કાજા, સ્પીતી, હિમાચલ પ્રદેશ
કાજા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના લાહૌલ અને સ્પીતી જિલ્લામાં આવેલ સ્પીતી ખીણનું પેટા-વિભાગીય મુખ્ય મથક છે. તેની ઊંચાઈ દરિયાઈ સપાટી થી ૩૮૦૦ મીટર છે. તે સ્પીતી નદીના ડાબા કિનારે ઊભી ટોચની તળેટીમાં સ્થિત છે. પહેલાંના સમયમાં તે સ્પીતીના વડા "નૈનો"નું મુખ્ય મથક હતું. તે રાજ્યના મુખ્ય મથક સિમલા થી ૪૨૫ કિલોમીટર દૂર છે. કાજા ખાતે એક પેટ્રોલ-ડીઝલ પંપ, રેસ્ટ હાઉસ અને કેટલીક નાની હોટલ છે. આ ક્ષેત્રમાં પર્યટન માટે આ સ્થળ આધાર તરીકે કાર્ય કરે છે. અહિંયાંથી અન્ય સ્થળોએ, હિક્કીમ, કોમોક અને લાંગિયાના મઠોની મુલાકાત લઈ શકાય છે.
સંદર્ભો
ફેરફાર કરોહિમાચલ પ્રદેશ પ્રવાસન નિગમનું સત્તાવાર જાળસ્થળ. સંગ્રહિત ૨૦૦૯-૦૧-૨૯ ના રોજ વેબેક મશિન