ કાર્યક્રમો ચલાવે છે.
મુદ્રાલેખ | योगः कर्मसु कौशलम् |
---|---|
ગુજરાતીમાં મુદ્રાલેખ | ઉદ્યમશીલતા શ્રેષ્ઠતા તરફ દોરે છે |
પ્રકાર | જાહેર યુનિવર્સિટી |
સ્થાપના | ૨૩ નવેમ્બર ૧૯૪૯ |
કુલપતિ | ગુજરાતના રાજ્યપાલ |
ઉપકુલપતિ | ડૉ.નીરજા.એ.ગુપ્તા |
ડીન | વિજ્ઞાન - વિનયન - વાણિજ્ય - |
રજિસ્ટ્રાર | પિયુષ પટેલ |
શૈક્ષણિક સ્ટાફ | ૨૦૫ (અનુસ્નાતક વિભાગોમાં) (૨૦૦૪-૦૫)[૧] |
વિદ્યાર્થીઓ | ૩૪૩૫૨૮ (૨૦૧૩-૧૪)[૧] |
સ્નાતક વિદ્યાર્થીઓ | ૩૦૦૮૧૯ (૨૦૧૩-૧૪)[૧] |
અનુસ્નાતક વિદ્યાર્થીઓ | ૪૨૭૦૯ (૨૦૧૩-૧૪)[૧] |
સ્થાન | અમદાવાદ, ગુજરાત, ભારત 23°2′10″N 72°32′34″E / 23.03611°N 72.54278°E |
કેમ્પસ | શહેરી |
જોડાણો | યુજીસી |
વેબસાઇટ | gujaratuniversity |
ઇતિહાસ
ફેરફાર કરોગુજરાત વિશ્વવિદ્યાલયની કલ્પના ઓગણીસો વીસના દશકમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, આચાર્ય આનંદશંકર બી. ધ્રુવ, દાદા સાહેબ માવળંકર અને કસ્તૂરભાઈ લાલભાઈ જેવા સાર્વજનિક ઉત્સાહી અને સમજદાર લોકોએ કરી હતી. આ વિશ્વવિદ્યાલયની સ્થાપના ભારત દેશને આઝાદી મળ્યા પછીના સમયમાં કરવામાં આવી હતી. ઇ. સ. ૧૯૪૯ના વર્ષમાં, રાજ્ય સરકારના ગુજરાત વિશ્વવિદ્યાલય અધિનિયમ અંતર્ગત શિક્ષણ અને માન્યતા પ્રદાન કરનારા વિશ્વવિદ્યાલયના રૂપમાં આ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હરસિદ્ધભાઈ દિવેટિયા હતા.
સંદર્ભ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- ગુજરાતી વિશ્વકોશમાં ગુજરાત યુનિવર્સિટી.
- ગુજરાત યુનિવર્સિટીની અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૮-૦૮-૨૧ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |